ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૯-૬-૨૦૨૪ થી તા. ૧૫-૬-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં તા. ૧૫મીએ મિથુન રાશિમાં પ્રવેશે છે. મંગળ મેષ રાશિમાં સમગતિએ ભ્રમણ કરે છે. બુધ અતિચારી થઈ વૃષભમાંથી તા. ૧૪મીએ મિથુનમાં આવે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર વૃષભમાંથી મિથુનમાં તા. ૧૨મીએ પ્રવેશે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે મિથુનમાંથી કર્કમાં આવે છે. તા. ૧૧મીએ સિંહ રાશિમાં, તા. ૧૪મીએ ક્ધયા રાશિમાં આવી સપ્તાહના અંત સુધી ક્ધયા રાશિમાં રહે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના વાયદાના વેપારમાંથી લાભ મેળવશો. તા. ૯, ૧૪, ૧૫ના નોકરીના કામકાજમાં યશ મેળવશો. જૂનાં ઉઘરાણીનાં નાણાં મેળવી શકશો. કુટુંબના સભ્યો સાથેનો પ્રવાસ સફળ જણાય છે. આત્મવિશ્ર્વાસ દૃઢ બનશે. મહત્ત્વના નાણાંના આયોજનો પણ પૂર્ણ કરશો. કારોબારની નાણાં આવકની વૃદ્ધિ થશે. મહિલાઓને કાર્યક્ષેત્રે પતિનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ અધ્યયનમાં સફળતાપૂર્વકનો પરિશ્રમ જાળવી શકશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ શક્ય જણાય છે. નોકરીના મૂંઝવતા પ્રશ્ર્નનો ઉકેલ આવશે. કાર્યક્ષેત્રે અધિક પુરુષાર્થ અપયશનો ભય જણાય છે. નાણાંની આવક જળવાઈ રહેશે. પ્રવાસ યશસ્વી પુરવાર થાય. મુસાફરીમાં આ સપ્તાહમાં નવા સંબંધો નિર્માણ થઈ શકે તેમ છે તથા નાણાં ઉઘરાણીના પ્રયત્નો પણ સફળ બની રહેશે. મહિલાઓને સામાજિક પ્રવૃત્તિમાં વ્યક્તિગત સફળતા પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓના અભ્યાસ એકંદરે અનુકૂળ બની રહેશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર સફળ જણાય છે. નવી નોકરીનો પ્રારંભ શક્ય જણાય છે. તા. ૧૨, ૧૩, ૧૪ યશસ્વી સફળ પુરવાર થશે. ભાગીદાર સાથેના સંબંધોમાં સાવધાની દાખવવી જરૂરી છે. અકારણ નાણાં ખર્ચ પણ ટાળવા જરૂરી છે. મુસાફરી અનિવાર્ય જણાય તો જ ગોઠવવી જરૂરી છે. ગૃહિણીઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ નવા અભ્યાસનો પ્રારંભ કરી શકશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણ માટેની તકનો ઉપયોગ કરી શકશો. નવી નોકરીનો પ્રારંભ થાય. કાર્યક્ષેત્રે આત્મવિશ્ર્વાસ વધશે. મુસાફરીઓ એકંદરે સફળતા દર્શાવે છે. નાણાં આવકની વૃદ્ધિ થશે. ભાગીદાર કાર્યક્ષેત્રે ઉપયોગી થશે. મિત્રોમાં યશ મેળવશો. મહિલાઓ પડોશ સંબંધોમાં વિવાદનો ઉકેલ મેળવી શકશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે દ્વિધા અનુભવાશે, પરંતુ ગ્રહયોગોની મદદ પણ જણાય છે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષાનુસાર નાણાંરોકાણ શક્ય જણાય છે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. વેપાર વધશે. જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી થાય. તા. ૯, ૧૦ના નિર્ણયો એકંદરે શુભ પુરવાર થશે. પ્રવાસ દ્વારા કારોબારના વિકાસના કામકાજ પણ સફળ થાય. નવીન કામકાજના પ્રારંભ માટેની તક પણ મેળવશો. મહિલાઓના આ સપ્તાહના નીજી કામકાજ અનુકૂળતાથી પૂર્ણ થઈ શકશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિનો અનુભવ થશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપાર અનુકૂળ બની રહેશે. નોકરીમાં યશ મેળવશો. નોકરીના અધિકારીની મદદ મેળવશો. ભાગીદાર કાર્યક્ષેત્રે ઉપયોગી થશે. અર્થવ્યવસ્થા વધુ સરાહનીય બની રહેશે. મહિલાઓના આ સપ્તાહના પ્રવાસ અનુકૂળ બની રહેશે. સ્વાસ્થ્ય જળવાશે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળ બની રહેશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબના દૈનિક સાપ્તાહિક વેપાર સફળ જણાશે. નોકરીમાં તા. ૧૦, ૧૧, ૧૩, ૧૪ શુભ પુરવાર થશે. કાર્યક્ષેત્રે ભાગીદાર, સલાહકાર ઉપયોગી વ્યક્તિ મેળવશો. નાણાં ઉઘરાણીના પ્રયત્નોમાં સફળતા મેળવશો. વેપારનો વિકાસ થાય. નવા નાણાં આવકના સાધનો પણ મેળવશો. મહિલાઓને પડોશ સંબંધમાં વિવાદનો ઉકેલ પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અધ્યયનના નિર્ણયો નિયમિતપણે સફળ થતાં જણાશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાંરોકાણ માટે માર્ગદર્શન મેળવશો. નવી નોકરીનો પ્રારંભ થાય. તા. ૧૨, ૧૩, ૧૫ના કામકાજ શુભ જણાય છે. આર્થિક પ્રગતિ જળવાઈ રહેશે. નવા વ્યવસાયના સંબંધો નિર્માણ થશે. કુટુંબીજનો સાથેના નાણાં વ્યવહાર પણ પૂર્ણ થશે. મહિલાઓને આ સપ્તાહમાં નવા કામકાજના પ્રારંભ માટે પતિનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસ માટે જરૂરી તકો પ્રાપ્ત થાય.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષાનુસાર સફળ તક મેળવશો. નોકરીમાં તા. ૯, ૧૦, ૧૩, ૧૫ શુભ પુરવાર થશે. સહોદરો સાથેના વિવાદનો ઉકેલ આવશે. મિત્રોમાં ગેરસમજણો દૂર થશે. વેપાર માટે જરૂરી સાધનો સગવડતાઓ મેળવશો. વાહન-મિલકતની અનુકૂળતાઓ પણ શક્ય જણાય છે. કુટુંબમાં મહિલાઓને પ્રાસંગિક જવાબદારીમાં અન્યનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં મિત્રોનો સહયોગ અભ્યાસની મૂંઝવણમાં પ્રાપ્ત થાય.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબના રોકાણ અને વેપારના કામકાજના નિર્ણયો સફળ બની રહેશે. નોકરીના સ્થળની બદલી જણાય છે. તા. ૧૦, ૧૧, ૧૪ના નિર્ણયો સ્વપ્રયત્ને લઈ શકશો. જમીન, મિલકત, મકાનના કામકાજ સફળ જણાશે. વેપારની વાટાઘાટો સફળ નીવડશે. ગૃહિણીઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ અભ્યાસના કામકાજ અર્થે મુસાફરીનું સફળ આયોજન ગોઠવી શકશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ તથા વાયદાના વેપાર પણ લાભદાયી પુરવાર થશે. નોકરીના કામકાજમાં તા. ૯, ૧૨, ૧૫ શુભ જણાય છે. ભાઈઓ સાથેના બગડેલા સંબંધોનો ઉકેલ આવશે. પ્રવાસ દ્વારા કારોબારનું કામકાજ સફળ બની રહેશે. કુટુંબના સભ્યો સાથેનો મતભેદ દૂર થાય. નાણાં આવક વધશે. મહિલાઓને કુટુંબીજનોમાં યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓના આ સપ્તાહના કામકાજ નિયમિતપણે સફળતાથી પૂર્ણ થઈ શકશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજાર માટે ધાર્યા મુજબના રોકાણના નિર્ણયોનો અમલ થઈ શકશે. નવી નોકરીનો પ્રારંભ શક્ય જણાય છે. તા. ૧૦, ૧૨, ૧૫ના વ્યવસાયના કામકાજ સફળ પુરવાર થશે. આ સપ્તાહમાં મંત્રણાઓ સફળ નીવડશે. નાણાંની અનુકૂળતાઓ અનુભવશો. વેપાર વધશે. મહિલાઓને નોકરીમાં યશ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અપેક્ષા મુજબના અભ્યાસના કામકાજ સફળતાથી પૂર્ણ થઈ શકશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…