ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૧-૧-૨૦૨૪ થી તા. ૨૭-૧-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મકર રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ ધનુ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ ધનુ રાશિમાં શીઘ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર ધનુ રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે ૨૧મીએ વૃષભ રાશિમાં રહી તા. ૨૨મીએ મિથુનમાં, તા. ૨૫મીએ કર્કમાં, તા. ૨૭મીએ સિંહ રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં આ સપ્તાહનો વેપાર ધનલાભ અપાવશે. નવી નોકરીનો પ્રારંભ થાય. તા. ૨૩, ૨૪ નોકરીના કામકાજ માટે શુભ જણાય છે. સામાજિક પ્રવૃત્તિઓમાં યશ મેળવશો. ભાગીદાર ઉપયોગી થશે. કુટુંબના કારોબારની પ્રવૃત્તિઓમાં યશસ્વી અનુભવ થાય. મહિલાઓને ધાર્મિક યાત્રામાં સફળતા પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ અધ્યયનમાં નિયમિતતા દાખવી શકશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારની રોકાણની પ્રવૃત્તિઓ અનુકૂળ બની રહેશે. નોકરી માટે અપેક્ષિત તકો તા. ૨૪, ૨૬, ૨૭મીએ મેળવશો. કાર્યક્ષેત્રે પરિવર્તનો આ સપ્તાહમાં જણાય છે. જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી થાય. કુટુંબના સભ્યોનો સહયોગ કાર્યક્ષેત્રે મેળવશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અનુકૂળતાઓ પ્રાપ્ત થાય.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં યોગ્ય માર્ગદર્શન દ્વારા વેપાર સફળ જણાશે. નોકરી માટે તા. ૨૩, ૨૬, ૨૭ શુભ પુરવાર થશે. મિત્રોમાં આ સપ્તાહમાં આર્થિક વ્યવહાર પૂર્ણ થઈ શકશે. જૂના ઉઘરાણીના નાણાંની વસૂલી થાય. પ્રવાસ માટે આ સપ્તાહના નિર્ણયો શુભ દર્શાવે છે. મહિલાઓના પ્રાસંગિક જવાબદારીના કામકાજ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને અધ્યયનમાં નિયમિતતાને સફળતા જણાશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાંલાભ મેળવી શકશો. નોકરીના મિત્રો દ્વારા તા. ૨૧, ૨૨, ૨૭મીએ સફળ તકો પ્રાપ્ત કરશો. ભાગીદાર દ્વારા કાર્યક્ષેત્રે જરૂરી પ્રોત્સાહન પ્રાપ્ત કરશો. વેપારની વાટાઘાટો સફળ નીવડશે. કુટુંબ જીવનનો આ સપ્તાહમાં યશસ્વી અનુભવ થાય. મહિલાઓને સંતાનના જવાબદારીના કામકાજમાં સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને તા. ૨૧, ૨૨, ૨૭ અભ્યાસના સાધનોની પ્રાપ્તિ કરાવે છે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ શક્ય છે. દૈનિક સાપ્તાહિક વેપારથી લાભ મેળવશો. નોકરી માટે તા. ૨૨, ૨૩, ૨૭ શુભ જણાય છે. મિત્રો દ્વારા કારોબારના મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ લાવી શકશો. નાણાંઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓને કુટુંબના જવાબદારીના કામકાજમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વાયદાના વેપાર લાભદાયી બની રહેશે. નવું નાણાંરોકાણ પણ સપ્તાહમાં શક્ય જણાય છે. મિલકતના નિર્ણયો અનુકૂળ બની રહેશે. પ્રવાસ દ્વારા આ સપ્તાહમાં અપેક્ષિત તકો કાર્યક્ષેત્રે પ્રાપ્ત કરશો. નવા વ્યવસાયના સંબંધો પણ નિર્માણ થશે. જીવનસાથીનો સહયોગ મેળવશો. મહિલાઓના