સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૨-૬-૨૦૨૪ થી તા. ૮-૬-૨૦૨૪
ગ્રહગોચર: સપ્તાહમાં સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ અતિ ચારી ગતિએ ભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગી ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે.મંગળ મેષ રાશિમાં સમ ગતિએ માર્ગી ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે મીન રાશિમાં રહે છે. તા. ૩જીએ મેષ રાશિમાં, તા. ૫મીએ વૃષભ રાશિમાં, તા. ૭મીએ મિથુન રાશિમાં પ્રવેશે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના તેજીના વેપારમાં કામકાજ સફળ જણાશે. નોકરી માટે તા. ૪, ૫, ૬ નિર્ણયાત્મક જણાય છે. નાણાં કમાણીના સાધનો વધુ સક્ષમ બનશે. મિત્રોનો સુખદ અનુભવ થાય. કુટુંબના સભ્યો સાથેનો વિવાદ દૂર થશે. વ્યાપાર વધશે. મહિલાઓના કામકાજ વધુ શુભ પુરવાર થશે, સફળ પુરવાર થશે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે નવીન તકો પ્રાપ્ત થતી જણાશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સપ્તાહિક વેપાર સફળ રહેશે. નોકરી માટે ૨, ૪, ૫ શુભ પુરવાર થશે. મુસાફરીઓ દ્વારા નોકરીના કામકાજ પણ સંપન્ન થશે. નવા કામકાજનો પ્રારંભ શક્ય જણાય છે. બેન્ક લોન મેળવશો. વેપારના નિર્ણયો સફળતાથી લઈ શકશો. નાણાંની આવક વધશે. મહિલાઓને કાર્યક્ષેત્રે યશસ્વી અનુભવ થાય. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓ સફળતા મેળવશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સપ્તાહિક વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. આત્મવિશ્ર્વાસ ડહોળાઈ જાય તેમ છે. નોકરી માટે તા. ૨, ૩, ૪ નિર્ણયો લેવા માટે શુભ પુરવાર થશે. જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી સફળ બની રહેશે. પ્રવાસ દ્વારા કારોબારના વિકાસની તક મેળવશો. મહિલાઓને અધિકારી દ્વારા નોકરીના કામકાજ પૂર્ણ કરવા માટે સફળતા જણાશે. વિદ્યાર્થીઓના અધ્યયનના નિર્ણયો સ્વપ્રયત્ને સફળ પુરવાર થશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સપ્તાહિક વેપાર અને નવું નાણાંરોકાણ શક્ય જણાય છે. નોકરીમાં તા. ૨, ૪, ૫ના નિર્ણયો સકારાત્મક બની રહેશે. કુટુંબમાં નવીન વ્યક્તિનો ઉમેરો શક્ય જણાય છે. કુટુંબીજનોમાં પરસ્પર સંપ અને સંઘભાવના જળવાઈ રહેશે. સપ્તાહની નાણાંની આવક જળવાઈ રહેશે. ગૃહિણીઓને સંતાનની શૈક્ષણિક જવાબદારીમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓનો શિક્ષણ અર્થે પ્રવાસ શક્ય જણાય છે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના વાયદાના સોદા, દૈનિક સપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં જૂના અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે તા. ૪, ૫ શુભ બની રહેશે. કુટુંબના સભ્યોની પ્રગતિ જળવાઈ રહેશે. મિત્રો દ્વારા કારોબારના વિકાસ માટે સાનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓ નવા અભ્યાસ માટે સાનુકૂળ તકો મેળવશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના જૂનાં રોકાણમાંથી નાણાંલાભ મેળવશો. નોકરીમાં