ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૧-૪-૨૦૨૪ થી તા. ૨૭-૪-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મેષ રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી મંગળ કુંભ રાશિમાંથી તા. ૨૩મીએ મીનમાં પ્રવેશે છે. વક્રી બુધ મીન રાશિમાં તા. ૨૫મીએ માર્ગી થાય છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર મીનમાંથી તા. ૨૪મીએ મેષ રાશિમાં પ્રવેશે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. પ્રારંભે ચંદ્ર ક્ધયા રાશિમાં રહે છે. તા. ૨૩મીએ તુલા રાશિમાં, તા. ૨૫મીએ વૃશ્ર્ચિકમાં આવી સપ્તાહના અંત સુધી અહીં વૃશ્ર્ચિકમાં રહે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના કામકાજમાં પરિવર્તનો જણાય છે. નોકરીમાં તા. ૨૨, ૨૫, ૨૪મીએ સરળતા અનુભવશો. અકારણ નાણાંનું રોકાણ હિતાવહ નથી. પરંતુ કારોબારની નાણાઆવક જળવાઈ રહેશે. ધાર્યા મુજબ નાણાલેવડદેવડ પૂર્ણ કરી શકશો. મુસાફરીઓ આ સપ્તાહમાં સ્થળાંતર શક્ય છે. મહિલાઓ પરિવારની જવાબદારીમાં સફળ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અનુકૂળતા જણાશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષિત નાણારોકાણ શક્ય જણાય છે. અધિકારી દ્વારા નોકરીમાં તા. ૨૩, ૨૪, ૨૬મીએ અનુકૂળ તકો મેળવશો. પ્રવાસ દ્વારા વેપારના વિકાસના કામકાજ સફળ બનશે. નાણાંની ઉઘરાણી અનુકૂળ બની રહેશે. મહિલાઓને કુટુંબમાં યશસ્વી અનુભવ થાય. પ્રવાસ દ્વારા પરિવારના જરૂરી કામકાજ પૂર્ણ કરી શકશો. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓ સફળ નીવડશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. ટ્રેડિંગના કામકાજમાં આત્મવિશ્ર્વાસ વધશે. વેપારના જૂના નાણાંની વસૂલી સરળતાથી શક્ય બની રહેશે. પ્રવાસ દ્વારા વેપારના વિસ્તરણના જવાબદારીના કામકાજ પૂર્ણ કરી શકશો. ગૃહિણીઓને સંતાનના અભ્યાસના કામકાજમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓનો નિત્ય અભ્યાસ સફળ પુરવાર થશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. જૂનું રોકાણ પણ ઉપયોગી થશે. નોકરીમાં બઢતી થાય. તા. ૨૧, ૨૨, ૨૫, ૨૬ના નોકરીના કામકાજમાં સરળતા બની રહેશે. મુસાફરીઓ આ સપ્તાહમાં લાભદાયી પુરવાર થશે. મહિલાઓને આ સપ્તાહમાં સપરિવાર પ્રવાસના આયોજનમાં સફળતા મેળવશો. વિદ્યાર્થીઓ સહઅધ્યાયીઓ સાથેના અભ્યાસનું આયોજન સફળતાથી પૂર્ણ કરી શકશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનાં કામકાજ એકંદરે સફળ બની રહેશે. આત્મવિશ્ર્વાસ દઢ બનશે. જરૂરી માર્ગદર્શન મેળવશો. નોકરીના કામકાજમાં યશ મેળવશો. નાણાંની આવક જળવાઈ રહેશે. પ્રવાસ દ્વારા વેપારના કામકાજ પૂર્ણ કરી શકશો. મહિલાઓને આ સપ્તાહમાં નિજી કામકાજમાં પતિનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં અભ્યાસના સાધનો સરળતાથી પ્રાપ્ત થતાં જણાશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનું કામકાજ ઉત્સાહભર્યું રહેશે. તેજીના વેપારમાં તથા લાંબા સમયના રોકાણ માટે ગોચરફળ શુભ છે. નોકરીની પ્રવૃત્તિઓ નિયમિતપણે જાળવી શકશો. સફળતા મેળવશો. વેપાર તથા અન્ય નાણાઆવકના સાધનો સરાહનીય પુરવાર થશે. ગૃહિણીઓને પડોશ સંબંધોમાં સરળતા તથા વિવાદનો ઉકેલ પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના શૈક્ષણિક કાર્યક્રમો અનુકૂળ બની રહેશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વાયદાના વેપારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લેવામાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીનાં સહકાર્યકરો ઉપયોગી પુરવાર થશે. કુટુંબના કારોબારમાં સફળતા, યશ મેળવશો. આર્થિક વ્યવહારો સફળ નીવડશે. સંતાન પરિવારના કામકાજમાં ઉપયોગી થશે. મહિલાઓના કુટુંબના સભ્ય સાથેના મતભેદ દૂર થશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નવીન તકો પ્રાપ્ત થતી જણાશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના નવા રોકાણ તથા જૂનાં રોકાણના કામકાજ સફળ નીવડશે. નોકરીમાં તા. ૨૧, ૨૨, ૨૬ પ્રગતિસૂચક જણાય છે. મિત્રતા આ સપ્તાહમાં ઉપયોગી પુરવાર થશે. કુટુંબીજનોમાં આર્થિક વ્યવહાર પૂર્ણ થશે. મુસાફરીઓ સહપરિવાર જણાય છે. મહિલાઓને કાર્યક્ષેત્રે પરિશ્રમ છતાંય સફળતાનો ઉત્સાહ જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ સફળ અને નિયમિત બની રહેશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં આત્મવિશ્ર્વાસ દઢ બનશે. પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ પૂર્ણ કરી શકશો. તા. ૨૧, ૨૨, ૨૪, ૨૫ના નિર્ણયો સફળ બની રહેશે. કારોબારમાં સરકારી અધિકારી સાથેનો વ્યવહાર સફળ બની રહેશે. કાયદાના પ્રશ્ર્નોનો ઉકેલ આવશે. મિત્રતાનો મહિલાઓને સુખદ અનુભવ થાય. આરોગ્ય જળવાશે. કુટુંબીજનોમાં યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓને સહઅધ્યાયીઓ ઉપયોગી થશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટેનાં નિર્ણયનો અમલ કરી શકશો. પ્રવાસથી નોકરીની પ્રવૃત્તિઓ ઉપયોગી બનશે. નોકરીમાં ઉપરી અધિકારી પણ ઉપયોગી થશે. અકારણ નાણાખર્ચ ટાળવા જરૂરી છે. સહોદરો સાથેના નાણાવ્યવહાર પૂર્ણ થશે. મહિલાઓનો સહપરિવાર પ્રવાસ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવીન તકો પ્રાપ્ત થશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનાં કામકાજમાં લાભ થશે. વેપાર સફળ રહેશે. નોકરીના કામકાજને લીધે પ્રવાસ થાય. સ્થળ પણ બદલાઈ શકે છે. સાહસિકતાથી નવા કામકાજનો પ્રારંભ પણ શક્ય જણાય છે. ક્રોધાવેશ પર કાબૂ રાખવો જરૂરી છે. અકારણ નાણાખર્ચ ટાળવા જરૂરી છે. મહિલાઓના કુટુંબના સભ્યો સાથેના મતભેદો દૂર થશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં ધાર્યા મુજબ અનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટે અનુકૂળ તકો જણાય છે. પ્રવાસ દ્વારા વેપારના વિકાસના કામકાજ સફળ નીવડશે. રાજકીય પ્રવૃત્તિઓમાં અનુકૂળતા મેળવશો. કુટુંબના સભ્યોમાં મતભેદો દૂર થશે. પ્રવાસ લાભદાયી પુરવાર થશે. મહિલાઓને આરોગ્ય જાળવણીમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓ વાંચન અભ્યાસમાં નિયમિતતા જાળવી શકશે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door