સપ્તાહના કામકાજ નિયમિતપણે જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં મુસાફરી દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓ સંપન્ન થતી જણાશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણાંરોકાણ તથા સપ્તાહનો વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરી માટે તા. ૨૧, ૨૨, ૨૪, શુભ જણાય છે. મિત્રો કાર્યક્ષેત્રે ઉપયોગી થશે. ભાગીદારથી નાણાંલાભ થાય. કુટુંબીજનો સાથેનો નાણાંવ્યવહાર સંપન્ન થશે. મહિલાઓને આ સપ્તાહમાં સંતાનના જવાબદારીના કામકાજમાં અનુકૂળતાઓ જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસ માટે અનુકૂળતાઓ પ્રાપ્ત થશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વાયદાના વેપારમાં ગેરદોરવણી થાય તેમ છે. કારોબારના તા. ૨૧, ૨૨, ૨૬, ૨૭ના કામકાજ એકંદરે લાભદાયી પુરવાર થશે. નોકરીમાં યશ મેળવશો. જૂની ઉઘરાણીની નાણાંઆવકની વસૂલી સફળ થાય. સપ્તાહના પ્રવાસ પ્રસંગો યશસ્વી બની રહેશે. મહિલાઓને સંતાનની અધ્યયનની જવાબદારીમાં સફળતા જણાય. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસ નિર્ણયો તા. ૨૨, ૨૩, ૨૪મીએ શુભ પુરવાર થશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં આ સપ્તાહનું દૈનિક વેપારનું કામકાજ સફળ પુરવાર થશે. તા. ૨૧, ૨૨, ૨૪ નોકરી માટે સફળ પુરવાર થશે. કુટુંબના કારોબારમાં યશ મેળવશો. સામાજિક રાજકીય પ્રવૃત્તિમાં યશ મેળવશો. પ્રવાસ એકંદરે શુભ પુરવાર થશે. મિત્રો માટે આ સપ્તાહના નિર્ણયો એકંદરે અનુકૂળ બની રહેશે. પ્રવાસ દ્વારા આ સપ્તાહના મહિલાઓના કુટુંબના જવાબદારીના કામકાજ પૂર્ણ થશે. વિદ્યાર્થીઓને સંશોધનની પ્રવૃત્તિમાં સફળતા પ્રાપ્ત થાય.

મકર (ખ, જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નિર્ણયો લેવા માટે સ્વતંત્રપણે સફળતા મેળવશો. નોકરી માટે તા. ૨૩, ૨૪, ૨૬ શુભ બની રહેશે. સામાજિક રાજકીય પ્રવૃત્તિઓમાં યશ મેળવશો. કિંમતી ચીજોના વેપારમાં સફળતા મેળવશો. નાણાંઆવકની વૃદ્ધિ થાય. મુસાફરી દ્વારા મહિલાઓના પરિવારની જવાબદારીના કામકાજ સંપન્ન થતા જણાય. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં ધાર્યા મુજબની અધ્યયનની તકો પ્રાપ્ત થતી જણાશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંના રોકાણ માટે સાનુકૂળ તક મેળવશો. તા. ૨૪, ૨૬, ૨૭ નોકરી માટે નિર્ણયાત્મક જણાય છે. પ્રવાસ સફળ બની રહેશે. કાર્યક્ષેત્રે નિયમિતતા જાળવી શકશો. નાણાંઆવકની વૃદ્ધિ થાય. મહિલાઓને કાર્યક્ષેત્રે સહકાર્યકરોનો સહયોગ પર્યાપ્ત થશે. પતિનો સહયોગ પણ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને અધ્યયનના સાધનો પ્રાપ્ત થાય.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં સફળતા તથા નાણાંલાભની અનુભૂતિ ગોચરગ્રહફળ દર્શાવે છે. નોકરીના અપેક્ષિત લાભ મેળવશો. તા. ૨૧, ૨૨, ૨૬, ૨૭ યશસ્વી પુરવાર થશે. કારોબારની ગેરસમજણો દૂર થશે. આત્મવિશ્ર્વાસ દઢ બનશે. મુસાફરી દ્વારા નાણાં ઉઘરાણીના કામકાજ સફળ પુરવાર થશે. નાણાંઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓ આ સપ્તાહમાં કિંમતી ચીજોની ખરીદી માટે સફળ તક મેળવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી