ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

– પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૪-૯-૨૦૨૩ થી તા. ૩૦-૯-૨૦૨૩

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી મંગળ ક્ધયા રાશિમાં સમગ્ર ગતિએ ભ્રમણ કરે છે. માર્ગી બુધ સિંહ રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. વક્રી ગુરુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી શુક્ર કર્ક રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. વક્રી શનિ કુંભ રાશિમાં મંદ ગતિએ ભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે મકર રાશિમાં પ્રવેશે છે. તા. ૨૬મીએ કુંભ રાશિમાં, તા. ૨૮મીએ મીન રાશિમાં, તા. ૩૦મીએ મેષ રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણારોકાણ માટે ગોચરગ્રહફળ શુભ જણાય છે. નોકરીમાં અપેક્ષિત પરિવર્તનો શક્ય જણાય છે. વાહન, કારોબાર માટે સગવડતાના સાધનો મેળવી શકશો. જરૂરી નાણાં, માર્ગદર્શન, પ્રોત્સાહન ઈત્યાદિ માટે સપ્તાહનું ગોચરફળ શુભ છે. ગૃહિણીઓને સંતાનની જવાબદારીના કામમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસ સફળતાથી સંપન્ન થતાં જણાશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નાણારોકાણ અને સાપ્તાહિક વેપાર અનુકૂળ રહેશે. નવી નોકરીનો પ્રારંભ શક્ય જણાય છે. અકારણ નાણાંખર્ચ પરત્વે સતર્કતા દાખવવી જરૂરી છે. નવા કારોબાર જન્મકુંડળીના આધારે નક્કી કરવો જરૂરી છે. નાણાં આવક જળવાશે. મહિલાઓને કુટુંબના જવાબદારીના કામકાજમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓના સપ્તાહના પરીક્ષાત્મક સંજોગો સફળ પુરવાર થશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણારોકાણ માટે ગોચરફળ શુભ જણાય છે. નોકરી માટે અપેક્ષિત તકો મેળવશો. નાણાંઆવક જળવાશે. યોગ્ય નાણાંનું નિયમન, સંચય, રોકાણ ઈત્યાદિ સફળ રહેશે. વેપારના આર્થિક વ્યવહાર પૂર્ણ કરી શકશો. મહિલાઓને કુટુંબના સભ્યોનો સહયોગ નિજી પ્રવૃત્તિમાં તથા પરિવારના પ્રસંગોમાં પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસમાં સહઅધ્યાયીઓનો સહયોગ પ્રાપ્ત થતો રહેશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણારોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર શુભ ફળદાયી નીવડશે. નોકરીનાં જૂનાં અધૂરા કામકાજ પૂર્ણ કરી શકશો. નવા કામકાજનો પ્રારંભ શક્ય જણાય છે. નવી ભાગીદારી, વેપારની મંત્રણા સફળ બની રહેશે. નાણાંની જોગવાઈ વ્યવસ્થા ઈત્યાદિ સફળ બની રહેશે. મહિલાઓના કુટુંબીજનો સાથેના મતભેદોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને નિત્ય અભ્યાસ માટે જરૂરી પ્રોત્સાહન, એકાગ્રતા પ્રાપ્ત કરવામાં સફળતા મળશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નાણારોકાણ માટેના પ્રયત્નો સફળ જણાય છે. નવી નોકરીનો પ્રારંભ શક્ય જણાય છે. નોકરીમાં યશ મેળવશો. પ્રવાસ દ્વારા કારોબારના કામકાજ સફળતાથી પૂર્ણ કરી શકશો. જૂનાં નાણાંના વસૂલીના પ્રયત્નોમાં સફળ રહેશો. મહિલાઓ નવી નોકરીનો પ્રારંભ કરી શકશે. વિદ્યાર્થીઓને કુટુંબના સભ્યોનો સહયોગ શૈક્ષણિક પ્રવૃત્તિમાં પ્રાપ્ત થાય.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારનું અપેક્ષિત કામકાજ સફળ પુરવાર થશે. નોકરીમાં સ્થાન બદલી શક્ય જણાય છે. ભાગીદારીના સંબંધોમાં પરિવર્તનો આવે તેમ છે. નાણાંના વ્યવહાર જળવાઈ રહેશે. નાણાંઆવકની વૃદ્ધિ થશે. ગૃહિણીઓને વડીલો પરિવારજનોનું પ્રોત્સાહન પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના સપ્તાહના અભ્યાસ પૂર્ણપણે સફળ બની રહેશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટે જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કરશો. નોકરીની પ્રવૃત્તિઓ નિયમિતપણે જળવાઈ રહેશે. ભાગીદાર સાથેનો મતભેદ દૂર થશે. નવા કામકાજના પ્રારંભ માટે ગોચરફળ શુભ છે. નાણાંવ્યવહાર સફળ પુરવાર થશે. મહિલાઓના કુટુંબીજનો સાથેના મતભેદોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને પરીક્ષાના સફળ પરિણામો પ્રાપ્ત થતાં જણાશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં રોકાણ અને વેપારના કામકાજ લાભદાયી પુરવાર થશે. નાણાંવ્યવહાર જળવાઈ રહેશે. પ્રવાસમાં નવી ઓળખાણો ઉપયોગી થતી જણાય. જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી શક્ય જણાય છે. મહિલાઓને સંતાનનો સુખદ અનુભવ થાય. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટેના સ્વતંત્રપણે નિર્ણયો લઈ શકશો. ધાર્યા મુજબના નોકરીના કામકાજ સફળતાથી સંપન્ન થશે. મુસાફરીવાળા કારોબારના વિકાસના પ્રયત્નો સફળ થશે. ભાગીદાર સાથેના મતભેદો હળવા થાય. મહિલાઓને નવી પ્રવૃત્તિઓ માટે પતિનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના કઠિન અભ્યાસમાં જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થાય.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીમાં અધિકારીનો સહયોગ મેળવશો. વાહન, કારોબાર માટે જરૂરી સાધનો, સવલતો સરળતાથી મેળવી શકશો. ભાગીદારનો સહયોગ પ્રાપ્ત થાય. મહિલાઓને કાર્યક્ષેત્રે પરિવર્તનોનો અનુભવ થાય. નોકરીમાં બદલી શક્ય છે. વિદ્યાર્થીઓના અધ્યયનના કામકાજ સફળતાથી સંપન્ન થશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા કામકાજ, નવીન કાર્યપદ્ધતિની જાણકારી મેળવી શકશો. નોકરીના સહકાર્યકરોમાં યશ મેળવશો. જૂના ઉઘરાણીના નાણાંની વસૂલી શક્ય જણાય છે. સહોદરોમાં યશ મેળવશો. સંપ વધશે. પરિવારજનોમાં નાણાંવ્યવહાર પૂર્ણ કરી શકશો. મહિલાઓને કુટુંબીજનોથી યશસ્વી અનુભૂતિ થાય. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ જળવાઈ રહેશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ લાભદાયી પુરવાર થશે. નોકરીમાં અધિકારીનો સહયોગ મેળવશો. જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં યશ મેળવશો. નવા કામકાજનો પ્રારંભ શક્ય જણાય છે. મહિલાઓને નોકરીના ક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. વિદ્યાર્થીઓના અભ્યાસ એકંદરે નિયમિતપણે જળવાઈ રહેશે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button