સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૨૮-૪-૨૦૨૪ થી તા. ૪-૫-૨૦૨૪
ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મેષ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ સ્થિર ગતિએ મીન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. માર્ગી બુધ મીન રાશિમાં દૈનિક મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં તા. ૧લીએ પ્રવેશે છે. શુક્ર મેષ રાશિમાં શીઘ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર ધનુ રાશિમાં સપ્તાહમાં પ્રારંભે ભ્રમણ કરે છે. તા. ૩૦મીએ મકરમાં તા. ૨જીએ કુંભમાં, તા. ૪થીએ મીન રાશિમાં ભ્રમણ કરે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના લાંબા સમયના રોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નોકરીના કામકાજમાં પરિશ્રમનો અનુભવ થાય, પરંતુ સફળતા મેળવી શકશો. કામકાજ પૂર્ણ કરવા માટે તા. ૩૦, ૧, ૨ અનુકૂળ જણાશે. કારોબારના નાણાંના કામકાજ, વ્યવહાર સફળ બની રહેશે. રાજકારણ, જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં યશ મેળવશો. મહિલાઓના કુટુંબીજનો સાથેના મતભેદોનો ઉકેલ આવશે. અર્થવ્યવસ્થા અનુકૂળ બની રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સફળતા જણાશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબનું દૈનિક સાપ્તાહિક વેપારનું કામકાજ લાભદાયી પુરવાર થશે. મુસાફરી દ્વારા નોકરીના કામકાજ તા. ૧, ૨, ૩ના રોજ સંપન્ન થાય. સામાજિક, રાજકીય જવાબદારીઓમાં બેધ્યાનપણું ન આવે તે જોવું જરૂરી છે. નાણાંના વ્યવહારોમાં સતર્કતા લાવવી જરૂરી છે. તા. ૩૦, ૨ના રોજ મહિલાઓનો સહપરિવાર પ્રવાસ જણાય છે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં કુટુંબના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવાં નાણાંરોકાણ માટે અનુકૂળ તકો પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રગતિની તકો મેળવશો. મહત્ત્વની જવાબદારી પૂર્ણ કરવા માટે સફળ રહેશો. નવા કારોબારનો પ્રારંભ થાય. કાર્યક્ષેત્રે મિત્રો ઉપયોગી થશે. તા. ૨૮, ૨૯, ૪ના કામકાજમાં સરળતા જણાશે. વ્યવહારીકપણે મહિલાઓના કુટુંબના પ્રશ્ર્નનો ઉકેલ આવશે. મહિલાઓને પ્રાસંગિક જવાબદારીમાં યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ અનુકૂળ જણાશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વાયદાના વેપારમાં અનુભવ અને ગોચરફળ શુભ ફળદાયી પુરવાર થશે. નોકરીમાં યશ મેળવશો. કાર્યક્ષેત્રે પ્રગતિ જણાશે. નાણાં આવકની વૃદ્ધિ થશે. સરકારી-કાનૂની કામકાજ પૂર્ણ કરી શકશો. મહિલાઓને કાર્યક્ષેત્રે પરિશ્રમ છતાંય સફળતા જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવી પ્રવૃત્તિઓમાં યશ પ્રાપ્ત થતો જણાશે. શૈક્ષણિક પ્રવાસો પણ સફળ બની રહેશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના રોકાણ માટે સફળ તકો મેળવશો. નોકરીના કામકાજમાં સફળતા મેળવશો. આયાત-નિકાસના કામકાજમાં સફળતા જણાય છે. ઉત્પાદનની પ્રવૃત્તિઓનો વિકાસ થશે. કોર્ટ કાયદા-વકીલાત સલાહસૂચન ઈત્યાદિમાં સફળતા રહેશે. સપ્તાહની કારોબારની આવકની વૃદ્ધિ થશે. મહિલાઓને આ સપ્તાહમાં નિત્ય પ્રવૃત્તિઓ અનુકૂળ બનતી જણાશે. પરિવારના પ્રસંગો શુભ બની રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં કુટુંબીજનોનો સહયોગ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પ્રાપ્ત થતો જણાશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિનો અમલ થઈ શકશે. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. તા. ૧, ૨, ૪ના કામકાજ સફળ બનતા જણાશે. સપ્તાહનો વેપાર વધશે. નાણાં આવક વધશે. જૂની ઉધારીની વસૂલી સફળ બની રહેશે. કિંમતી ચીજોની ખરીદી અનુકૂળ જણાશે. મહિલાઓને ધાર્મિક કાર્યો પ્રસંગો માટે ગોચરફળ શુભ જણાય છે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં અભ્યાસના કામકાજમાં સંઘર્ષમાં રાહત જણાશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણાંરોકાણ શક્ય જણાય છે. નોકરીમાં સ્થાન બદલી શક્ય છે. તા. ૨૮, ૨૯, ૩, ૪ના દૈનિક કામકાજ સફળ બની રહેશે. કાર્યક્ષેત્રે ઉપયોગી મિત્રો મેળવશો. વેપારના કામકાજમાં સફળતા મેળવશો. નાણાં આવક વધશે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસના કામકાજ સફળ બની રહેશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબનું નવું રોકાણ શક્ય છે. નોકરીના સહકાર્યકરોમાં યશ મેળવશો. પ્રવાસ સફળ નીવડશે. તા. ૨૮, ૩૦, ૧ના કામકાજ સફળ બની રહેશે. જૂની વેપારની ઉઘરાણીના નાણાં મેળવી શકશો. વ્યક્તિગત મૂંઝવણો કાર્યક્ષેત્રે દૂર થવાથી ઉત્સાહ અને આત્મવિશ્ર્વાસનો ઉમેરો થશે. ગૃહિણીઓને સંતાનનાં જવાબદારીનાં કામો સરળ થતાં જણાશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિમાં સફળતા જણાશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષા મુજબ રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં અધિકારીનો સહયોગ મેળવશો. તા. ૨૮, ૨૯, ૩, ૪ના કારોબારના કામકાજ સફળ પુરવાર થશે. આ સપ્તાહમાં પરિવારજનોનો સહયોગ મેળવશો. પરિવારજનો સહિત પ્રવાસ જણાય છે. મહિલાઓના આ સપ્તાહના કુટુંબીજનો સાથેના મતભેદોનો ઉકેલ જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસ, ઉચ્ચ અભ્યાસ માટે સફળ તકો પ્રાપ્ત થતી જણાશે.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણ માટે સફળ તકો મેળવશો. નોકરીના કામકાજ અર્થે પ્રવાસ શક્ય છે. કુટુંબીજનોમાં આર્થિક વ્યવહાર આ સપ્તાહમાં પૂર્ણ કરી શકશો. જરૂરી મિલકત વાહન, સગવડતાનાં સાધનો મેળવી શકશો. ભાગીદાર સાથેના મતભેદોનો ઉકેલ આવશે. ગૃહિણીઓને પરિવારના પ્રસંગોમાં યશ પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના નિત્ય કામકાજ એકંદરે લાભદાયી પુરવાર થશે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વેપારથી નાણાલાભ માટે ગોચરફળ શુભ જણાય છે. નોકરીમાં અધિકારી ઉપયોગી થશે. વાકચાતુર્યતા અને વ્યવહારુપણું ઉપયોગી થશે. કાર્યક્ષેત્રના નિર્ણયો માટે આ સપ્તાહના ગોચરગ્રહો શુભ ફળદાયી બની રહેશે. મહિલાઓના સહોદરો સાથેના મતભેદોનો ઉકેલ આવશે. કાર્યક્ષેત્રે વ્યક્તિગત માનપાન વધશે. વિદ્યાર્થીઓ અધ્યયનના નિર્ણયો સ્વતંત્રપણે લઈ શકશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબનું વેપારનું કામકાજ શુભ પુરવાર થશે. નોકરીના કામકાજમાં સફળ તકો મેળવશો. તા. ૨૮, ૨૯, ૧, ૨ના કારોબારના નિર્ણયો લાભદાયી પુરવાર થશે. સપ્તાહમાં મિલકતના નિર્ણયો લઈ શકશો. પ્રવાસ એકંદરે ફળદાયી પુરવાર થશે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.