ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧૯-૫-૨૦૨૪ થી તા. ૨૫-૫-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મીન રાશિમાં ભ્રમણ કરે છે. બુધ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર મેષ રાશિમાંથી તા. ૧૯મીએ વૃષભ રાશિમાં આવે છે. શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે.

તા. ૧૯મીએ ચંદ્ર ક્ધયામાં, તા. ૨મીએ તુલામાં, તા. ૨૩મીએ વૃશ્ર્ચિકમાં, તા. ૨૫મીએ ધનુ રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણ માટેના નિર્ણયો સફળ રહેશે. નોકરીમાં વ્યવહારુપણે પ્રશ્ર્નોનો ઉકેલ લાવી શકશો. તા. ૧૯, ૨૧, ૨૨ નાણાંના નિર્ણયો માટે શુભ પુરવાર થશે. તા. ૨૨મીએ મિલકતનો નિર્ણય લઈ શકશો. તા. ૨૩મીએ મિત્રોમાં મહિલાઓને યશસ્વી અનુભવ થાય. સહપરિવાર પ્રવાસ સફળ રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસ વાંચનમાં સફળતા મેળવશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટે જન્મકુંડળીના આધારે નિર્ણય લેવા જરૂરી છે. નોકરી માટે તા. ૯, ૨૧, ૨૨ શુભ જણાય છે. કુટુંબ માટે આ સપ્તાહમાં નિર્ણયો લઈ શકશો. કુટુંબની નાણાકીય બાબતો જળવાઈ રહેશે. કાર્યક્ષેત્રે વ્યક્તિગત પ્રભાવ વધશે. ગૃહિણીઓને સંતાનના મૂંઝવતા પ્રશ્ર્નોમાં રાહત જણાશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં અપેક્ષિત સફળતા પ્રાપ્ત કરી શકશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કામકાજ પદ્ધતિનું અનુકરણ કરી શકશો. નોકરીમાં પરિવર્તનો શક્ય જણાય છે. મિલકતના નિર્ણયો સફળ જણાશે. કોર્ટ-કાનૂની સવાલોનો ઉકેલ આવશે. વ્યવસાયના મિત્રો ઉપયોગી થશે. મહિલાઓને પતિનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ જળવાઈ રહેશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વેપાર લાભદાયી બનશે. રોકાણ પણ શક્ય છે. નોકરીના સહકાર્યકરોમાં સંપ જળવાશે. તા. ૧૯, ૨૩, ૨૫ના કામકાજ સરળ પુરવાર થશે. પ્રવાસમાં ઓળખાણો, હસ્તગત કામકાજ ઈત્યાદિ સફળ પુરવાર થશે. તા. ૨૨, ૨૩મીએ કાર્યક્ષેત્રે સફળતા મેળવશો. મહિલાઓને તા. ૨૧, ૨૫મીએ પતિનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં રમતગમત ઈત્તર પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ સફળતા મેળવી શકશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટે અનુકૂળ તકો મેળવશો. નોકરીમાં તા. ૨૧, ૨૨ સફળ જણાશે. વેપારના નવા કામકાજનો પ્રારંભ થાય. કારોબારની નાણાંની આવક વધશે. મિત્રો અપેક્ષા મુજબ કાર્યક્ષેત્રે મદદરૂપ થશે. મહિલાઓના કુટુંબજીવનના મતભેદોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં નિયમિતતા દાખવી શકશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનું વેપારનું કામકાજ લાભદાયી બનશે. દૈનિક વેપાર પણ લાભદાયી પુરવાર થાય. તા. ૧૯, ૨૩, ૨૪ના કામકાજ પ્રગતિસૂચક જણાય છે. ભાગીદાર સાથેના વિવાદમાં સફળતા મેળવશો. નિત્ય પ્રવૃત્તિઓ જાળવી શકશો. મહિલાઓનો સહપરિવાર પ્રવાસ શક્ય જણાય છે. વિદ્યાર્થીઓના અભ્યાસ નિયમિતપણે સફળતાથી જળવાઈ રહેશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંરોકાણ માટે સફળ તકો મેળવશો. તા. ૨૧, ૨૨, ૨૫ નોકરીની પ્રવૃત્તિઓ માટે યશસ્વી પુરવાર થશે. નોકરીના કામકાજમાં પરિવર્તનો શક્ય જણાય છે. તા. ૨૩, ૨૪ના નિર્ણયો એકંદરે શુભ પુરવાર થશે. ભાગીદાર કાર્યક્ષેત્રે ઉપયોગી થશે. મહિલાઓને નોકરીની પ્રવૃત્તિમાં અધિકારીનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને કુટુંબના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબનું માર્ગદર્શન જણાતું નથી. તા. ૧૯, ૨૩, ૨૫ના વ્યક્તિગત પ્રશ્ર્નો નોકરીમાં હળવા બનશે.નોકરીમાં તા. ૧૯, ૨૩, ૨૪ શુભ પુરવાર થશે. મિલકત-વાહનના નિર્ણયો લેવા માટે આ સપ્તાહમાં શુભ પુરવાર થશે. સપ્તાહમાં મદદનીશ મેળવશો. અર્થવ્યવસ્થાનું આયોજન સફળ બની રહેશે. ગૃહિણીઓને કુટુંબીજનોમાં મતભેદોનો ઉકેલ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ નવા અભ્યાસનો પ્રારંભ કરી શકશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટે સફળ તકો જણાય છે. નોકરીમાં તા. ૧૯, ૨૦, ૨૨ના કામકાજ સફળતા દર્શાવે છે. નોકરીમાં તા. ૧૯, ૨૨, ૨૩ના કામકાજ એકંદરે યશસ્વી પુરવાર થશે. સાહસિકતાથી સ્વતંત્ર કામકાજ પ્રારંભી શકશો. નાણાંની જવાબદારીઓ સફળતાથી પૂર્ણ થશે. મહિલાઓને આ સપ્તાહમાં પ્રાસંગિક જવાબદારીમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસ માટે જરૂરી સાધનો પ્રાપ્ત થતા જણાશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. પ્રવાસ દ્વારા તા. ૧૯, ૨૦, ૨૪, ૨૫મીએ કામકાજ સફળતાથી પૂર્ણ કરી શકશો. નોકરી માટે તા. ૨૧, ૨૨, ૨૩ સફળતા સૂચક જણાય છે. નવા કામકાજનો પ્રારંભ થાય. અર્થવ્યવસ્થા વધુ સરળ પુરવાર થશે. કુટુંબના પ્રશ્ર્નનો ઉકેલ આ સપ્તાહમાં આવે તેમ છે. મહિલાઓને યશસ્વી અનુભવ થાય.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અકારણ નાણાં વ્યય શક્ય હોઈ વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીમાં તા. ૧૯, ૨૦, ૨૩મીએ સફળ તકો મેળવશો. સપ્તાહમાં અકારણ નાણાખર્ચ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. તા. ૨૧, ૨૩, ૨૪ના કામકાજમાં યશ મેળવશો. આ સપ્તાહમાં નાણાંની આવક જળવાશે. વેપાર વધશે. મહિલાઓને કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં સફળ તકો પ્રાપ્ત થતી જણાય.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં તા. ૧૯, ૨૪, ૨૫મીએ સફળતા અનુભવશો. નવી નોકરીનો પ્રારંભ શક્ય જણાય છે. વેપાર વધશે. નવા કામકાજનો પ્રારંભ થશે. મહિલાઓના કુટુંબીજનો સાથેના મતભેદોનો ઉકેલ આવશે. તા. ૧૯, ૨૪, ૨૫ના કામકાજમાં યશ મેળવશો. સહપરિવાર પ્રવાસ શક્ય જણાય છે. વિદ્યાર્થીઓને અધ્યયનમાં સફળતા જણાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી