ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧-૧૦-૨૦૨૩ થી તા. ૭-૧૦-૨૦૨૩

ગ્રહગોચર: સૂર્યનારાયણ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ ક્ધયામાંથી તુલામાં તા. ૩જીએ પ્રવેશે છે. માર્ગી બુધ અતિચારી ગતિએ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. શુક્ર સિંહ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે મેષ રાશિમાં રહે છે. તા. ૩જીએ વૃષભમાં, તા. ૫મીએ મિથુનમાં, તા. ૭મીએ કર્ક રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના વેપારમાંથી લાભ પ્રાપ્ત કરશો. નવી નોકરીનો પ્રારંભ શક્ય જણાય છે. નોકરીમાં અપેક્ષિત જવાબદારી પ્રાપ્ત કરશો. નાણાંની ઉઘરાણીનાં પ્રયત્નો સફળ પુરવાર થશે. સંતાન પરિવારના કારોબારમાં સામેલ થશે. મહિલાઓને નરમ સ્વાસ્થ્યમાં અનુકૂળતાઓ પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ આ સપ્તાહમાં સફળ થતાં જણાશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નવીન ભાગીદારીની રચનાની શક્યતા જણાય છે. કારોબારની નાણાં આવકની વૃદ્ધિ થશે. કારોબાર માટે સવલતો-સગવડતાનાં સાધનો મેળવશો. મહિલાઓના સગા-સંબંધીઓ સાથેના સંપર્કો જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓનો શિક્ષણ પ્રવૃત્તિનો પ્રવાસ સફળ પુરવાર થશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. સહોદરો સાથેના આ સપ્તાહના આર્થિક વ્યવહાર સંપન્ન થશે. મુસાફરી દ્વારા નાણાઉઘરાણીના પ્રયત્નો સફળ રહેશે. મહિલાઓને વડીલોનો સહયોગ કુટુંબની જવાબદારી માટે પ્રાપ્ત થાય. સહપરિવાર પ્રવાસ જણાય છે. વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસના કામકાજ નિયમિતપણે જળવાઈ રહેશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂનાં નાણારોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીના કામકાજમાં પરિવર્તનો આવે તેમ છે. વાહન, મકાન ઈત્યાદિનો નિર્ણય લઈ શકશો. કોર્ટ-કાયદાના પ્રશ્ર્નનો ઉકેલ આવશે. મુસાફરી દ્વારા મહિલાઓના કુટુંબ જીવનના જવાબદારીના કામકાજ પૂર્ણ થતાં જણાશે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે સફળ તકો પ્રાપ્ત થતી જણાય.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં સ્થળની બદલી શક્ય જણાય છે. નવા કારોબારનો પ્રારંભ થાય. નાણાઆવકની અનુકૂળતા અનુભવશો. કુટુંબ જીવનના યશસ્વી અનુભવ મહિલાઓને આ સપ્તાહમાં ગોચર ગ્રહફળ દર્શાવે છે. વિદ્યાર્થીઓને નિત્ય અભ્યાસ માટે એકાગ્રતા અને અનુકૂળતાનો અનુભવ થાય.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવાં નાણારોકાણ માટે અનુકૂળ તકો મેળવશો. નોકરીમાં નવા કામકાજનો પ્રારંભ થઈ શકશે. નવું નાણારોકાણ આ સપ્તાહમાં ગોચરફળ દર્શાવતું નથી. મિત્રો સાથેના જૂનાં અધૂરા રહેલા નાણાવ્યવહાર આ સપ્તાહમાં સંપન્ન થશે. મહિલાઓ નોકરી તથા અન્ય કાર્યક્ષેત્રે યશસ્વીપણું અનુભવશે. વિદ્યાર્થીઓ કઠીન અભ્યાસના વિષયો માટે માર્ગદર્શન પ્રાપ્ત કરશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નાણારોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નોકરીમાં હસ્તગત કામકાજમાં પરિવર્તનો આવે તેમ છે. મિત્રો સાથેના નાણાવ્યવહાર સફળ નીવડશે. પ્રવાસમાં અપેક્ષિત કામકાજ સંપન્ન થશે. જૂની ઉઘરાણીના નાણાંની વસૂલી થાય. મહિલાઓને સંતાનના શૈક્ષણિક જવાબદારીના કામકાજમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓને અધ્યયનમાં અનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં સહકાર્યકરો સાથે વિવાદ ટાળી શકશો. સંતાન પરિવારના કારોબારમાં જોડાશે. કારોબારની નાણાઆવકની વૃદ્ધિ થાય. મહિલાઓ કિંમતી રાચરચીલું સગવડતાનાં સાધનો મેળવી શકશે. વિદ્યાર્થીઓનો અભ્યાસ એકંદરે નિયમિતપણે જળવાઈ રહેશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. સંતાન પરિવારના કારોબારમાં સામેલ થશે. જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી સરળતાથી થઈ શકશે. મિત્રોમાં કારોબાર અંગેની વાટાઘાટો સફળ પુરવાર થશે. મહિલાઓના પડોશ સંબંધોમાં મતભેદો દૂર થાય. વિદ્યાર્થીઓના અભ્યાસના નિત્ય કામકાજ આ સપ્તાહમાં સફળતાથી જળવાઈ રહેશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણના નિર્ણયનો અમલ કરી શકશો. કારોબાર માટે જરૂરી સાધન-સગવડતાઓ મેળવી શકશો. જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી શક્ય છે. જૂનાં નાણાઆવકનાં સાધનો મેળવશો. મહિલાઓનો સપરિવાર પ્રવાસ સફળ નીવડશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસ માટે અનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાય.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નોકરીના અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે. નવી ભાગીદારીની રચના શક્ય જણાય છે. મહિલાઓને પ્રાસંગિક જવાબદારીમાં સ્વજનોનો સહયોગ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય જળવાશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સાધનો, સગવડતાઓ પ્રાપ્ત થશે. નવા અભ્યાસનો પ્રારંભ શક્ય જણાય છે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિનું શિક્ષણ અને અમલ થઈ શકશે. નોકરીમાં યશ મેળવશો. ભાગીદાર કાર્યક્ષેત્રે ઉપયોગી થશે. નિર્ણયો લેવામાં સ્વપ્રયત્ને સફળતા મેળવી શકશો. પ્રવાસ દ્વારા મહિલાઓના પરિવારના જવાબદારીના કામકાજ સંપન્ન થશે. વિદ્યાર્થીઓને કુટુંબના સભ્યોનો સહયોગ, પ્રોત્સાહન પ્રાપ્ત થાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…