ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧૫-૧૦-૨૦૨૩ થી તા. ૨૧-૧૦-૨૦૨૩

ગ્રહગોચર: શ્રી સૂર્યનારાયણ ક્ધયા રાશિમાં તા. ૧૮મી સુધી રહે છે. ત્યાર પછી તુલા રાશિમાં પ્રવેશે છે. મંગળ સમગ્ર સપ્તાહમાં તુલા રાશિમાં ભ્રમણ કરે છે. બુધ ક્ધયા રાશિમાંથી તા. ૧૯મીએ તુલા રાશિમાં પ્રવેશે છે. ગુરુ મેષ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. શુક્ર સિંહ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે તુલા રાશિમાં રહે છે. તા. ૧૭મીએ વૃશ્ર્ચિક રાશિમાં, તા. ૧૯મીએ ધનુ રાશિમાં આવી સપ્તાહના અંત સુધી અહીં ધનુ રાશિમાં રહે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના સપ્તાહના નિત્ય કામકાજ સફળ બની રહેશે. નોકરીમાં તા. ૧૯ પછી હસ્તગત કાર્યો પૂર્ણ થતાં જણાય. નવા કારોબારનો પ્રારંભ આ સપ્તાહમાં શક્ય જણાય. નાણાંની આવક જળવાઈ રહેશે. મહિલાઓના પરિવારના કામકાજ સફળ રહેશે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ અનુકૂળ બની રહેશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીમાં સ્થાન પરિવર્તન શક્ય છે. તા. ૧૫, ૧૭, ૧૮ નોકરી માટે લાભદાયી પુરવાર થશે. તા. ૧૫, ૧૬, ૧૯ના કામકાજ કાર્યક્ષેત્રે યશસ્વી પુરવાર થશે. ભાગીદારીના મતભેદનો ઉકેલ આવશે. મહિલાઓને કાર્યક્ષેત્રે નાણા ંવ્યવસ્થા જાળવવા માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યક્રમો સફળ પુરવાર થશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર સફળ પુરવાર થશે. નોકરીમાં અપેક્ષામુજબ હસ્તગત કાર્યો સમયાનુસાર પૂર્ણ કરી શકશો. સંતાન પરિવારના કારોબારમાં જોડાશે. કારોબારની નાણાંઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓને તા. ૧૩, ૧૮, ૧૯ અનુકૂળ પુરવાર થશે. વિદ્યાર્થીઓના સપ્તાહના અભ્યાસના કાર્યક્રમો એકંદરે સફળ બની રહેશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં લાંબા સમયનું નાણાંરોકાણ શક્ય જણાય છે. નોકરીમાં હસ્તગત કાર્યો બદલાઈ શકે તેમ છે. ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. વેપાર વધશે. નાણાંઆવક વધશે. તા. ૨૦, ૨૧ મહિલાઓને નોકરીના ક્ષેત્રે સફળ પુરવાર થાય. વિદ્યાર્થીઓ અભ્યાસ વાંચન માટે જરૂરી સાધન સામગ્રી પ્રાપ્ત કરશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. મિત્રો દ્વારા નોકરીના મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ આવશે. સહકાર્યકરોમાં ગેરસમજણ દૂર થશે. તા. ૧૫, ૧૬, ૧૭ કાર્યક્ષેત્રે નિર્ણયાત્મક બની રહેશે. વ્યાપારની વાટાઘાટો સફળ નીવડશે. મહિલાઓને આ સપ્તાહમાં કિંમતી ઘરવખરીની ખરીદી માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળ પુરવાર થાય.