ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૫-૨-૨૦૨૪ થી તા. ૨-૩-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ કુંભ રાશિમાં અતિચારી ગતિએ માર્ગીભ્રમણ કરે છે. મંગળ શીઘ્ર ગતિએ મકર રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર મકર રાશિમાં અતિચારી ગતિએ માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. પ્રારંભે ચંદ્ર સિંહ રાશિમાં ભ્રમણ કરે છે. તા. ૨૬મીએ ક્ધયા રાશિમાં, તા. ૨૮મીએ તુલા રાશિમાં, તા. ૨જીએ વૃશ્ર્ચિક રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના કામકાજમાં નવીન કાર્યપદ્ધતિ સફળ થવાથી ઉત્સાહ વધશે. નોકરીમાં પ્રગતિ જળવાય. નવા કામકાજ મેળવશો. પ્રવાસ દ્વારા વેપારના કામકાજ સફળ થાય. મિલકતનો નિર્ણય લઈ શકશો. તા. ૨૬, ૨૭, ૨૮મીએ નવા કામકાજનો પ્રારંભ કરવા મહિલાઓને પતિનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને તા. ૨૭, ૨૯, ૧લી અનુકૂળ જણાશે. અભ્યાસમાં આત્મવિશ્ર્વાસ વધશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટે અનુકૂળ તકો મેળવશો. નવી નોકરીનો પ્રારંભ થાય. પ્રવાસ દ્વારા ઉઘરાણીના નાણાં મેળવી શકશો. તા. ૨૭, ૨૮, ૨૯ના કામકાજમાં સફળ તક મેળવશો. સહપરિવાર પ્રવાસયાત્રા સફળ રહેશે. મિત્રોમાં સંપ જળવાશે. પરિવારજનો સાથેના મહિલાઓના સંબંધો વધુ સુખદ પુરવાર થશે. વિદ્યાર્થીઓ અધ્યયન માટે સફળ નિર્ણયો લઈ શકશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં રોકાણના નિર્ણયો શુભ પુરવાર થશે. નોકરીમાં પરિવર્તનો જણાય છે. તા. ૨૫, ૨૬, ૧, ૨ કુટુંબીજનો સાથેના નાણાવ્યવહાર માટે સફળ જણાય છે. કારોબારની નાણાંઆવકની વૃદ્ધિ થશે. સહપરિવાર પ્રવાસ સફળ રહેશે. કુટુંબમાં મહિલાઓને પ્રસંગોપાત અનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાશે. આરોગ્ય જળવાશે. વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં સફળ નિર્ણયો લઈ શકશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજાર માટે જરૂરી માર્ગદર્શન મેળવી શકશો. નોકરીના કામકાજમાં પ્રગતિ અનુભવશો. વેપારની નાણાંઆવક વધશે. તા. ૨૭, ૨૮, ૨ના નિર્ણયો કાર્યક્ષેત્રે ઉપયોગી થશે. પ્રવાસના નિર્ણયો એકંદરે સરાહનીય બની રહેશે. મહિલાઓનો સહપરિવાર પ્રવાસ સફળ જણાશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અધ્યયનના કામકાજ નિયમિત જળવાઈ રહેશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણ માટે સફળ તકો મેળવશો. નોકરીના નિર્ણયો એકંદરે લાભદાયી પુરવાર થશે. ભાગીદાર ઉપયોગી થાય. તા. ૨૮, ૨૯, ૧નો પ્રવાસ શુભ પુરવાર થશે. મિત્રોથી ધાર્યા મુજબનો સહયોગ પ્રાપ્ત કરશો. નાણા આવકની વૃદ્ધિ થશે. મહિલાઓને કુટુંબીજનોથી અનુકૂળ તકો પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓમાં માનપાન વધશે. અધ્યયન સફળતાથી પૂર્ણ કરી શકશો.

કન્યા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં અધિકારીનો સહયોગ મેળવશો. તા. ૨૯, ૨ના કામકાજમાં સફળતા મેળવશો. નાણાંની આવક જળવાઈ રહેશે. કુટુંબીજનોમાં યશસ્વી પુરવાર થશો. મિત્રો માટેની ગેરસમજણો દૂર થશે. મહિલાઓને પડોશ સંબંધો ઉપયોગી પુરવાર થતાં જણાશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસની અનુકૂળતા જણાશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષિત નિર્ણયો સ્વપ્રયત્ને લઈ શકશો. નોકરીના અપેક્ષિત લાભ મેળવી શકશો. મિલકત, વાહનની ખરીદીનો નિર્ણય લઈ શકશો. મુસાફરી એકંદરે સફળ પુરવાર થશે. સંતાન કારોબારમાં સામેલ થશે. કુટુંબમાં મહિલાઓને પ્રસંગોપાત પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ નવા અભ્યાસ માટે અનુકૂળ તકો પ્રાપ્ત કરશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજ સફળ પુરવાર થશે. નોકરીના સહકાર્યકરો ઉપયોગી થશે. તા. ૨૫, ૨૬ ફેબ્રુઆરી, ૨ માર્ચના કામકાજમાં પ્રગતિ જણાશે. કાર્યક્ષેત્રે વ્યક્તિગત પ્રભાવ, પ્રતિષ્ઠા વધશે. સહોદરોમાં ગેરસમજણ દૂર થશે. મહિલાઓને નોકરીમાં આ સપ્તાહમાં અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં તેજીનો વેપાર લાભદાયી પુરવાર થશે. નવી નોકરીનો પ્રારંભ થાય. પ્રવાસ એકંદરે લાભદાયી બની રહેશે. નવા કામકાજનો પ્રારંભ શક્ય છે. મિત્રો સાથેના આર્થિક વ્યવહાર સફળ થશે. મહિલાઓને નવા કામકાજના પ્રારંભમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક કામકાજ નિયમિત જળવાઈ રહેશે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે સફળ નિર્ણયો લઈ શકશો.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબના નાણારોકાણના નિર્ણયોનો અમલ થઈ શકશે. મુસાફરીમાં નવીન ઓળખાણો થાય. પ્રવાસ એકંદરે આ સપ્તાહમાં સફળ બની રહેશે. ધાર્યા મુજબના આ સપ્તાહના નિર્ણયો સ્વપ્રયત્ને લઈ શકશો. મહિલાઓને નરમ આરોગ્યમાં અનુકૂળતા જણાશે.વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં મુસાફરી દ્વારા શૈક્ષણિક કામો પૂર્ણ કરવામાં અનુકૂળતા જણાશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણ માટે અનુકૂળ તક મેળવશો. નોકરી માટે આ સપ્તાહના ગોચરફળ શુભ જણાય છે. પ્રવાસ એકંદરે લાભદાયી પુરવાર થશે. મિત્રો સાથેના નાણાવ્યવહાર પણ સફળતાથી પૂર્ણ કરી શકશો. સામાજિક, રાજકીય, જાહેર પ્રવૃત્તિના કામકાજ સફળ બની રહેશે. મહિલાઓના નોકરીના કામકાજ અનુકૂળ રહેશે. પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક કામકાજ સફળ બની રહેશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજાર માટે નવું નાણારોકાણ, ટ્રેડિંગ પણ અનુકૂળ બની રહેશે. નોકરીમાં અનુકૂળ તક મેળવશો. વેપાર વધશે. જૂનાં ઉઘરાણીના નાણાં મેળવી શકશો. પ્રવાસ દ્વારા નાણાં ઉઘરાણીના પ્રયત્નો સફળ બની રહેશે. નવા કામકાજનો પ્રારંભ શક્ય જણાય છે. મિત્રો દ્વારા મહિલાઓને કાર્યક્ષેત્રે ઈચ્છિત માર્ગદર્શન પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને વિભાગીય પરીક્ષામાં અનુકૂળ તકો મેળવશો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું… Benefits of Ramfal Kandmul Ram Navami: Ram Lalla Shringar Pics Beat the Heat: Simple Tips to Stay Cool During a Heatwave