ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૪-૩-૨૦૨૪ થી તા. ૩૦-૩-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મીન રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી મંગળ કુંભ રાશિમાં સમગતિએ ભ્રમણ કરે છે. માર્ગી બુધ મેષ રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. બુધની આ સપ્તાહમાં પ્રત્યેક દિવસે શીઘ્ર મંદ ગતિ રહે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગી ભ્રમણ કરે છે. શુક્ર કુંભ રાશિમાં માર્ગી ભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે સિંહ રાશિમાં તા. ૨૪મીએ પ્રવેશે છે. તા. ૨૭મીએ તુલામાં, તા. ૨૯મીએ વૃશ્ર્ચિકમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના વેપારના કામકાજમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીમાં સ્થાન પરિવર્તન થાય. નોકરીની બદલી પણ શક્ય છે. નાણાંની આવક જળવાશે. વેપાર વધશે. મહિલાઓને વડીલોનું માર્ગદર્શન પ્રાપ્ત થશે. કુટુંબીજનોમાં તા. ૨૭, ૨૮, ૨૯મીએ માન-મરતબો વધશે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળ રહેશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિ, નવું જ્ઞાન મેળવશો. નોકરી માટે તા. ૨૬, ૨૮, ૨૯ શુભ પુરવાર થશે. મુસાફરી દ્વારા વેપારનાં નાણાં ઉઘરાણીના કામકાજ પૂર્ણ કરી શકશો. ભાગીદાર ઉપયોગી થાય. વેપાર વધશે. મહિલાઓને કાર્યક્ષેત્રે અપેક્ષિત સફળતા પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અધ્યયનના નિર્ણયો સફળ પુરવાર થશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનાં વાયદાના વેપારના કામકાજમાં લાભ મેળવશો. તા. ૨૫, ૨૭, ૨૮મીના નોકરીના કામકાજ યશસ્વી પુરવાર થશે. પરિવારજનો સાથે પ્રવાસ સફળ રહેશે. જૂનાં કોર્ટ પ્રશ્ર્નોનો ઉકેલ આવશે. કારોબારની વૃદ્ધિ થશે. મહિલાઓને સંતાનના જવાબદારીના કામકાજમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં નિયમિતતા દાખવી શકશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ શક્ય જણાય છે. દૈનિક સાપ્તાહિક વેપારમાં કાળજી રાખવી જરૂરી છે. નોકરીમાં પ્રગતિ જણાય. નવા કામકાજનો પ્રારંભ શક્ય છે. મહિલાઓને તા. ૨૫, ૨૬, ૨૯, ૩૦મીએ વિશિષ્ટ સફળતા પ્રાપ્ત થતી જણાય. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસના નિર્ણયો અનુકૂળ બનતા જણાશે. શિક્ષકનું નબળા વિષયમાં માર્ગદર્શન પ્રાપ્ત થશે તથા અભ્યાસ ઉપરાંતની પ્રવૃત્તિઓમાં સફળતા મેળવશો.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણાં રોકાણ શક્ય જણાય છે. તા. ૨૫, ૨૮, ૨૯ના નિર્ણયો આ સપ્તાહમાં શુભ પુરવાર થશે. પ્રવાસ દ્વારા કાર્યક્ષેત્રના જવાબદારીના કામકાજ પૂર્ણ કરી શકશો. મિત્રોમાં આ સપ્તાહમાં કારોબારના નાણાંવ્યવહાર પૂર્ણ કરી શકશો. વેપારની નાણાં આવકની વૃદ્ધિ થશે. ગૃહિણીઓના પરિવારજનોના પરસ્પર મતભેદો દૂર થતાં જણાશે. વિદ્યાર્થીઓને નબળા અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થતી જણાશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં જૂનાં શેરબજારના રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીમાં સહકાર્યકરો ઉપયોગી થશે. કારોબારના મિત્રોનો સહયોગ જળવાઈ રહેશે. અર્થવ્યવસ્થા વધુ સક્ષમ પુરવાર થશે. મિત્રોમાં નાણાંવ્યવહાર સફળ બની રહેશે. નવા નાણાં આવકના સાધનો મેળવશો. મહિલાઓને પરિવારજનોથી યશ પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં નવા અભ્યાસનો પ્રારંભ કરી શકશે તથા શૈક્ષણિક પ્રવાસ સફળ રહેશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં લે વેંચના કામજમાંથી લાભ મેળવશો. નોકરીમાં છુપા હરીફોની ઓળખ થાય. તા. ૨૫, ૨૭, ૨૮ના નાણાં વ્યવહાર સંપન્ન થશે. નવીન ભાગીદારી, નવા વ્યવસાયના સંબંધો નિર્માણ થાય. તા. ૨૬, ૨૮, ૨૯ના કામકાજ સફળ બની રહેશે. મહિલાઓનો કુટુંબીજનો સાથેનો પ્રવાસ સફળ નીવડશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સાધનો પ્રાપ્ત થતાં જણાશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના નવા નાણાં રોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નોકરીમાં યશ મેળવશો. નોકરીમાં તા. ૨૪, ૨૫, ૩૦ શુભ પુરવાર થશે. સંતાન પરિવારના કારોબારમાં સામેલ થશે. પ્રવાસ દ્વારા વેપારના વિકાસના કામકાજ સફળ પુરવાર થશે. મહિલાઓને તા. ૨૫, ૨૭, ૨૮મીએ પ્રાસંગિક જવાબદારીમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં શૈક્ષણિક પ્રવાસ માટે અનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના કામકાજમાં પરિવર્તનો શક્ય જણાય છે. નોકરીમાં તા. ૨૬, ૨૭, ૨૮ શુભ પુરવાર થશે. વેપારમાં નાણાં આવકના સાધનો વધુ સક્ષમ પુરવાર થશે. જૂની નાણાંઉઘરાણીની પ્રવૃત્તિઓ સફળ નીવડશે. મહિલાઓનો સહપરિવાર પ્રવાસ સફળ જણાય છે. વિદ્યાર્થીઓના અધ્યયનના નિર્ણયો એકંદરે સક્ષમ સફળ બની રહેશે. હરીફાઈઓમાં સફળ રહેશો.

મકર (ખ,જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ પુરવાર થશે. તા. ૨૬, ૨૭, ૨૯ના કામકાજ લાભદાયી પુરવાર થશે. પ્રવાસ દ્વારા ધાર્યા મુજબના વેપારના કામકાજ સંપન્ન થાય. નવા કામકાજનો પ્રારંભ શક્ય છે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓને સપ્તાહના અભ્યાસમાં નિયમિતતા જાળવવામાં સફળતા જણાશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ શક્ય છે. તા. ૨૫, ૨૭, ૨૮ના નોકરીના કામકાજ યશસ્વી બની રહેશે. ઉપરી અધિકારી તથા સહકાર્યકરો ઉપયોગી થશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો વધુ લાગણીભર્યા પુરવાર થશે. નવા કામકાજનો પ્રારંભ આ સપ્તાહમાં શક્ય જણાય છે. મહિલાઓને પડોશ સંબંધો ઉપયોગી થતાં જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવીન અભ્યાસ માટે અનુકૂળતાઓ જણાશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં આ સપ્તાહમાં વાયદાના વેપારમાં લાભ મેળવશો. તા. ૨૫, ૨૬, ૩૦મીએ નવા કામકાજનો પ્રારંભ થાય. નોકરીમાં નવી જવાબદારી મેળવશો. સહકાર્યકરો નોકરીમાં માર્ગદર્શક બની રહેશે. મુસાફરી દ્વારા ઉઘરાણીના પ્રયત્નો સફળ બની રહેશે. ગૃહિણીઓને વડીલોનો સહયોગ પરિવારના પ્રસંગોમાં પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના નિત્ય સરળતાથી જળવાઈ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ? સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ…