ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧૬-૬-૨૦૨૪ થી તા. ૨૨-૬-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મેષ રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ મિથુન રાશિમાં અતિચારી ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર સમગતિએ મિથુન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે ક્ધયા રાશિમાં રહે છે. તા. ૧૭મીએ તુલામાં આવે છે. તા. ૧૯મીએ વૃશ્ર્ચિકમાં આવે છે. તા. ૨૧મીએ ધનુ રાશિમાં આવે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. તા. ૧૭, ૧૮, ૨૨ નોકરી માટે શુભ ફળદાયી જણાય છે. નવા વાહન, સ્થાવર મિલકત, ખરીદીના નિર્ણયો લઈ શકશો. વેપારના વિકાસ માટેનો પ્રવાસ સફળ રહેશે. આયાત-નિકાસનો વેપાર સફળ થાય. મહિલાઓને નવા કારોબારના પ્રારંભ માટે અનુકળ તક પ્રાપ્ત થાય તથા નવી નોકરીનો પણ પ્રારંભ શક્ય છે. વિદ્યાર્થીઓને અભ્યાસની મૂંઝવણમાં પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ થઈ શકશે. નવી નોકરીનો પ્રારંભ થાય. તા. ૧૭, ૧૮, ૨૦, ૨૧ના નોકરીના નિર્ણયો પણ શુભ ફળદાયી નીવડશે. ભાગીદાર સાથેના મતભેદોનો ઉકેલ આવશે. તા. ૧૬, ૧૮, ૧૯, ૨૦ના વાટાઘાટોના કામકાજ સફળ બની રહેશે. મિલકતના નિર્ણયો લઈ શકશો. મહિલાઓની કારોબારની નાણાંઆવકની વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓ અધ્યયનમાં અનુકૂળતા અનુભવશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂનાં રોકાણમાંથી નફો રળી શકશો. કુટુંબના કારોબારમાં પ્રગતિ થશે. મુસાફરી દ્વારા વેપારના વિકાસના પ્રયત્નો સફળ નીવડશે. નવો વેપાર પણ પ્રારંભી શકશો. નાણાંઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓના પરિવારજનો સાથેનો વ્યક્તિગત મૂંઝવણનો ઉકેલ આવશે તથા નોકરીમાં અધિકારીનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને નવા વિષયના અભ્યાસના પ્રારંભની તક સફળ તકો પ્રાપ્ત થતી જણાશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં સપ્તાહમાં લે-વેંચના વેપારમાં વૈવિધ્યતા લાવી શકશો. કારોબારના વિકાસ અર્થેનો પ્રવાસ સફળ જણાશે. મિત્રો દ્વારા નવા કામકાજ પણ મેળવશો. ગૃહિણીઓને સંતાનની અભ્યાસની મૂંઝવણોમાં ઉકેલ પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળ નીવડશે. કુટુંબીજનોમાં સપ્તાહમાં જૂનાં મતભેદોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓનો આ સપ્તાહનો નિત્ય અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જરૂરી માર્ગદર્શન મેળવશો. નવું રોકાણ શક્ય છે. નવી નોકરીનો પ્રારંભ થાય. નોકરીના સહકાર્યકરો સાથેનો મતભેદ દૂર થશે. ભાગીદાર કાર્યક્ષેત્રે ઉપયોગી થશે. કુટુંબના સભ્યોની પ્રગતિ જળવાશે. મહિલાઓને કાર્યક્ષેત્રે યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં નવા વિષયોની જાણકારી પ્રાપ્ત થાય.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિ વૈવિધ્યતા લાવી શકશો. નોકરીમાં તા. ૧૬, ૨૦, ૨૧ શુભ જણાય છે. નોકરી અર્થેનો પ્રવાસ પણ સફળ નીવડશે. નવા કારોબારના પ્રારંભ માટે ગોચરફળ શુભ છે. ગૃહિણીઓને પડોશી સાથેના મતભેદોનો ઉકેલ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને કુટુંબીજનોનો અધ્યયનના વિષયમાં પણ પ્રોત્સાહન પ્રાપ્ત થતું જણાય.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અપનાવી શકશો. તથા નવા નાણાંરોકાણની તક પણ મેળવશો. તા. ૧૭, ૧૮, ૨૧, ૨૨ પણ શુભ ફળદાયી જણાય છે. આ સપ્તાહમાં વેપારના નાણાં ઉઘરાણી માટેનો પ્રવાસ સફળ પુરવાર થશે. ભાગીદાર પણ ઉપયોગી થશે. કારોબારના મિત્રોની વૃદ્ધિ થાય. ગૃહિણીઓને કૌટુંબિક જવાબદારીઓમાં પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ અધ્યયનમાં નિયમિતતા દાખવી શકશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વાયદાના સોદામાં દૈનિક સાપ્તાહિક વેપારમાં સાવધાની દાખવવી જરૂરી છે. નોકરીમાં યશ મેળવશો. તા. ૧૬, ૨૦, ૨૧ નિર્ણયાત્મક જણાય છે. પ્રવાસ દ્વારા પણ નોકરીના અધૂરા કામકાજ પૂર્ણ કરી શકશો. નવા વેપારનો પ્રારંભ શક્ય જણાય છે. મહિલાઓને કુટુંબના સભ્યો સાથેનો મતભેદનો ઉકેલ જણાશે. સહપરિવાર પ્રવાસ શક્ય છે. વિદ્યાર્થીઓને નબળા વિષયમાં જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જરૂરી શિક્ષણ, માર્ગદર્શન મેળવશો. દૈનિક વેપાર સફળ રહેશે. નોકરી માટે તા. ૧૬, ૧૭, ૧૮ શુભ છે. નવા કામકાજનો પ્રારંભ શક્ય જણાય છે. ભાગીદારીના મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ આવશે. કારોબારના હિસાબ કિતાબ પણ સંપન્ન થશે. મહિલાઓના સંતાનના મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને અધ્યયનની પ્રવૃત્તિઓમાં ઉત્સાહ અને આત્મવિશ્ર્વાસ જણાશે. તા. ૬, ૧૮, ૧૯મીએ નવા અભ્યાસનો પ્રારંભ થઈ શકશે.

મકર (ખ,જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજાર માટે રચનાત્મક, સકારાત્મક વલણ અપનાવવાની પ્રેરણા મેળવશો. ગોચરફળ શુભ છે. નોકરીમાં પરિવર્તનો આવે. તા. ૧૭, ૧૮, ૨૧, ૨૨ નોકરીના કામકાજ માટે શુભ ફળદાયી જણાય છે. મિલકતના, વાહનના, લે-વેંચના વેપારમાં સફળતા જણાય છે. સંતાન પરિવારના વેપારમાં સામેલ થશે. આત્મવિશ્ર્વાસપૂર્વક મહિલાઓ પોતાના કારોબારનો વિકાસ સાધી શકશે. પ્રગતિ દાખવી શકશે. વિદ્યાર્થીઓને તા. ૧૭, ૧૮, ૨૦, ૨૧ શુભ જણાશે. અધ્યયનના નબળા વિષયમાં પણ સફળતા મેળવી શકશો.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના લે-વેંચના વેપાર તેજીના વેપાર માટે ગોચરફળ શુભ છે. અનુભવ, આવડત અને આત્મવિશ્ર્વાસમાં ગોચરફળ પણ શુભ પુરવાર થશે. નોકરીની પ્રવૃત્તિઓ નિયમિતપણે જળવાઈ રહેશે. વેપારમાં નવું રોકાણ છે. નવા કારોબારનો પ્રારંભ થાય. નાણાં આવક વધે. ગૃહિણીઓને નવા કારોબારના પ્રારંભ માટે સાનુકૂળતા જણાશે. સાધન-સગવડતા કાર્યક્ષેત્રે તથા ઘરના કામકાજ માટે પણ મેળવશો. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સફળ તકો પ્રાપ્ત તથી જણાય.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંરોકાણ માટે ગોચરફળ શુભ છે. વેપાર પણ લાભદાયી નીવડશે. તા. ૧૬, ૧૮, ૨૦ નોકરીના ક્ષેત્રે શુભ જણાય છે. નોકરીમાં અધિકારીનું માર્ગદર્શન મેળવશો. નાણાંબચતના નિર્ણયનો અમલ થઈ શકશે. સહોદરો સાથેના આર્થિક વ્યવહાર સંપન્ન થશે. પરિવારમાં યશ મેળવશો. ગૃહિણીઓને સંતાનના અનારોગ્યના પ્રશ્ર્નોમાં રાહત જણાશે. વ્યક્તિગત કારોબાર નિયમિત જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્રતા દાખવી શકશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?