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણ માટે સફળ તકો મેળવશો. નોકરીના કામકાજ માટે સરળતા અને આત્મવિશ્ર્વાસ નિર્માણ થશે. રાજકારણની પ્રવૃત્તિઓમાં તા. ૧૫, ૧૬, ૨૦, ૨૧ નિર્ણયાત્મક જણાય છે. પ્રવાસ માટે આ સપ્તાહ સાનુકૂળ બની રહેશે. જૂનાં રોકાયેલા નાણાં મળી આવશે. મહિલાઓને નોકરીમાં અધિકારીનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ વાંચન, અભ્યાસમાં સફળતા મેળવી શકશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. તા. ૧૫, ૧૬, ૨૦, ૨૧ના કામકાજ સફળતા સૂચવે છે. જાહેર રાજકારણની પ્રવૃત્તિમાં સફળતા મેળવશો. તા. ૧૫, ૧૮, ૧૯ના કારોબારના નિર્ણયો અર્થવ્યવસ્થા માટે શુભ પુરવાર થશે. મહિલાઓને આ સપ્તાહમાં કુટુંબીજનોનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને વાંચન અભ્યાસ માટે જરૂરી સાધનસામગ્રી પ્રાપ્ત થાય.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સાહમાં શેરબજારના જૂનાં નાણાંરોકાણમાંથી આવક જળવાશે. નોકરીમાં અધિકારીનો સહયોગ મેળવશો. કુટુંબીજનો સાથેના નાણાંવ્યવહાર આ સપ્તાહમાં પૂર્ણ થશે. વ્યક્તિગત મૂંઝવણો, પ્રશ્ર્નોનો ઉકેલ આવે. અર્થવ્યવસ્થા સાનુકૂળ બની રહેશે. ગૃહિણીઓને સંતાનના મુંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ જણાય. વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. લાંબા સમયના નાણાં રોકાણ માટેના પ્રયત્નોનો અમલ થશે. નોકરીમાં સ્થાન બદલી શક્ય છે. વેપાર માટે જરૂરી મિલકત સાધન-સગવડતાઓ મેળવશો. મહિલાઓને આ સપ્તાહમાં મદદનીશ નોકર પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના આ સપ્તાહના દૈનિક અભ્યાસ સ્વતંત્રપણે સફળ બની રહેશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં લેવડદેવડના વેપાર સફળ બની રહેશે. નવું રોકાણ શક્ય છે. નવી નોકરીનો પ્રારંભ થાય. તા. ૧૫, ૧૬, ૧૯ના નિર્ણયો સફળ બની રહેશે. કારોબારની નાણાંઆવકની વૃદ્ધિ થશે. ભાગીદારનો સહયોગ જળવાઈ રહેશે. મહિલાઓના નીજી કામકાજમાં પ્રગતિ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી પ્રોત્સાહન, નબળા વિષયોમાં માર્ગદર્શન પ્રાપ્ત થશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વેપારનું કામકાજ સફળ લાભદાયી પુરવાર થાય. તેજીનો વેપાર સફળ બની રહેશે. નોકરીમાં વૈવિધ્યતા પરિવર્તનો લાવી શકશો. જૂનાં રોકાયેલા નાણાં આ સપ્તાહમાં મેળવી શકશો. પ્રવાસ દ્વારા કારોબારના વિકાસના પ્રયત્નો સફળ બની રહેશે. કુટુંબ જીવનનો યશસ્વી અનુભવ મહિલાઓને થાય. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસ માટે જરૂરી સાધન સગવડતા પ્રાપ્ત થાય.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ તથા નવી કાર્યપદ્ધતિ શક્ય જણાય છે. પ્રવાસ માટે આ સપ્તાહ સફળ પુરવાર થશે. નોકરીની પ્રવૃત્તિઓ નિયમિતપણે જળવાઈ રહેશે. નવી ભાગીદારી રચાય તેમ છે. નાણાંની અનુકૂળતા અનુભવશો. કારોબારના મિત્રો વધશે. મહિલાઓને નવી નોકરીના પ્રારંભ માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓ વિભાગીય પરીક્ષાઓમાં આ સપ્તાહમાં અનુકૂળતાઓ, સફળતા મેળવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress