સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૩૧-૩-૨૦૨૪ થી તા. ૬-૪-૨૦૨૪
ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મીન રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી મંગળ સમગતિએ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ મેષ રાશિમાં તા. ૨જીએ વક્રી થાય છે. બુધ સમગ્ર સપ્તાહમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર તા. ૩૧મીએ મીન રાશિમાં પ્રવેશે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે તા. ૩૧મીએ ધનુ રાશિમાં પ્રવેશે છે. તા. ૩જીએ મકર રાશિમાં, તા. ૫મીએ કુંભમાં પ્રવેશે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના દૈનિક સાપ્તાહિક વેપાર માટે ગોચરગ્રહ શુભ નથી. નોકરીના કામકાજમાં આ સપ્તાહમાં પરિવર્તનો જણાય છે. નોકરીમાં તા. ૫ અને ૬એ ઉપરી અધિકારી ઉપયોગી થશે. નાણાં ખર્ચ વિશે સાવધાની રાખવી જરૂરી છે. નાણાં આવક જળવાઈ રહેશે. મહિલાઓને કાર્યક્ષેત્રે પતિનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને અભ્યાસની વ્યવસ્થા જાળવવા માટે સફળતા જણાશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવશો. નોકરીમાં સ્થાન પરિવર્તન શક્ય છે. તા. ૩૧, ૪, ૫, ૬ના નિર્ણયો લાભદાયી પુરવાર થશે. પ્રવાસ દ્વારા કારોબારના કામકાજ સફળ થશે. નવા કામકાજનો પ્રારંભ પણ જણાય છે. મહિલાઓને સંતાનના જવાબદારીના કામકાજમાં સરળતા જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં કુટુંબીજનો, અધ્યયનમાં માર્ગદર્શક બની રહેશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના દૈનિક સાપ્તાહિક વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીના કામકાજ અર્થે પ્રવાસ શક્ય છે. તા. ૩૧, ૧, ૨ના કારોબારના નિર્ણયો સફળ બની રહેશે. નાણાં આવક જળવાઈ રહેશે. કોર્ટ-પ્રશ્ર્નો હળવા થશે. મહિલાઓના આ સપ્તાહના પરિવારના પ્રસંગો સુખદ પુરવાર થાય. વિદ્યાર્થીઓને ધાર્યા મુજબનો અધ્યયનનું કામકાજ નિયમિત બનતું જણાશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષા મુજબ નવું રોકાણ શક્ય છે. વાયદાના વેપારમાં સાવધાની દાખવવી જરૂરી છે. નવી નોકરીનો પ્રારંભ થાય. સામાજિક, રાજકીય કામકાજ તા. ૩, ૪, ૫ના રોજ સફળ પુરવાર થશે. મહિલાઓના પરિવારના વડીલો સાથેનો મતભેદ દૂર થશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં અધ્યયનમાં સાનુકૂળતા જણાશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા કારોબાર, નવીન કાર્યપદ્ધતિ અપનાવશો. નોકરીમાં સ્થાન બદલી શક્ય છે. પ્રવાસ એકંદરે આ સપ્તાહમાં સફળ પુરવાર થાય. તા. ૩, ૪, ૬ના રોજ નવા કામકાજનો પ્રારંભ શક્ય જણાય છે. કારોબારની નાણાં આવકની વૃદ્ધિ થશે. મહિલાઓ કિંમતી ચીજોની ખરીદીમાં સફળ રહેશે. વિદ્યાર્થીઓના અભ્યાસના નિયમ પાલન જળવાઈ રહેશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણ શક્ય જણાય છે. દૈનિક વેપાર પણ લાભદાયી બની રહેશે. નોકરી માટે તા. ૩૧, ૫, ૬ શુભ ફળદાયી બની રહેશે. ભાગીદાર સાથેના મતભેદો દૂર થશે. કારોબારનું વિસ્તરણ શક્ય જણાય છે. મહિલાઓને પરિવારના પ્રસંગોનો સુખદ અનુભવ થાય. વિદ્યાર્થીઓ અભ્યાસમાં નિત્ય મુજબ સફળતા મેળવી શકશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનાં કામકાજમાં પરિવર્તનો શક્ય છે. રોકાણ પણ શક્ય છે. નોકરીમાં ઉપરી અધિકારી સાથે મતભેદો ટાળવા જરૂરી છે. ભાગીદારીના સંબંધોમાં વિવાદો દૂર થશે. વેપાર વધશે. નાણાં આવક વધશે. મહિલાઓના કુટુંબીજનો સાથેના વ્યવહાર શુભ પુરવાર થશે. વિદ્યાર્થીઓ અભ્યાસેત્તર પ્રવૃત્તિઓમાં પણ પૂર્ણ ધ્યાન આપી શકશો.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ શક્ય છે. નવી નોકરીનો પ્રારંભ શક્ય છે. કાર્યક્ષેત્રે મદદનીશ મેળવશો. મુસાફરી એકંદરે શુભ પુરવાર થશે. કારોબારમાં નાણાં આવકની વૃદ્ધિ થશે. જરૂરી સાધનો મેળવી શકશો. તા. ૩, ૪, ૫ના નિર્ણયો કાર્યક્ષેત્રે મહિલાઓને ઉપયોગી બની રહેશે. સ્વાસ્થ્ય જાળવણીના પ્રયત્નો સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં સહઅધ્યાયીઓથી સહયોગ પ્રાપ્ત થશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારમાં સફળતા જણાય છે. નોકરીનાં સ્થળમાં પરિવર્તનો જણાય છે. તા. ૧, ૨, ૬ના નિર્ણયો એકંદરે લાભદાયી પુરવાર થશે. સંતાન પરિવારના કારોબારમાં સામેલ થશે. મિત્રો સાથેના નાણાં વ્યવહાર પણ સંપન્ન થશે. મહિલાઓના આ સપ્તાહના નિત્ય કામકાજ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં ઉચ્ચ અભ્યાસ માટે અનુકૂળ તકો પ્રાપ્ત થશે
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ શક્ય છે. દૈનિક સાપ્તાહિક વેપારથી નાણાં લાભ મેળવશો. ભાઈ-બહેનો સાથેના આર્થિક વ્યવહાર પણ સંપન્ન થશે. કુટુંબમાં આ સપ્તાહમાં મહિલાઓના પ્રસંગો શુભ પુરવાર થશે. આરોગ્ય જળવાશે. સહપરિવાર પ્રવાસ જણાય છે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં વાંચન અભ્યાસમાં નિયમિતતા જાળવવામાં અનુકૂળતા જણાશે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર સફળ રહેશે. તા. ૩૧, ૧, ૬ના નોકરીના નિર્ણયો શુભ પુરવાર થશે. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. અકારણ નાણાં ખર્ચ ઉપર સાવધાની રાખવી
જરૂરી છે. નાણાં વ્યવહારમાં સચેત રહેવું
જરૂરી છે. કારોબાર સફળ બની રહેશે. મહિલાઓના પ્રાસંગિક જવાબદારીના કામકાજ સફળ પુરવાર થશે. વિદ્યાર્થીઓ રમતગમતક્ષેત્રે પણ સફળ બની રહેશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટે સફળ તકો જણાય છે. તા. ૩૧, ૧, ૩, ૪ના કામકાજ સફળ જણાય છે. કુટુંબના સભ્યોની પ્રગતિ જણાશે. નાણાંની આવકની વૃદ્ધિ થશે. સામાજિક રાજકીય પ્રવૃત્તિઓમાં યશ મેળવશો. મહિલાઓને અધિકારીનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં સહઅધ્યાયીઓ ઉપયોગી થશે.