ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૩૦-૬-૨૦૨૪ થી તા. ૬-૭-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી મંગળ સમગતિએ સમગ્ર સપ્તાહમાં મેષ રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી બુધ કર્ક રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. માર્ગી ગુરુ સમગ્ર સપ્તાહમાં વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર સમગતિએ મિથુન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. વક્રી શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. પ્રારંભે ચંદ્ર તા. ૩૦મીએ મેષ રાશિમાં પ્રવેશ કરે છે. તા. ૩જીએ વૃષભ, તા. ૪થીએ મિથુન, તા. ૬ઠ્ઠીએ કર્ક રાશિમાં ભ્રમણ કરે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરી માટે તા. ૫, ૬, ૧૩ શુભ છે. તા. ૩જીએ ભાગીદાર સાથેના મતભેદોનો ઉકેલ આવશે. તા. ૧, ૩, ૬ નાણાંની આવકની વૃદ્ધિ દર્શાવે છે. મિલકતના નિર્ણયો લઈ શકશો. ભાઈઓ સાથેના વહેવારમાં સંભાળવું, મહિલાઓને નોકરીક્ષેત્રે પરિવર્તનો જણાશે. વિદ્યાર્થીઓનો અધ્યયનના કામકાજ અર્થે પ્રવાસ સફળ જણાશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અપનાવી શકશો. લે-વેંચનો વેપાર લાભદાયી થશે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. કિંમતી ચીજોના વેપારમાં સફળતા જણાશે. સપ્તાહમાં કારોબારની નાણાં આવકની વૃદ્ધિ થશે. કારોબારના મિત્રોનો સહયોગ મેળવશો. મહિલાઓનો પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ જરૂરી અભ્યાસની સામગ્રી પ્રાપ્ત કરશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં આવડત, અનુભવ, એકાગ્રતા, અર્થવ્યવસ્થાનો પૂર્ણ ઉપયોગ કરવા માટે ગોચરફળ શુભ જણાય છે. નોકરી માટે તા. ૧, ૨, ૫ સફળતાસૂચક છે. રાજકારણની પ્રવૃત્તિઓમાં યશ મેળવશો. કાર્યક્ષેત્રે પ્રગતિ થશે. નાણાંની આવક જળવાઈ રહેશે. કિંમતી ચીજોની ખરીદી શક્ય છે. મહિલાઓને પ્રવાસ દ્વારા અપેક્ષિત કામકાજ, પ્રાસંગિક જવાબદારી પૂર્ણ કરવામાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓ અધ્યયનમાં નિયમિત રહેશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના દૈનિક સાપ્તાહિક વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. તા. ૧, ૩, ૫ નોકરીમાં પ્રગતિ દર્શાવે છે. સ્વતંત્ર કારોબારમાં વ્યવહારુપણે તથા અન્યની મદદ લઈ નિર્ણયો લેવા જરૂરી જણાય છે. નાણાંનાં જોખમો ટાળવા જરૂરી છે. રાજકારણ તથા જાહેર પ્રવૃત્તિઓમાં સાવધાની દાખવવી જરૂરી છે. મહિલાઓને કાર્યક્ષેત્રે સંઘર્ષ છતાંય સફળતાનો અનુભવ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા જણાશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર, નવું રોકાણ સફળ બની રહેશે. નોકરીમાં સ્થાન પરિવર્તન થાય. સહકાર્યકરોની મદદ મેળવશો. જૂનાં અધૂરાં, નોકરીનાં કાર્યો પણ પૂર્ણ કરી શકશો. લાંબા અંતરનો તથા કઠીન પ્રવાસ આ સપ્તાહમાં હિતાવહ નથી. નવા કારોબારના પ્રારંભ માટે સફળ તકો મેળવશો. કાર્યક્ષેત્રે વિવાદો અને નાણાંનાં જોખમો ટાળવા જરૂરી છે. ગૃહિણીઓને પરિવારની સમસ્યાઓમાં રાહત જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા જાળવવા માટે પરિશ્રમ અધિક જણાશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીમાં સ્થાન પરિવર્તન શક્ય છે. નોકરીના અધિકારી સાથેના વિવાદનો ઉકેલ આવશે. તા. ૧, ૩, ૬, અર્થવ્યવસ્થા માટે અનુકૂળ જણાય છે. કારોબારના મિત્રો સાથેના વ્યવહારમાં એકવાક્યતા જાળવવી જરૂરી