ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧૭-૩-૨૦૨૪ થી તા. ૨૩-૩-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મીન રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ મીન રાશિમાં મિશ્ર ગતિએ માર્ગી ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે મિથુનમાં રહે છે. તા. ૧૯મીએ કર્કમાં, તા. ૨૨મીએ સિંહ રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના તેજીના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીના કામકાજ માટે પ્રવાસ શક્ય છે. તા. ૧૭, ૧૮, ૨૩ના કામકાજમાં અનુકૂળતા જણાય છે. મિત્રો સાથેના આર્થિક વ્યવહાર સંપન્ન થશે. પ્રવાસ દ્વારા નાણાં ઉઘરાણીના કામકાજ સંપન્ન થશે. મહિલાઓને આ સપ્તાહમાં નવા કામકાજના પ્રારંભ માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ જળવાઈ રહેશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણ માટે ગોચરગ્રહ ફળ શુભ છે. તા. ૨૦, ૨૧ના અપેક્ષા મુજબ નોકરીના કામકાજ સફળતા દર્શાવે છે. નવા કામકાજનો પ્રારંભ આ સપ્તાહમાં થાય. તા. ૨૧, ૨૨, ૨૩મીએ જૂનાં નાણાવ્યવહાર સંપન્ન થશે. કુટુંબમાં મહિલાઓને પ્રસંગોમાં વડીલોનો સહયોગ પ્રાપ્ત થશે. નાણાવ્યવસ્થા વધુ સક્ષમ બની રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસ માટે અનુકૂળતાઓ જણાશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી બની રહેશે. તા. ૧૮, ૧૯, ૨૨ નોકરીના જૂનાં મતભેદોનો ઉકેલ દર્શાવે છે. મુસાફરી દ્વારા કારોબારમાં પ્રગતિ તથા વિકાસ સાધી શકશો. પરિવારના વડીલનો સહયોગ ઉપયોગી થશે. મહિલાઓને કુટુંબીજનોનો સહયોગ નિજી પ્રવૃત્તિઓમાં પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસ સ્વપ્રયત્ને જળવાઈ રહેશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણારોકાણ અનુકૂળ બની રહેશે. નોકરીમાં સ્થાન બદલી શક્ય છે. તા. ૨૦, ૨૧, ૨૩મીએ નવીન જવાબદારી હસ્તગત કરશો. સામાજિક, રાજકીય પ્રવૃત્તિઓનો વિકાસ થાય. નાણાઆવકની વૃદ્ધિ થશે. મુસાફરી દ્વારા મહિલાઓના પરિવારના પ્રાસંગિક જવાબદારીના કામકાજ સંપન્ન થતાં જણાશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસ માટે અનુકૂળ સાધનો, તકો પ્રાપ્ત થતી જણાશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર સફળ પુરવાર થશે. નોકરીમાં યશ મેળવશો. તા. ૧૮, ૨૨, ૨૩ના નિર્ણયો કાર્યક્ષેત્રે ઉપયોગી પુરવાર થશે. નવા કારોબારનો પ્રારંભ શક્ય છે. ભાગીદારથી નાણાંની પ્રાપ્તિ થાય. નોકર મદદનીશ મેળવશો. મહિલાઓનો સહપરિવાર પ્રવાસ સફળ થશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ સફળ થતો જણાશે. શિક્ષકનું નબળા વિષયમાં માર્ગદર્શન મેળવશો.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જરૂરી માર્ગદર્શન મેળવશો. નોકરીમાં તા. ૧૭, ૧૮, ૨૦ શુભ પુરવાર થશે. ભાગીદાર સાથેના મતભેદોનો ઉકેલ આવશે. તા. ૧૮, ૨૦, ૨૧મીએ મુસાફરી દ્વારા કારોબારનું કામકાજ સંપન્ન થતું જણાશે. જૂનાં ઉઘરાણીનાં નાણાંની વસૂલી થાય. પ્રવાસ પર્યટન સફળ રહેશે. મિત્રોમાં યશ મેળવશો. ગૃહિણીઓનો પડોશ સાથેનો સંબંધ અનુકૂળ બની રહેશે. વિદ્યાર્થીઓના મિત્રો સાથેના વ્યવહાર વધુ સફળ પુરવાર થશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણારોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. તા. ૧૭, ૧૮, ૨૧મીએ નોકરી અર્થેનો પ્રવાસ સફળ દર્શાર્વે છે. વેપાર વધશે. કારોબારમાં નાણાઆવકની વૃદ્ધિ થશે. કુટુંબીજનો સાથેના નાણાવ્યવહાર સંપન્ન થશે. ગૃહિણીઓને સંતાનના જવાબદારીના કામકાજમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસ માટે સરળ તકો પ્રાપ્ત થતી જણાશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના તેજીના વેપારમાં નાણાઆવક જણાય છે. નોકરી માટે તા. ૨૧, ૨૨, ૨૩ શુભ પુરવાર થશે. આ સપ્તાહમાં કારોબારના મિત્રો ઉપયોગી થશે. કારોબારની નાણાઆવકની વૃદ્ધિ થશે. મિલકતની ખરીદી શક્ય છે. ગૃહિણીઓને પરિવારજનોથી સુખદ અનુભવ થાય. વિદ્યાર્થીઓને અધ્યયન માટે જરૂરી સાધનો પ્રાપ્ત થતાં જણાશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વેપાર તથા રોકાણ અનુકૂળ બની રહેશે. તા. ૧૭, ૧૯, ૨૦, ૨૩ના નોકરીના કામકાજમાં સફળતા દર્શાવે છે. તા. ૧૮, ૧૯, ૨૨મીએ નવા કામકાજનો પ્રારંભ શક્ય જણાય છે. મિલકતના લેવડદેવડના કામકાજ સફળ રહેશે. પ્રવાસ દ્વારા નાણાઉઘરાણીના કામમાં સફળતા મેળવશો. ગૃહિણીઓને સંતાનના અભ્યાસના જવાબદારીના કામકાજમાં સફળતા જણાશે. અનારોગ્યમાં ઝડપી સુધારો થશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં નિયમિત રહેશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણ માટે અનુકૂળ તકો મેળવશો. નોકરીમાં નવી જવાબદારી પ્રાપ્ત કરશો તથા ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. મિલકતની ખરીદી શક્ય જણાય છે. કારોબાર માટે જરૂરી સાધનો – સગવડતાઓ મેળવી શકશો. નાણાંની જરૂરિયાતો પૂર્ણ થશે. કુટુંબમાં મહિલાઓનું માનપાન વધશે. અપેક્ષિત ખરીદી સફળ રહેશે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે જરૂરી સાધનો સરળતાથી પ્રાપ્ત થતાં જણાશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અપનાવશો. નોકરીના કામકાજ તા. ૧૮, ૨૦, ૨૧મીએ શુભ પુરવાર થશે. રાજકારણ, સામાજિક પ્રવૃત્તિ, જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા જણાય છે. કામકાજની પૂર્ણતા પણ અનુભવશો. કારોબારની નાણાઆવક જળવાઈ રહેશે. ગૃહિણીઓના સહોદરો સાથેના મતભેદો દૂર થશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્રતા જાળવી શકશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જરૂરી માર્ગદર્શન મેળવશો. તા. ૨૦, ૨૨, ૨૩મીએ પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ સંપન્ન થતાં જણાશે. વેપારની કારોબારની નાણાઆવકની વૃદ્ધિ થશે. જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી થાય. કુટુંબીજનો દ્વારા મહિલાઓના કામકાજ સરળતાથી સંપન્ન થતાં જણાશે. અનારોગ્યમાં ઝડપી સુધારો થશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સાધનો પ્રાપ્ત થતાં જણાશે.ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…