સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૫-૫-૨૦૨૪ થી તા. ૧૧-૫-૨૦૨૪
ગ્રહગોચર: આ સપ્તાહમાં સૂર્યનારાયણ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી મંગળ સમ ગતિએ મીન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. સપ્તાહમાં માર્ગી બુધ મીન રાશિમાં તેજ ગતિએ ભ્રમણ કરે છે. બુધ મેષ રાશિમાં તા.૧૦મીએ પ્રવેશે છે. ગુરુ વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે. સમગ્ર સપ્તાહમાં માર્ગી શુક્ર મેષ રાશિમાં સમ ગતિએ ભ્રમણ કરે છે. સમગ્ર સપ્તાહમાં શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. પ્રારંભે ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરે છે. તા. ૬મીએ મેષમાં તા. ૮મીએ વૃષભમાં, તા. ૧૦થીએ મિથુન રાશિમાં ભ્રમણ કરે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના કામજાજમાં અનુકૂળ રહે છે. નવા રોકાણની તક મેળવશો. સપ્તાહનાં અંતે તેજીનો વેપાર શક્ય છે.નોકરીમાં પરિવર્તનો આવશે. તા.૭, ૮, ૧૦ સફળતા દર્શાવે છે. નાણાંની વસૂલી એકાંતરે સફળતાથી પૂર્ણ થશે. મહિલાઓ સ્વાસ્થ્યની અનુકૂળતા તથા કામકાજ પ્રગતી જોશે. મિત્રોની મદદ મળે. વિદ્યાર્થીઓ અપેશ્રિત સફળતા મળવાથી આત્મ વિશ્ર્વાસ અનુભવશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વેપારથી ણાણાં લાભ મેળવશો.વર્તમાન પોર્ટફોલિઓમાં વધુ શેરનાં ઉમેરા થશે.નોકરીમાં તા.૬૭,૮,૧૧ અનુકૂળતા જણાશે. કામકાજમાં, પ્રવાસમાં, સફળતા મેળવશો. અકારણ નાણાં ખર્ચ તાળવા જરૂરી છે.મહિલાઓનો સપ્તાહનો નાણાં ખર્ચનો વિચાર સફળ બની શકશે.સબંધીઓ પ્રસંગોમાં ઉપયોગી થશે.વિદ્યાર્થીઓ અધ્યયનમાં સરળતા અનુભવશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વેપારથી લાભ થાય. નૌકરી માં તા.૬.૭.૧૦ સફળતા જણાશે.નાણાં ઉઘરાણી માટનો પ્રવાસ સફળ રહેશે.નવા કામકાજનો પ્રારંભ ગોચર ફળ દર્શાવે છે.જુના કોર્ટ કાયદાનાં પ્રશ્ર્નનો ઉકેલ આવશે.નોકરીમાં મહિલાઓને સફળ તકો પ્રાપ્ત થતી જણાશે.નવાં કામકાજનો પ્રારંભ થશે. વિદ્યાર્થીઓ ઉચ્ચ અધ્યયનમાં નિયમિત રહેશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વાયદાનાં વેપારમાં લાભ થશે. ઇચ્છિત રોકાણ થાય.તા.૫,૬,૯ નોકરી ક્ષેત્રે સફળતા દર્શાવે છે.મિલકતનાં નિર્ણય લઇ શકશો.નવાં કામોનો પ્રારંભ થઇ શકશે.નાણાંની આવક જણવાશે.સ્થળાંતર થાય.મહિલાઓને પતિનો સહયોગ સમસ્યાનાં ઉકેલ માટે પ્રાપ્ત થશે.નોકરી ક્ષેત્રે સફળતા જણાશે. વિદ્યાર્થીઆનોે સહપરિવાર પ્રવાસ સફળ જણાશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણની તક મેળવશો. નોકરીનાં કામકાજ સફળ બની રહેશે.પ્રવાસ દ્વારા નોકરીમાં કામકાજ સફળ બની રહેશે.મિલકતનાં નિર્ણયો લઇ શકશો. મહિલાઓને મિલકતની ખરીદીમાં સરળતા જણાશે.વિધ્યાર્થીઓનો સપ્તાહનો પ્રવાસ શૈક્ષણિક પ્રવાસ સફળ બની રહેશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજાર સાપ્તાહિક વેપાર સફળ રહેશે.તા.૫,૬,૧૧ નાં કામોમાં યશ મેળવશો.નવી નોકરીનો પ્રારંભ થશે.ભાગીદાર સાથેનાં વિવાદોનો ઉકેલ આવશે. નાણાં આવકનાં નવાં સાધનો મેળવશો. કાર્યક્ષેત્રે આત્મવિશ્ર્વાસ દઢ બનશે.ગૃહિણીઓનાં પ્રાસંગિક કામો સપ્તાહમાં સંપન્ન થાય. વિદ્યાર્થીઓના અભ્યાસનાં નિર્ણયો સફળ પુરવાર થશે. સંશોધન ક્ષેત્રે સફળ રહેશો.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતી અપનાવી શકશો. નોકરીમાં સફળતાનો અનુભવ કરશો. નોકરીમાં અધિકારીનો સહારો મેળવશો. કાર્યક્ષેત્રે યશ મેળવશો. મિત્રોનો સાથ સહકાર મેળવશો. મહિલાઓનાં પ્રાસંગિક જવાબદારીનાં કામકાજ સ્વપ્રયત્ને સફળ રહેશે.વિદ્યાર્થીઓનાં અભ્યાસમાં સફળ બની રહેશે.મિત્રા સાથેેનાં વિવાદો દૂર થશે
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક, સાપ્તાહિક વેપાર લાભહદાયી પુરવાર થશે. તા.૬,૭ ૧૦નાં નોકરીનાં કામકાજ સફળ બની રહેશે.પ્રવાસ દ્વારા વેપારનાં કામકાજ ઉપયોગી બની રહેશે. નવાં કામકાજનાં નિર્ણયો યશસ્વી બની રહેશે.મહિલાઓને સગાસબંધીઓમાં યશસ્વીપણાનો અનુભવ થશે. સ્વાસ્થ્ય જાળવણી માટેની સતર્કતા ઉપયોગી બની રહેશે. કુટુંબીજનોનૌ સહયોગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક બની રહેશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણની તક પ્રાપ્ત કરશો.તા.૮,૯,૧૦ નોકરી માટે ઉપયોગી બની રહેશે. વાહન મિલકતનાં નિર્ણયો ઉપયોગી પુરવારથશે. નવી ખરીદી સફળ બની રહેશે.કાર્ય ક્ષેત્રે મહિલાઓને સફળતાનો અનુભવ થશે. સહપરિવાર પ્રવાસ સપ્તાહમાં શક્ય જણાય છે.કુટુંબીજનોમાં યશસવી બનશો. વિદ્યાર્થીઓનો અભ્યાસ નિયમિતપણે જળવાયી રહેશે. સહ અધ્યાયીઓમાં યશ મેળવશો.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવાં રોકાણનીતક મેળવશો.તા.૫,૬,૧૧નાં કારોબારમાં યશ મેળવશો. નાણાં આવકની વૃદ્ધિ થશે. વાહન, મિલકત, સગવડતાનાં સાધનોની ખરિદી સફળ બની રહેશે.ભાઇઓ સાથેનાં નાણાં વ્યવહાર સંપન્ન થશે. મહિલાઓ સગાં સબંધીઓમાં યશ મેળવશો.વિધ્યાથીઓના અભ્યાસનાં કામકાજ નિયમિત પણે જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય જાળવણી માટેનાં પ્રયત્નો સફળ બની રહેશે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં કામકાજથી લાભ થશે. મિલકતનાં અયોજનો થઇ શકશે. નવી નોકરીનો પ્રારંભ થશે. નાણાંની અનુકૂળતાઓ અનુભૂવશો. કાર્યક્ષેત્રે સરળતા અનુભવશો.મહિલાઓનાં ભાઇ બહેનો સાથેનાં મતભેદો દૂર થશે. સહપરિવાર યાત્રા સફળ નીવડશે. વિદ્યાર્થીઓના અભ્યાસ નિયમિત જળવાઇ રહેશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણાં રોકાણ શક્ય જણાય છે.નોકરીનાં અધિકારીનો સહયોગ મેળવશો.સામાજિક જીવનમાં યશ મેળવશો.નાણાંની આવક જળવાશે. નવાં નાણાં આવકનાં સાધનો મેળવશો મહિલાઓનો ભાઇ બહેનોમાં સંપ જળવાશે. કુટુંબના ંપ્રસંગો સફળતાથી ઉજવી શકશો. વિદ્યાર્થીઓનાં અભ્યાસનાં નિર્ણયોસફળ પુરવાર થશે.જરુરી સાધનો મેળવી શકશો.