સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૧૧-૨-૨૦૨૪ થી તા. ૧૭-૨-૨૦૨૪
ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં તા. ૧૩મીએ કુંભ રાશિમાં પ્રવેશે છે. મંગળ સમગ્ર સપ્તાહમાં સ્થિર ગતિએ મકરમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ મકરમાં શીઘ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર મકરમાં સ્થિર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે કુંભ રાશિમાં રહે છે. તા. ૧૨મીએ મીનમાં તા. ૧૪મીએ મેષમાં, તા. ૧૬મીએ વૃષભમાં પ્રવેશે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના વેપારમાં તા. ૧૩ પછીના કામકાજ લાભદાયી પુરવાર થશે. તા. ૧૧, ૧૨, ૧૭મીએ નોકરીમાં યશસ્વીપણું અનુભવશો. હસ્તગત કાર્ય પૂર્ણ કરી શકશો. રાજકારણ, સરકાર સંબંધી કામકાજ, કોર્ટ-કચેરીમાં સફળતા છે. અર્થવ્યવસ્થા વધુ દૃઢ બનશે. મહિલાઓના નાણાંના આયોજનો સફળ પુરવાર થશે. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં જરૂરી સાધનો પ્રાપ્ત કરશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના કામકાજની પદ્ધતિમાં નવું જ્ઞાન પ્રાપ્ત કરશો. નોકરીમાં સમયના આયોજન તથા જવાબદારીભર્યા કામકાજ વિશે સતર્કતા દાખવવી જરૂરી છે. કારોબારમાં અકારણ નાણાં ખર્ચ શક્ય છે. મિત્રો સાથેના નાણાવ્યવહાર પૂર્ણ થશે. જૂના ઉઘરાણીનાં નાણાં પણ મેળવશો. મહિલાઓને અનારોગ્યમાં ઝડપી સારવારનો અનુભવ થશે. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં અધ્યયનમાં નિયમિતતા દાખવી શકશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબનું નવું રોકાણ આ સપ્તાહમાં શક્ય છે. નોકરીમાં યશ, અગ્રેસરપણું અનુભવશો. નોકરીના સહકાર્યકરોમાં માનસન્માન મેળવશો. તા. ૧૩, ૧૪, ૧૫ના કામકાજમાં સફળતા મેળવશો. સપ્તાહમાં નાણાંની આવકની વૃ્દ્ધિ થશે. ગૃહિણીઓને સંતાનના જવાબદારીના કામકાજમાં યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓ સપ્તાહમાં અભ્યાસનાં આયોજનો સફળતાથી પૂર્ણ કરી શકશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના નવાં નાણારોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર પણ લાભદાયી પુરવાર થશે. નોકરીનો પ્રારંભ શકય છે. તા. ૧૪, ૧૫, ૧૬ના કામકાજ યશસ્વી પુરવાર થશે. મિત્રોમાં અપેક્ષા મુજબ આથિર્ર્ક વ્યવહાર સંપન્ન થાય. મહિલાઓના પડોશ સંબંધો વધુ સરાહનીય બની રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સફળ તકો મેળવશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટે જરૂરી માર્ગદર્શન મેળવશો. મુસાફરી દ્વારા નોકરીના કામકાજ પૂર્ણ કરશો. નોકરીમાં માન-સન્માન મેળવશો. પ્રસિદ્ધિ મેળવશો. નાણાંની આવકની વૃદ્ધિ થશે. ભાગીદાર ઉપયોગી થાય. ગૃહિણીઓને સંતાનની શૈક્ષણિક જવાબદારી પૂર્ણ કરવા માટે સફળતા જણાશે. વિદ્યાર્થીઓના અભ્યાસ નિયમિત જળવાઈ રહેશે.
કન્યા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં યોગ્ય માર્ગદર્શન અપેક્ષાનુસાર મેળવશો. તા. ૧૧, ૧૨, ૧૩, ૧૭ના નિર્ણયો નોકરીમાં લાભદાયી પુરવાર થશે. પરિવારના કારોબારમાં પ્રગતિ જળવાશે. મુસાફરી આ સપ્તાહમાં સફળ બની રહેશે. ભાગીદાર સાથેના વ્યવહારમાં સાવધાની રાખવી જરૂરી છે. મહિલાઓને આ સપ્તાહમાં કાર્યક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અધ્યયનના કામકાજ નિયમિતપણે જળવાઈ રહેશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણ તથા જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીમાં હિતશત્રુઓની ઓળખ થાય. તા. ૧૨, ૧૩, ૧૪ નોકરીમાં યશસ્વી બની રહેશે. વાહન મિલકતના નિર્ણયો લઈ શકશો. ભાગીદાર લાભદાયી પુરવાર થશે. ગૃહિણીઓને પરિવારના પ્રસંગોમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓને અધ્યયનના કામકાજ નિયમિત બની રહેશે.
વૃશ્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષાનુસાર નવું નાણારોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ પુરવાર થશે. તા. ૧૩, ૧૪, ૧૬ના નોકરીના કામકાજ સફળ બની રહેશે. કાર્યક્ષેત્રે આર્થિક વ્યવહાર સફળતાથી જાળવી શકશો. જૂનાં નાણાં ઉઘરાણીના કામકાજ સફળ બની રહેશે. મહિલાઓને સહોદરો સાથેના વ્યવહાર જાળવવામાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં પ્રગતિનો અનુભવ કરશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણની તક મેળવશો. નોકરીમાંથી મળનારા લાભ પ્રોત્સાહન જળવાય રહેશે. ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. તા. ૧૧, ૧૨, ૧૫, ૧૬ના કામકાજ સફળતા દર્શાવે છે. મહિલાઓને કુટુંબીજનોથી નિજી કાર્યક્ષેત્રે પ્રોત્સાહન પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસના નિર્ણયો એકંદરે સાનુકૂળ બની રહેશે.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના નાણારોકાણ અને વેપારના કામકાજ અનુસરી શકશો. પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ સફળ થાય. તા. ૧૩, ૧૪, ૧૬ના કામકાજમાં કાર્યક્ષેત્રે યશસ્વીપણું અનુભવશો. વેપાર વધશે. નાણાઆવક જળવાશે. ગૃહિણીઓને સંતાનની જવાબદારીના કામકાજમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસના નિર્ણયો માટે અનુકૂળતાઓ જણાશે. જરૂરી સાધનો પ્રાપ્ત કરશો
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અપનાવી શકશો. નોકરી માટે તા. ૧૨, ૧૪, ૧૫ શુભ પુરવાર થશે. પ્રવાસ દ્વારા વેપારના નાણાં ઉઘરાણીના કામકાજ સફળ બની રહેશે. કાર્યક્ષેત્રે વાટાઘાટોમાં સાવધાની રાખવી જરૂરી છે. રાજકારણમાં પણ સતર્કતા જરૂરી છે. મહિલાઓને નોકરીમાં સહકાર્યકરો ઉપયોગી થશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ સફળ બની રહેશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવાં નાણારોકાણ માટે સ્વપ્રયત્ને નિર્ણય લઈ શકશો. નોકરીમાં સ્થાન પરિવર્તન થાય. તા. ૧૨, ૧૪, ૧૫ કાર્યક્ષેત્રે સફળતાસૂચક છે. નાણાઆવકની વૃદ્ધિ થશે. વેપાર વધશે. મહિલાઓને નવી નોકરીના પ્રારંભ માટે અનુકૂળતા જણાશે. પરિવારજનોનો સહયોગ મેળવશો. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં અભ્યાસના નિર્ણયો લેવા માટે અનુકૂળતા જણાશે.