છે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થશે. પડોશ મિત્રોમાં યશ મેળવશો. વિદ્યાર્થીઓના અધ્યયન કાર્યો નિયમિતપણે જળવાઈ રહેશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું નાણારોકાણ સફળતાથી થઈ શકશે. તા. ૧, ૨, ૬ નોકરી ક્ષેત્રે ઉત્સાહ અને પ્રગતિ દર્શાવે છે. નવા ભાગીદારીના સંબંધો નિર્માણ થાય. કાર્યક્ષેત્રના મિત્રો સાથેના મતભેદોનો ઉકેલ આવશે. નવા નાણાં આવકના સાધનો મેળવશો. અર્થવ્યવસ્થા વિશેની મૂંઝવણ દૂર થશે. મહિલાઓને પરિવારજનોમાં માન-પ્રતિષ્ઠામાં ઉમેરો થતો જણાય. કિંમતી ચીજોની ખરીદી શક્ય જણાય છે. વિદ્યાર્થીઓ અધ્યયનનાં સાધનો મેળવી શકશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણારોકાણ માટે જન્મકુંડળીના આધારે નિર્ણયો લેવા જરૂરી છે. નોકરીમાં સ્થાન પરિવર્તન શક્ય છે. તા. ૧, ૩, ૫ના નિર્ણયો લાભદાયી પુરવાર થશે. સહપરિવાર પ્રવાસ શક્ય છે. વેપારના મિત્રોનો સહયોગ જળવાઈ રહેશે. નવા કારોબારનો પ્રારંભ થાય. ગૃહિણીઓને પરિવારના પ્રસંગોમાં સફળતાનો અનુભવ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસના કિંમતી સાધનો પ્રાપ્ત થાય.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું નાણારોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. સાહસિકતાથી નોકરીની પ્રવૃત્તિઓ નિયમિતપણે જાળવી શકશો. કાર્યક્ષેત્રે જરૂરી સાધનો – સગવડતાઓ મેળવશો. વાહન-મિલકતના સફળ નિર્ણયો લઈ શકશો. તા. ૨, ૩, ૫ના કાર્યક્ષેત્રના નિર્ણયો સ્વપ્રયત્ને લઈ શકશો. અર્થવ્યવસ્થાને વધુ સફળ બનાવી શકશો. મહિલાઓને કુટુંબના સદસ્યોનો સહયોગ પરિવારના પ્રસંગોમાં પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓનો સપ્તાહનો અભ્યાસક્રમ નિયમિતપણે જળવાઈ રહેશે

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં તેજીનો વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં જૂનાં મતભેદો દૂર થશે. સન્માન પ્રાપ્ત કરશો. ઉપરી અધિકારી મદદરૂપ થશે. મિલકતના લે-વેંચના કામકાજ સફળ બની રહેશે. સાહસિકતાથી નવા કારોબાર, પ્રવૃત્તિઓનો પ્રારંભ શક્ય છે. અર્થવ્યવસ્થા અનુકૂળ બની રહેશે. નાણાંઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓને નવીન પ્રવૃત્તિઓ માટે સાધનો સફળતાઓ પ્રાપ્ત થતાં જણાશે. વિદ્યાર્થીઓ અધ્યયન ઉપરાંતની પ્રવૃત્તિઓમાં પણ સફળતા મેળવશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાંનું રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. તા. ૧, ૩, ૬ના નિર્ણયો નોકરી ક્ષેત્રે ઉપયોગી બની રહેશે. નોકરીમાં માન-સન્માન મેળવશો. વેપાર વધશે. નવા કારોબારનાં ક્ષેત્રો પણ મેળવશો. નાણાં બચત વિશે વ્યવહારુપણે નિર્ણયોમાં સફળતા મેળવશો. પ્રવાસ સફળ બની રહેશે. કુટુંબના સભ્યો દ્વારા મહિલાઓને કાર્યક્ષેત્રે અનુકૂળતા પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓને વાંચન અભ્યાસમાં પુરુષાર્થ જાળવી રાખવો જરૂરી જણાશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારનાં લે-વેંચના વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં તા. ૧, ૩, ૫, ૬ સફળતા સૂચક છે. નાણાં સંચયના નિર્ણયો લઈ શકશો. નવા નાણાં આવકના સાધનો મેળવશો. સહોદરો સાથેના મતભેદોનો ઉકેલ આવશે. કિંમતી ચીજોના વેપારમાં પ્રગતિ જણાશે. નવા કારોબારના મિત્રો મેળવશો. વેપાર વધશે. મહિલાઓને સંતાનની અધ્યયનની જવાબદારીમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓમાં અધ્યયનમાં નિયમિતતા અને પ્રગતિ જાળવી
શકશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો