ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૩-૩-૨૦૨૪ થી તા. ૯-૩-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મકર રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ કુંભ રાશિમાંથી તા. ૭મીએ મીન રાશિમાં માર્ગી ગતિએ પ્રવેશે છે. બુધ સમગ્ર સપ્તાહમાં શીઘ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર મકરમાંથી તા. ૭મીએ કુંભમાં પ્રવેશે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે વૃશ્ર્ચિક રાશિમાં રહે છે. તા. ૪થીએ ધનુમાં, તા. ૬ઠ્ઠીએ મકરમાં, તા. ૮મીએ કુંભમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં તેજીના વેપારમાં લાભ થશે. નોકરીનો નિર્ણય લઈ શકશો. તા. ૫, ૮, ૯ના કામકાજ રચનાત્મક બની રહેશે. સપ્તાહમાં વેપાર વધશે. નાણા આવક વધશે. મિત્રોમાં આર્થિક વ્યવહાર સરળતાથી સંપન્ન થશે. નવા કામકાજનો પ્રારંભ થશે. મહિલાઓને આ સપ્તામાં હુન્નરલક્ષી પ્રવૃત્તિઓમાં યશસ્વી અનુભવ થશે. વિદ્યાર્થીઓને આ સપ્તામાં પરિવારના સદસ્યો અભ્યાસની પ્રવૃત્તિઓમાં ઉપયોગી થતા જણાશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા કામકાજનો પ્રારંભ શક્ય છે. નોકરીમાં પરિવર્તનો લાવી શકશો. તા. ૪, ૮, ૯ના કામકાજ સફળતા દર્શાવે છે. કાર્યક્ષેત્રે અધિકારીનો સહયોગ મેળવશો. મુસાફરી એકંદરે લાભદાયી પુરવાર થશે. કારોબારની નાણા આવકની વૃદ્ધિ થશે. મહિલાઓને નિજી પ્રવૃત્તિઓમાં યશસ્વી અનુભવ થશે. વિદ્યાર્થીઓના અધ્યયનના નિર્ણયોનો અમલ સરળતાથી બનતો જણાશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તામાં શૅરબજારના કામકાજ માટે અપેક્ષાનુસાર માર્ગદર્શન મેળવી શકશો. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. તા. ૩, ૪, ૬, ૮, ૯નો પ્રવાસ એકંદરે શુભ પુરવાર થશે. જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી થાય. મુસાફરીઓ દ્વારા આ સપ્તાહમાં વેપારનો વિકાસ સાધી શકશો. ગૃહિણીઓને સંતાનના મૂંઝવતા પ્રશ્ર્નોમાં સરળતા જણાશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસ નિયમિત જળવાઈ રહેશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના દૈનિક વેપારના કામકાજમાં સફળતા મેળવશો. નોકરીના કામકાજમાં પરિવર્તનો શક્ય છે. તા. ૪, ૫, ૬, ૮ના કારોબારના નિર્ણયો રચનાત્મક બની રહેશે. કારોબારની નાણાં આવક જળવાઈ રહેશે. મહિલાઓને આ સપ્તાહના કુટુંબના મતભેદો દૂર થશે. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. સહપરિવાર તીર્થપ્રવાસ શક્ય છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં અગ્રેસર બની રહેશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં લાંબા સમયના રોકાણ માટે અનુકૂળ તક મેળવશો. નોકરીમાં ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. તા. ૭, ૮, ૯ના પ્રવાસ એકંદરે ઉત્સાહપ્રેરક બની રહેશે. કાર્યક્ષેત્રે જીવનસાથીનો સહયોગ મેળવશો. ભાગીદારથી નાણાં લાભ મેળવશો. ગૃહિણીઓને નોકરીના જૂના પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાની તક પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને કઠીન અભ્યાસમાં જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં સાપ્તાહિક વેપાર લાભદાયી થશે. નોકરીમાં સહકાર્યકરો સાથેની ગેરસમજણ દૂર થશે. તા. ૩, ૪, ૯ની કારોબારની વાટાઘાટો સફળ રહેશે. પ્રવાસ દ્વારા જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી થાય મહિલાઓને નવી નોકરી, નવા કારોબારના પ્રારંભ માટે શુભ ગ્રહો ઉપયોગી પુરવાર થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં નિયમિતતા દાખવી શકશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળતાથી પૂર્ણ કરી શકશો. નોકરી માટે નિર્ણયો સ્વપ્રયત્ને લઈ શકશો. તા. ૪, ૫, ૬, ૯ના રોજ કાર્યક્ષેત્રે વિશિષ્ટ સફળતા સિદ્ધિ મેળવશો. મિલકતનો નિર્ણય લઈ શકશો. સંતાનના જવાબદારીના કામકાજમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓ અભ્યાસનાં સાધનો સરળતાથી મેળવી શકશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જરૂરી નાણાંની ઉપલબ્ધિ શક્ય રહેશે. નોકરી માટે આ સપ્તાહમાં અનુકૂળ તકો પ્રાપ્ત કરશો. તા. ૩, ૪, ૭, ૮ના પ્રવાસથી કારોબારના અપેક્ષિત કામકાજ પૂર્ણ કરી શકશો. સહોદરો કાર્યક્ષેત્રે ઉપયોગી થશે. મિલકત વાહનનો નિર્ણય લઈ શકશો. મહિલાઓને નરમ આરોગ્યમાં રાહત જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં કુટુંબીજનો અધ્યયનની પ્રવૃત્તિમાં ઉપયોગી થશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં લે-વેંચના વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીના અધિકારીનો સહયોગ શક્ય જણાય છે. તા. ૫, ૬, ૯ના નિર્ણયો કાર્યક્ષેત્રે લાભદાયી પુરવાર થશે. સપ્તાહમાં નાણાં લેવડદેવડના કામકાજ સરળતાથી સંપન્ન થશે. સપ્તાહના નાણાંની આવકની વૃદ્ધિ થશે. કારોબાર વધશે. મહિલાઓને મુસાફરીમાં અપેક્ષા મુજબ પારિવારિક કામકાજ પૂર્ણ કરવામાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને અધ્યયનનાં સાધનો સરળતાથી પ્રાપ્ત થતાં જણાશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણ અને સાપ્તાહિક વેપારના નિર્ણયોનો અમલ થઈ શકશે. નોકરી માટે રચનાત્મક નિર્ણય લઈ શકશો. તા. ૩, ૪, ૭, ૮ નિર્ણયો લેવા માટે સાનુકૂળ પુરવાર થશે. આ સપ્તાહની આર્થિક લેવડદેવડની પ્રવૃત્તિઓ સફળ બની રહેશે. મુસાફરી દ્વારા જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી શક્ય જણાય છે. મહિલાઓના પ્રાસંગિક જવાબદારીના કામકાજ સંપન્ન થશે. વિદ્યાર્થીઓને અભ્યાસના આયોજનો નિયમિત બની રહેશે. શૈક્ષણિક પ્રવાસ એકંદરે લાભદાયી પુરવાર થાય.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના નિત્ય દૈનિક વેપારના કામકાજ સફળ બની રહેશે. નોકરી માટેના નિર્ણયો એકંદરે ઉપયોગી પુરવાર થશે. તા. ૩, ૪, ૫, ૯ના કારોબારના નિર્ણયો સફળ બની રહેશે. કારોબારની નાણાં આવકની વૃદ્ધિ થશે. રાજકીય પ્રવૃત્તિમાં યશ મેળવશો. મહિલાઓને સ્વજનો, પ્રાસંગિક જવાબદારીમાં ઉપયોગી થશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના નિર્ણયો એકંદરે સફળ પુરવાર થશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીમાં સ્થાન બદલી શક્ય છે. તા. ૪, ૫, ૬ના કામકાજ એકંદરે સફળ પુરવાર થશે. જૂનાં અધૂરાં નાણાં લેવડદેવડના કામકાજ પૂર્ણ થઈ શકશે. મુસાફરી લાભદાયી પુરવાર થશે. સપ્તાહની નાણાંઆવકની વૃદ્ધિ થાય. મહિલાઓને આ સપ્તાહમાં સામાજિક પ્રવૃત્તિઓમાં યશસ્વી અનુભવ થશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અધ્યયનના નિર્ણયો એકંદરે સફળ બની રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…