તા. ૨, ૫, ૬ સહકાર્યકરોની મદદ દર્શાવે છે. વૈચારિક મતભેદો દૂર થવાથી નોકરીમાં યશસ્વી અનુભવ કરશો. વેપાર વધશે. નાણાંની આવક વિશેની મૂંઝવણ દૂર થશે. સહપરિવાર પ્રવાસ જણાય છે. કાર્યક્ષેત્રે નવા નિર્ણયો લઈ શકશો. મહિલાઓ નવી નોકરીનો પ્રારંભ કરશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસની તકો પ્રાપ્ત થતી જણાશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબનું નવું રોકાણ શક્ય જણાય છે. નોકરીમાં તા. ૪, ૫, ૬ સફળતા દર્શાવે છે. આ સપ્તાહમાં નવા કામકાજનો પ્રારંભ થઈ શકશે. નવીન ભાગીદારી, નવા વ્યવસાયના સંબંધો નિર્માણ થશે. સંતાન પરિવારના કારોબારમાં જોડાઈ શકશે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસ માટેની સફળ તક પ્રાપ્ત થતી જણાશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ અને દૈનિક સપ્તાહિક વેપારના કામકાજ સફળ બની રહેશે. નોકરી માટે તા. ૩, ૪, ૫ સકારાત્મક જણાય છે. કારોબારની વાટાઘાટો તા. ૪, ૫મીએ સંપન્ન થશે. પ્રવાસ દ્વારા વેપારના વિકાસના કામકાજ સંપન્ન થશે. તા. ૩, ૪ના નિર્ણયો મહિલાઓને શુભ પુરવાર થતા જણાશે. વિદ્યાર્થીઓ નવા અભ્યાસના સાધનો પ્રાપ્ત કરશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંરોકાણ માટે સફળ તક મેળવશો. નોકરીના કામકાજ હસ્તગત કરવા માટે સફળતા મેળવશો. યશ મેળવશો. વેપાર વધશે. નાણાંઆવક આ સપ્તાહમાં વધશે. સંતાન પરિવારના કારોબારમાં ઉપયોગી થશે. મહિલાઓ મિત્ર વર્તુળમાં માન-પાન, યશ મેળવશે. સ્વાસ્થ્ય જળવાશે. વિદ્યાર્થીઓ અધ્યનનમાં એકાગ્રતા દાખવી શકશે.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સપ્તાહિક વેપાર અને વાયદાના વેપાર સફળ પુરવાર થશે. નોકરીમાં તા. ૨, ૫, ૭, ૮ શુભ પુરવાર થશે. મિલકતનો નિર્ણય લઈ શકશો. પરિવારજનોમાં યશ મેળવશો. અર્થવ્યવસ્થા વધુ સક્ષમ અનુભવશો. જૂના આર્થિક વ્યવહારો પૂર્ણ કરી શકશો. મહિલાઓને સંતાનના મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ પ્રાપ્ત કરશો. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા વાંચન, અભ્યાસની તક મળશેે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટેની અનુકૂળ તકો જણાય છે. નોકરીના સહકાર્યકરો સાથે વિવાદ ટાળી શકશો. મિલકતના નિર્ણયો સફળ બની રહેશે. તા. ૨, ૭, ૮મીએ નાણાંવ્યવહાર માટે સતર્કતા જાળવવી જરૂરી જણાય છે. કુટુંબના સભ્યોની પ્રગતિ જળવાઈ રહેશે. મહિલાઓને મિત્રો પરિવારના પ્રસંગોમાં ઉપયોગી થતા જણાશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં પ્રગતિ જાળવી શકશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજાર માટે નવા રોકાણના નિર્ણયોનો અમલ થઈ શકશે. પરંતુ વાયદાના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીના કામકાજ અર્થે મુસાફરી શક્ય છે. સપ્તાહમાં સ્થળાંતર પણ શક્ય છે. સહોદરો સાથેના સંબંધો તા. ૪, ૫, ૬ઠ્ઠીએ વધુ મજબૂત બની રહેશે. જૂનો અણગમો દૂર થશે. કાર્યક્ષેત્રના નિર્ણયો લેવા માટે મૂંઝવણોનો ઉકેલ પણ મેળવી શકશો. મહિલાઓને પરિવારજનો સાથેના મતભેદોનો ઉકેલ જણાશે. વિદ્યાર્થીઓ વાંચન અભ્યાસમાં બેધ્યાનપણું અનુભવે તેમ છે.