ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧૪-૪-૨૦૨૪ થી તા. ૨૦-૪-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મેષ રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી મંગળ સમગતિએ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. વક્રીબુધ મીન રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર મીન રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે મિથુન રાશિમાં રહે છે. તા. ૧૫મીએ કર્કમાં, તા. ૧૮મીએ સિંહમાં, તા. ૨૦મીએ ક્ધયા રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા કામકાજ, નવી કાર્યપદ્ધતિ અપનાવવા માટે ગોચરફળ શુભ છે. નોકરીના સહકાર્યકરો સાથે વિવાદ થાય. તા. ૧૪, ૧૫, ૨૦, ૨૧ સફળતાસૂચક છે. નવા કામકાજ પ્રારંભી શકશો. નાણાં આવક જળવાઈ રહેશે. મહિલાઓનો પ્રાસંગિક કામકાજ માટે પ્રવાસ જણાય છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં સાવધાની રાખવી જરૂરી છે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણાં રોકાણ શક્ય છે. નોકરીમાં યશ મેળવશો. નોકરીના સહકાર્યકરોમાં સુલેહ, સંપ જળવાઈ રહેશે. જૂનાં ઉઘરાણીનાં નાણાં મેળવશો. રાજકારણ, જાહેરજીવનના કામકાજ માટે ગોચરફળ શુભ નથી. મહિલાઓ કુટુંબમાં માન વૃદ્ધિ અનુભવશે. વિદ્યાર્થીઓ નવા અભ્યાસનો પ્રારંભ કરી શકશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. તા. ૧૪, ૧૮, ૧૯, ૨૦ નોકરી માટે શુભ ફળદાયી છે. પ્રવાસ દ્વારા કારોબારના કામકાજ સફળ બની રહેશે. મહિલાઓને સંતાનના શૈક્ષણિક કામકાજમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓનો નિત્ય અધ્યયનનો નિર્ણય પણ સફળ બની રહેશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના વાયદાના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. તા. ૧૬, ૧૭મીએ કારોબાર માટે જરૂરી સાધનો સગવડતા મેળવશો. વાહન, મિલકતના નિર્ણયો લેશો. ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓ અભ્યાસ સિવાયની પ્રવૃત્તિમાં પણ સફળતા અનુભવશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણાં રોકાણ, દૈનિક સાપ્તાહિક વેપાર શુભ પુરવાર થશે. તા. ૧૪, ૧૫, ૧૮મીએ કુટુંબના સભ્યો કારોબારમાં ભાગીદાર ઉપયોગી થશે. મહિલાઓનો સહપરિવાર પ્રવાસ સફળ જણાય છે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિમાં યશસ્વી અનુભવ થાય.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના નાણાંના વ્યવહાર સફળ બની રહેશે. મિત્રોમાં યશ મેળવશો. નોકરીમાં પ્રગતિ જળવાશે. તા. ૧૪, ૧૫, ૧૭મી કુટુંબના કારોબારમાં પ્રગતિ દર્શાવે છે. વેપાર વધશે. નાણાં આવક વધશે. મહિલાઓ પરિવાર સહિત મુસાફરીનું આયોજન કરી શકશે. વિદ્યાર્થીઓને સહઅધ્યાયીઓનો સહયોગ પ્રાપ્ત થશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. તા. ૧૫, ૧૭, ૧૮ના કામકાજ અનુકૂળ બની રહેશે. સપ્તાહની નાણાં ઉધરાણીનાં કામકાજ સફળ બની રહેશે. મુસાફરી એકંદરે સફળ બનશે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળ પુરવાર થશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. તા. ૧૬, ૧૭, ૧૮, ૧૯ના કામકાજમાં યશ મેળવશો. વેપારના મિત્રોથી લાભ મેળવશો. જૂનાં ઉઘરાણીનાં નાણાં મેળવશો. ગૃહિણીઓને પરિવારજનો સાથેના વ્યવહારમાં અનુકૂળતા જણાશે. પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓના અધ્યયનના કામ પૂર્ણ થશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અપનાવશો. પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ સફળ પુરવાર થશે. નવા કામકાજનો પ્રારંભ થાય. મુસાફરીઓ દ્વારા નવા વ્યવસાયના સંબંધો નિર્માણ થશે. મહિલાઓને તા. ૧૫, ૧૭, ૧૮મીએ નોકરીના ક્ષેત્રે અનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાશે. અનારોગ્યમાં રાહત જણાશે. વિદ્યાર્થીઓને અધ્યયનમાં સફળ તકો પ્રાપ્ત થતી જણાશે.

મકર (ખ. જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ શક્ય છે. નોકરી અર્થે સ્થળાંતર થાય. તા. ૧૪, ૧૫, ૧૭ના કામકાજના નિર્ણયો અનુકૂળ બની રહેશે. મિલકત – વાહન સગવડતાનાં સાધનો મેળવી શકશો. વ્યાપાર વધશે. અધૂરા આર્થિક વ્યવહારો પૂર્ણ કરી શકશો. સહોદરોની પ્રગતિ જણાય છે. મહિલાઓને પતિનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે. પ્રસંગોમાં પૂર્ણપણે સફળતા મેળવશો. વિદ્યાર્થીઓ વાંચન-અભ્યાસમાં પૂર્ણપણે ધ્યાન પરોવી શકશે. અધ્યયનના આયોજનોમાં સફળ રહેશો.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ રહેશે. કારોબારની નાણાં આવક વધશે. પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ પૂર્ણ કરી શકશો. સહોદરોમાં મતભેદો હળવા થશે. વડીલો ઉપયોગી થાય. નાણાં વ્યવસ્થા વધુ સક્ષમ બનશે. વિદ્યાર્થીઓને સપ્તાહમાં શિક્ષકનું માર્ગદર્શન સરળ બનતું જણાશે. કઠીન અભ્યાસ સરળ બનશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણ શક્ય છે. નોકરીમાં તા. ૧૪, ૧૬, ૧૮ સફળ રહેશે. પ્રવાસમાં નવી ઓળખાણો, નવા કામકાજ મેળવશો. નાણાં વ્યવસ્થા વધુ સબળ બનશે. મુસાફરીઓ આ સપ્તાહમાં સફળ નીવડશે. નાણાંઆવક વધશે. ગૃહિણીઓના સંતાનના અભ્યાસના કામકાજ સફળ થતાં જણાશે. વિદ્યાર્થીઓ અધ્યયનની પ્રવૃત્તિમાં નિયમિતતા જાળવી શકશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza