ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧૮-૨-૨૦૨૪ થી તા. ૨૪-૨-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મકર રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ મકરમાંથી કુંભમાં તા. ૨૦મીએ પ્રવેશે છે. બુધ શીઘ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર મકર રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે તા. ૧૮મીએ વૃષભમાંથી મિથુન રાશિમાં આવે છે. તા. ૨૧મીએ કર્ક રાશિમાં પ્રવેશે છે. તા. ૨૩મીએ સિંહ રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના વેપાર અને રોકાણના કામકાજ અનુકૂળ બની રહેશે. નોકરીમાં તા. ૧૯, ૨૦, ૨૪ શુભ ફળદાયી જણાય છે. કારોબારમાં અર્થવ્યવસ્થા વધુ બળવાન બનશે. મુસાફરી દ્વારા અપેક્ષા મુજબ નાણાં ઉઘરાણી, વસૂલીના કામકાજ સફળ બની રહેશે. મહિલાઓને આ સપ્તાહમાં નોકરીના નિર્ણયો સ્વતંત્રપણે લેવા માટે સફળતા જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં યશસ્વી અનુભવ થશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણ શક્ય જણાય છે. નોકરીના કામકાજ અર્થે પ્રવાસ જણાય છે. અકારણ નાણારોકાણ ટાળવું જરૂરી છે. દૈનિક વેપારમાં ઉધારી રાખવી નહીં. સહપરિવાર પ્રવાસ પણ શક્ય છે. મહિલાઓને ધાર્મિક કાર્યોમાં સામિલ થવાની તક મળશે. વિદ્યાર્થીઓને પ્રવાસની અપેક્ષિત તક પ્રાપ્ત થાય.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક વેપાર તથા સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં સ્થળની બદલી શક્ય જણાય છે. કોર્ટ-કાનૂની સવાલોનો ઉકેલ આવશે. કાર્યક્ષેત્રે અભિપ્રાયોમાં મક્કમતા દાખવવી જરૂરી છે. રાજકારણમાં સફળતા છે. મહિલાઓની આ સપ્તાહની પ્રવૃત્તિઓ એકંદરે સાનુકૂળ બની રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં અભ્યાસ માટે નવી નવી તકો પ્રાપ્ત થતી જણાશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં લે-વેંચના વેપારથી લાભ થાય. નોકરીમાં યશ મેળવશો. કાર્યક્ષેત્રે જરૂરી સાધન સગવડતા મેળવશો. સંતાન પરિવારના કારોબારમાં જોડાશે. ભાગીદાર સાથેના નાણાવ્યવહાર પણ આ સપ્તાહમાં પૂર્ણ થશે. કુટુંબીજનોમાં મહિલાઓ આ સપ્તાહમાં માનપાન મેળવશે. જૂના મતભેદો દૂર થશે. વિદ્યાર્થીઓના અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અપનાવી શકશો. નોકરીના સહકાર્યકરોમાં સફળતાથી ગેરસમજણ દૂર કરી શકશો. કાર્યક્ષેત્રે ભાગીદાર સાથેના મતભેદો દૂર થશે. તા. ૧૮, ૧૯, ૨૦, ૨૪ પ્રવાસમાં સાનુકૂળ જણાય છે. વેપાર વધશે. નાણાં આવક વધશે. મહિલાઓના કુટુંબીજનો સાથેના મતભેદોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે નવું સાહિત્ય મેળવી શકશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષા મુજબ દૈનિક સાપ્તાહિક વેપારથી લાભ મેળવી શકશો. નોકરીમાં અધિકારીનો સહયોગ મેળવશો. સંતાન પરિવારના કારોબારમાં ઉપયોગી થશે. કારોબારના મિત્રો સાથેનાં નાણાવ્યવહાર સફળ બની રહેશે. પ્રવાસની અનુકૂળ તકો જણાય છે. મહિલાઓના ધાર્મિક, કૌટુંબિક પ્રસંગો સફળ પુરવાર થશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં શાળા, કોલેજના અભ્યાસમાં સફળતાનો અનુભવ થશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ શક્ય છે. નવી નોકરીનો પ્રારંભ થાય તેમ છે. તા. ૧૦, ૨૦, ૨૨ના કામકાજ યશસ્વી પુરવાર થશે. કાર્યક્ષેત્રે મિલકત, વાહન ઈત્યાદિ જરૂરી સાધનો ખરીદવા માટેના પ્રયત્નો સફળ જણાશે. મહિલાઓને આ સપ્તાહમાં કિંમતી ઘરવખરીની ખરીદી માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના અભ્યાસના ક્રમ નિયમિતપણે જળવાઈ રહેશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક વેપાર લાભદાયી પુરવાર થશે. નવા નાણારોકાણ માટે સફળ તકો મેળવશો. નોકરી માટે તા. ૨૨, ૨૩, ૨૪ શુભ જણાય છે. સાહસિકતાથી નવા કામકાજનો પ્રારંભ થશે. કારોબારની નાણાઆવક જળવાઈ રહેશે. મિલકત-વાહન ઈત્યાદિની ખરીદી શક્ય છે. મહિલાઓના આ સપ્તાહના પ્રાસંગિક કામકાજ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસક્રમ સમયસર પૂર્ણ થતાં રહેશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં યોગ્ય માર્ગદર્શન દ્વારા શેરબજારનું ટ્રેડિંગ સફળ જણાશે. નોકરીમાં યશ મેળવશો. તા. ૧૯, ૨૦, ૨૨ સાનુકૂળ જણાય છે. કારોબારની નાણાઆવકની વૃદ્ધિ થશે. સહોદરો સાથેના સંપર્ક જળવાશે. મહિલાઓને આ સપ્તાહમાં કુટુંબીજનોનો સુખદ અનુભવ થાય. વિદ્યાર્થીઓને શિક્ષકનું જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણારોકાણ શક્ય જણાય છે. નાણાવ્યવહાર સફળ રહેશે. જૂનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરશો. તા. ૧૯, ૨૦, ૨૨ના કામકાજ સફળ બની રહેશે. મુસાફરીઓ એકંદરે લાભદાયી પુરવાર થશે. મહિલાઓને નોકરીમાં યશ પ્રાપ્ત થાય. મુસાફરી દ્વારા કુટુંબના પ્રસંગો પૂર્ણ કરી શકશો. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં શિક્ષકનું જરૂરી માર્ગદર્શન મેળવશો. યશ મેળવશો.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં તા. ૨૦ પછી કામકાજ વધુ સાનુકૂળ પુરવાર થશે. ભાઈઓ સાથેના નાણાવ્યવહાર સફળ બની રહેશે. પ્રવાસ સફળ રહેશે. સરકારી અધિકારીનો સહયોગ મેળવશો. મહિલાઓને કુટુંબીજનોથી પ્રસંગોપાત સહયોગ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય જળવાશે. વિદ્યાર્થીઓને કુટુંબીજનોનો સહયોગ પ્રાપ્ત થાય. પ્રવાસ દ્વારા શિક્ષણના કામકાજ પૂર્ણ થશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વાયદાના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીમાં સ્થાન બદલી થાય. જૂનાં અધૂરા કામકાજ પૂર્ણ કરી શકશો. વેપાર વધશે. કુટુંબીજનો સાથેના આર્થિક વ્યવહાર સંપન્ન થશે. મહિલાઓને કાર્યક્ષેત્રે અધિકારીનો સહયોગ પ્રાપ્ત થાય. સપ્તાહની દિનચર્યા નિયમિત જળવાશે. વિદ્યાર્થીઓ નવા અભ્યાસનું જ્ઞાન મેળવી શકશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride”