ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૮-૧-૨૦૨૪ થી તા. ૩-૨-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ મકર રાશિમાં સમગ્ર સપ્તાહમાં ભ્રમણ કરે છે. મંગળ ધનુ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ ધનુમાંથી મકરમાં તા. ૧લીએ પ્રવેશે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર ધનુ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે સિંહ રાશિમાં રહે છે. તા. ૩૦મીએ ક્ધયામાં, તા. ૧લીએ તુલામાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં તેજીના વેપારમાં લાભ થશે. નવી નોકરીનો પ્રારંભ આ સપ્તાહમાં જણાય છે. તા. ૩૦, ૩૧, ૩જીએ નવા કામકાજના પ્રારંભમાં સફળતા મેળવશો. મહિલાઓને આ સપ્તાહમાં નોકરીમાં તથા અન્ય કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં ઉચ્ચ અભ્યાસના નિર્ણયો લેવા માટે સરળતા જણાશે તથા સવલતો મેળવશો.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અકારણ ઉતાવળે નવું નાણારોકાણ હિતાવહ જણાતું નથી. નોકરી માટે આ સપ્તાહના ગ્રહયોગો શુભ જણાય છે તથા ઉપરી અધિકારી સાથેના બગડેલા સંબંધોનો ઉકેલ આવશે. પરિવારજનો સાથેના નાણાવ્યવહાર આ સપ્તાહમાં સફળતાથી પૂર્ણ કરી શકશો. મહિલાઓને આ સપ્તાહમાં કુટુંબીજનોનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં અભ્યાસમાં નિયમિતતા જાળવશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણારોકાણ માટે ગ્રહયોગો શુભ છે. તા. ૨૯, ૧, ૨ના નોકરીના કામકાજ એકંદરે લાભદાયી પુરવાર થશે. પ્રવાસ દ્વારા વેપારના વિસ્તરણના કામકાજ સફળ બની રહેશે. નાણાઆવકની વૃદ્ધિ થશે. કુટુંબીજનોમાં મહિલાઓને યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓને શિક્ષકોનો સહયોગ પ્રાપ્ત થાય.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું નાણારોકાણ અને સફળતાથી વેપાર પણ જણાય છે. તા. ૩૦, ૧, ૨ના નોકરીના કામકાજ શુભ પુરવાર થશે. કારોબારમાં મિત્રો તથા ભાગીદાર ઉપયોગી થાય. મહિલાઓને નોકરીમાં નવીન તકો પ્રાપ્ત થશે. સંતાનના જવાબદારીના કામકાજમાં યશ મેળવશો. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં સહઅધ્યાયીઓ ઉપયોગી થશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ શક્ય છે. નોકરીમાં પ્રગતિ થશે. માનવૃદ્ધિ થશે. તા. ૨૮, ૧, ૨, ૩ના કામકાજ આ સપ્તાહમાં સરળ બનતા જણાશે. પ્રવાસ દ્વારા વેપારના ઉઘરાણીના નાણાંની વસૂલી શક્ય જણાય છે. મિત્રોમાં આ સપ્તાહમાં યશસ્વીપણું અનુભવશો. મહિલાઓને પડોશ મિત્રો સાથેના વિવાદનો ઉકેલ લાવી શકશે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક કામકાજ નિયમિતપણે જળવાઈ રહેશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં રોકાણ અને વેપારના કામકાજ સફળ થશે. નોકરી માટે આ સપ્તાહના નિર્ણયો એકંદરે સફળ પુરવાર થશે. વેપાર વધશે. નાણાઆવક વધશે. સંતાન પરિવારના કારોબારમાં સામેલ થશે. મહિલાઓને કાર્યક્ષેત્રે નવીન તકો પ્રાપ્ત થાય. નાણાવ્યવસ્થા જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓને અધ્યયનના નિર્ણયો એકંદરે શુભ પુરવાર થશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જૂના રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીમાં હરીફોની ઓળખ થાય. સહકાર્યકરો સાથેના મતભેદો દૂર થશે. મિત્રો ઉપયોગી થાય. વેપારની આવક વધશે. પરિવારમાં ભાઈ-બહેનો કારોબારમાં ઉપયોગી થશે. મહિલાઓના પાડોશ મિત્રો સાથેના સંબંધો વધુ સુધરશે. વિદ્યાર્થીઓ વાંચન અભ્યાસમાં નિયમિતતા દાખવી શકશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજ લાભદાયી પુરવાર થશે. નોકરીમાં સરળતા અને આત્મવિશ્ર્વાસ અનુભવશો. જૂનાં અધૂરા કાર્યો પૂર્ણ કરી શકશો. વેપારની નાણાંઆવક વધશે. કુટુંબીજનો સાથેના મતભેદો દૂર થશે. વાહનનો નિર્ણય લઈ શકશો. મુસાફરી દ્વારા મહિલાઓના પ્રાસંગિક જવાબદારીના કામકાજ પૂર્ણ થાય. વિદ્યાર્થીઓ અપેક્ષિત અભ્યાસના સાધનો મેળવી શકશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણારોકાણની તક મેળવી શકશો. મિત્રો, નોકરીના સહકાર્યકરો ઉપયોગી થશે. તા. ૨૮, ૨૯, ૩૧, ૧ કારોબાર માટે શુભ જણાય છે. વેપાર વધશે. નાણાઆવક વધશે. મિલકતના કામકાજ પૂર્ણ થશે. મહિલાઓના કારોબારના મૂંઝવતા પ્રશ્ર્નો ઉકેલાશે. સ્વાસ્થ્ય જળવાશે. વિદ્યાર્થીઓને અભ્યાસેત્તર પ્રવૃત્તિમાં યશસ્વી અનુભવ થાય.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષા મુજબ વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં તા. ૩૦, ૩૧, ૨, ૩, શુભ જણાય છે. પ્રવાસ આ સપ્તાહમાં સફળ પુરવાર થશે. અનારોગ્યમાં ઝડપી સુધારો થાય. મિલકત વાહનના નિર્ણયો લઈ શકશો. સપ્તાહમાં નાણાઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓ કાર્યક્ષેત્રે મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ લાવી શકશે. વિદ્યાર્થીઓ સાહસિકપણે અભ્યાસનો નિર્ણય લઈ શકશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષિત માર્ગદર્શન દ્વારા નવું રોકાણ સફળતાથી પૂર્ણ કરી શકશો. સપ્તાહમાં અકારણ નાણાખર્ચ ઉપર સાવધાની દાખવવી જરૂરી છે. જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી સફળ બનશે તથા આર્થિક વ્યવહારો પૂર્ણ થશે. વેપારમાં એકંદરે સફળતા અનુભવશો. મહિલાઓને નવી નોકરીના પ્રારંભ માટે અનુકૂળતા જણાય છે. સ્વાસ્થ્ય જળવાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં વાંચન સામગ્રી સરળતાથી પ્રાપ્ત થતી જણાશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં યોગ્ય માર્ગદૃર્શન મેળવી શકશો તથા દૈનિક સાપ્તાહિક વેપાર પણ લાભદૃાયી પુરવાર થશે. નોકરીમાં સ્થાન બદલી શક્ય છે. નોકરીના અપેક્ષિત કામકાજ પૂર્ણ કરી શકશો. નાણાઆવક જળવાશે. મહિલાઓને પરિવારના સ્વજનોનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસના કામકાજ સફળ થતાં જણાશે.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker