ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૩-૫-૨૦૨૪ થી તા. ૧-૬-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મીન રાશિમાંથી તા. ૧લીએ વૃષભ રાશિમાં પ્રવેશે છે. બુધ મેષ રાશિમાંથી તા. ૩૧મીએ વૃષભ રાશિમાં પ્રવેશે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. મંગળ પ્રારંભે ધનુ રાશિમાં રહે છે. તા. ૨૭મીએ મકરમાં, તા. ૨૯મીએ કુંભમાં, તા. ૩૧મીએ મીનમાં આવે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારનો વેપાર નાણા લાભ અપાવે તેમ દર્શાવે છે. નોકરીના સહકાર્યકરો સાથેનો સંપ જળવાઈ રહેશે. તા. ૨૭, ૨૮, ૩૦, ૩૧ શુભ ફળદાયી પુરવાર થશે. ભાગીદારથી નાણા લાભ મેળવશો. સપ્તાહની કારોબારની નાણાઆવકની વૃદ્ધિ થશે. રાજકારણના કામકાજમાં બેદરકારી દાખવવી નહીં. ભાગીદારથી યશ મેળવશો. મિલકતના કામકાજ નિયમિતપણે જળવાઈ રહેશે. મહિલાઓને સંતાનની જવાબદારીમાં યશસ્વી અનુભવ થશે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જરૂરી સાધનો મેળવી શકશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણારોકાણની તક મેળવશો. નોકરીમાં તા. ૨૭, ૩૦, ૩૧ લાભદાયી પુરવાર થાય. મિત્રો અર્થવ્યવસ્થા જાળવવા ઉપયોગી થશે. સામાજિક પ્રવૃત્તિ, રાજકારણમાં સફળતા મેળવશો. જૂની ઉઘરાણીના નાણાંની વસૂલીના પ્રયત્નો સફળ બની રહેશે. સેલ્સ, માર્કેટિંગના પરિણામ સફળ બની રહેશે. મહિલાઓને નોકરીના કામકાજમાં સફળતા જણાય. વિદ્યાર્થીઓ વાંચન, અભ્યાસમાં નિયમિતતા દાખવી શકશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું નાણારોકાણ તથા દૈનિક સાપ્તાહિક રોકાણ સફળ બનશે. નવી નોકરીનો પ્રારંભ શક્ય છે. તા. ૨૬, ૨૭, ૩૦, ૩૧ના કામકાજ સફળ પુરવાર થશે. બેન્ક લોન અથવા અન્ય ધિરાણથી નાણાં મેળવી શકશો. મહિલાઓને નોકરીમાં તા. ૨૬, ૨૭, સફળ પુરવાર થશે. આરોગ્ય જળવાશે. સહપરિવાર પ્રવાસ જણાય છે. વિદ્યાર્થીઓનો આ સપ્તાહનો અભ્યાસનો નિયમ સફળ પુરવાર થશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં સપ્તાહનો વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. તા. ૨૮, ૩૧, ૧ નિર્ણયાત્મક પુરવાર થશે. પરિવારજનોથી નાણાં મેળવી શકશો. નવા કામકાજનો પ્રારંભ શક્ય જણાય છે. નાણાઆવકની વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રે પરિવર્તનો નકારી શકાય નહિ. મહિલાઓના તા. ૨૬, ૨૭, ૨૮, ૨૯ના નિર્ણયો કાર્યક્ષેત્રે યશસ્વી બની રહેશે. વિદ્યાર્થીઓ શિક્ષકનો સહયોગ પ્રાપ્ત કરશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જરૂરી માર્ગદર્શન મેળવશો. નોકરીના કામકાજમાં યશ મેળવશો. તા. ૨૭, ૨૮, ૨૯ યશસ્વી પુરવાર થશે. જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી સફળ જણાય છે. વેપારના વિકાસ માટે પ્રવાસ સફળ જણાય છે. ભાગીદાર કાર્યક્ષેત્રે ઉપયોગી થશે. મહિલાઓના સપ્તાહના કામકાજ નિયમિતપણે જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓનો સહઅધ્યાયીઓના અભ્યાસનો મનસૂબો સફળ બની રહેશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણારોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપાર ફળદાયી પુરવાર થશે. નોકરીમાં સિદ્ધિદાયક કાર્યો સંપન્ન થાય. તા. ૨૮, ૩૦, ૩૧, ૧ યશસ્વી પુરવાર થશે. ભાગીદાર સાથેના સંબંધમાં વ્યવહારું વલણ દાખવવું જરૂરી જણાય છે. ઉઘરાણીની નાણાઆવક મેળવી શકશો. મહિલાઓનો નવા કારોબારનો પ્રારંભ શક્ય જણાય છે. તા. ૨૮, ૩૦, ૩૧ કાર્યક્ષેત્રે મહિલાઓને યશસ્વી જણાશે. વિદ્યાર્થીઓનો અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીમાં સ્થાન પરિવર્તન શક્ય જણાય છે. તા. ૨૬, ૨૭, ૧ના કામકાજમાં સફળતા મેળવશો. નવીન ભાગીદારી, નવા વ્યવસાયના સંબંધો નિર્માણ થશે. મદદનીશની બદલી શક્ય જણાય છે. મિત્રો કારોબારમાં ઉપયોગી બની રહેશે. ગૃહિણીઓને સંતાનના મૂંઝવતા પ્રશ્ર્નોમાં સરળતા જણાશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી તક પ્રાપ્ત થતી જણાશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારનું સપ્તાહનું કામકાજ સફળ બની રહેશે. નવી નોકરીનો પ્રારંભ શક્ય જણાય છે. તા. ૨૮, ૨૯, ૩૧, ૧ નોકરીની પ્રવૃત્તિમાં પ્રગતિસૂચક જણાય છે. મિલકતના નિર્ણયો લઈ શકશો. ભાગીદાર સાથેનો આર્થિક વ્યવહાર સફળ બનશે. તા. ૨૮, ૨૯, ૧લીના મહિલાઓના પરિવારજનો સાથેના વ્યવહાર સફળ બની રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસ, વાંચનમાં નિયમિતતા દાખવી શકશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષા મુજબના કામકાજ ફળદાયી પુરવાર થશે. નોકરીના સહકાર્યકરોનો સહયોગ જળવાઈ રહેશે. તા. ૨૮, ૩૦, ૧ અધિકારીની મદદ દર્શાવે છે. સાહસિકતાથી નવા કામકાજનો પ્રારંભ શક્ય જણાય છે. સામાજિક, રાજકીય પ્રવૃત્તિઓ યશસ્વી પુરવાર થશે. વ્યાપારનો નિર્ણય સફળ બનશે. ગૃહિણીઓનો પરિવારજનોનો સહયોગ જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ યશસ્વી પુરવાર થશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબના નાણારોકાણની તક મેળવશો. નોકરીના સ્થળની બદલી શક્ય છે. તા. ૨૬, ૨૭, ૨૮, ૧ નોકરી માટે યશસ્વી પુરવાર થશે. વાહન મિલકતની લે-વેંચ સફળ રહેશે. નાણાંની આવક જળવાઈ રહેશે. કુટુંબમાં મહિલાઓને પ્રાસંગિક જવાબદારી પૂર્ણ કરવા માટે સફળતા જણાશે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે અનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાશે. શાળા કોલેજના અભ્યાસનો નિર્ણય સફળ બની રહેશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીના હસ્તગત કામકાજ પૂર્ણ થઈ શકશે. તા. ૨૬, ૨૭, ૩૦, ૩૧ના રોજ નોકરી માટે જરૂરી સાધનો મેળવશો. ભાગીદાર ઉપયોગી થશે. અકારણ નાણાખર્ચ ટાળવા જરૂરી છે. મહિલાઓનો સહોદરો સાથેનો વ્યવહાર કુશળ પુરવાર થશે. વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસના નિર્ણયો સફળ પુરવાર થશે. અભ્યાસ અર્થે પ્રવાસ શક્ય જણાય છે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજાર માટેનો નિર્ણય સ્વતંત્રપણે સફળ બની રહેશે. નોકરીના કામકાજ અર્થે પ્રવાસ શક્ય છે. સરકારી અધિકારી કાર્યક્ષેત્રે ઉપયોગી થશે. નાણાખર્ચ વિશેના નિર્ણયો સાવધાનીપૂર્વક લેવા જરૂરી છે. પ્રવાસ સફળ બની રહેશે. નવા કામકાજનો પ્રારંભ થાય. કુટુંબમાં મહિલાઓને યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળ બની રહેશે. અધિકારી, શિક્ષક, ઉપયોગી બનશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