ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧૪-૧-૨૦૨૪ થી તા. ૨૦-૧-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ તા. ૧૫મીએ ધનુમાંથી મકર રાશિમાં પ્રવેશે છે. મંગળ ધનુ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ ધનુ રાશિમાં શીઘ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર વૃશ્ર્ચિક રાશિમાંથી તા. ૧૮મીએ ધનુ રાશિમાં પ્રવેશે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે કુંભ રાશિમાં રહે છે. તા. ૧૬મીએ મીન રાશિમાં, તા. ૧૮મીએ મેષ રાશિમાં, તા. ૨૦મીએ વૃષભ રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણની અનુકૂળ તક મેળવશો. નોકરી માટે તા. ૧૪, ૧૯, ૨૦ અનુકૂળ છે. નવા કારોબારના પ્રારંભની તક મેળવશો. નાણાંની અનુકૂળતા જળવાઈ રહેશે. મહિલાઓને આ સપ્તાહમાં અપેક્ષા મુજબ કામકાજના પ્રારંભ માટે સરળતા રહેશે. ધાર્યા મુજબ વિદ્યાર્થીઓને અભ્યાસનાં સાધનો પ્રાપ્ત થાય.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણ માટે તથા દૈનિક સાપ્તાહિક વેપાર અનુકૂળ બની રહેશે. નોકરી માટે તા. ૧૬, ૧૭, ૧૮ ધ્યાનાકર્ષક દેખાય છે. નાણાં આવકની વૃદ્ધિ થાય. જૂનાં નાણાંની વસૂલી સફળ બની રહેશે. પ્રવાસ માટે મહિલાઓને સાનુકૂળ તકો પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં સહઅધ્યાયીઓ ઉપયોગી થતા જણાશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં સપ્તાહમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થાય. તા. ૧૫, ૧૬, ૧૮ અપેક્ષા મુજબ નોકરીમાં જૂનાં અધૂરાં કાર્યો પૂર્ણ થતાં દર્શાવે છે. મુસાફરી દ્વારા વેપારના ધાર્યા મુજબના કામકાજ સફળ થશે. મિત્રોમાં યશસ્વી અનુભવ થાય. વ્યાપાર તથા નોકરીના કામકાજમાં મહિલાઓને સાનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓ નવા અભ્યાસનો પ્રારંભ કરી શકશે. શિક્ષકનું માર્ગદર્શન મેળવશો.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષિત માર્ગદર્શન દ્વારા વેપારથી લાભ મેળવશો. તા. ૧૬, ૧૮, ૧૯ના નોકરીના કામકાજ યશસ્વી પુરવાર થશે. મિત્રોમાં યશ મેળવશો. વેપાર વધશે. વેપાર તથા કામકાજના નાણાંની આવક વધશે. ગૃહિણીઓને સંતાનના અભ્યાસના પ્રશ્ર્નોમાં સરળતા જણાશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ સફળતાપૂર્વક જળવાઈ રહેશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણ માટે અનુકૂળ તકો મેળવશો. તા. ૧૪, ૧૫, ૨૦ના કામકાજ સફળ બની રહેશે. નિર્ણયો લેવા માટે પરિવારના સ્વજનોનો સહયોગ મેળવશો. નવા કારોબારનો પ્રારંભ થાય. અર્થતંત્ર વધુ સરળ બની રહેશે. મહિલાઓને અપેક્ષા મુજબ નોકરીની પ્રવૃત્તિઓમાં સફળતા પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને અધ્યયન માટે જરૂરી સાધનો પ્રાપ્ત થશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબના નવા નાણાં રોકાણ માટે અનુકૂળ તકો મેળવશો. તા. ૧૪, ૧૬, ૨૭, ૨૦ નોકરીમાં યશસ્વી પુરવાર થશે. કુટુંબના સભ્યો સાથેના નાણાં વ્યવહાર આ સપ્તાહમાં સંપન્ન થશે. પ્રવાસ દ્વારા કારોબારના કામકાજ પૂર્ણ કરી શકશો. જૂની ઉઘરાણીનાં નાણાંની વસૂલી થાય. મહિલાઓને આ સપ્તાહમાં નવા કારોબારના પ્રારંભ માટે સફળ તકો પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસના પ્રારંભની તક પ્રાપ્ત થશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જરૂરી માર્ગદર્શન મેળવી શકશો. લે-વેંચનો વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરી માટે તા. ૧૪, ૧૭, ૧૮, શુભ પુરવાર થશે. પ્રવાસ એકંદરે લાભદાયી પુરવાર થાય. સપ્તાહમાં વ્યવસાયની વાટાઘાટો સફળ બની રહેશે. મહિલાઓને નોકરીના કામકાજમાં સફળતા જણાશે. સહકાર્યકરો પણ ઉપયોગી થાય. વિદ્યાર્થીઓને અધ્યયન માટે અનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાય.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. તા. ૧૮, ૧૯, ૨૦ના નોકરીના કામકાજ યશસ્વી બની રહેશે. નોકરીના અધિકારીનો સહયોગ તા. ૧૮, ૧૯મીએ મેળવશો. વેપાર વધશે. નાણાંની આવક વધશે. મુસાફરી એકંદરે અનુકૂળ રહેશે. મહિલાઓ પરિવારની જવાબદારીના કામકાજ મુસાફરી દ્વારા પૂર્ણ કરી શકશે. ધર્મકાર્ય યાત્રા સાનુકૂળ બની રહેશે. વિદ્યાર્થીઓનો નિત્ય અભ્યાસ એકંદરે સફળ પુરવાર થશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના નવા નાણાં રોકાણ માટે સફળ તકો મેળવશો. મુસાફરી માટે તા. ૧૪, ૧૫, ૧૯, ૨૦ અનુકૂળ જણાય છે. નોકરીમાં જૂનાં અધૂરાં કાર્યો સંપન્ન થાય. વ્યવસાયની વાટાઘાટો સફળ પુરવાર થશે. નાણાં વ્યવસ્થા સફળ બની રહેશે. ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ યશસ્વી પુરવાર થશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું નાણાં રોકાણ શક્ય જણાય છે. તા. ૧૬, ૧૭ સાનુકૂળ બની રહેશે. નવા કારોબારનો પ્રારંભ શક્ય જણાય છે. નાણાં આવકની વૃદ્ધિ થશે. મહિલાઓના આ સપ્તાહના પ્રાસંગિક જવાબદારીના કામકાજ એકંદરે શુભ પુરવાર થશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નિયમિતતા જણાય. અભ્યાસ અપેક્ષાનુસાર પૂર્ણ કરી શકશો.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું નાણાં રોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. તા. ૧૮, ૧૯ના નોકરીના કામકાજ સફળ બની રહેશે તથા નોકરી અર્થે પ્રવાસ જણાય છે. સપ્તાહમાં નવીન પ્રવૃત્તિઓનો પ્રારંભ શક્ય જણાય છે. મહિલાઓને આ સપ્તાહમાં કુટુંબીજનોનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના અભ્યાસ એકંદરે સફળ બની રહેશે. નિયમિતતા જાળવી શકશો.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષાનુસાર નવા નાણાંરોકાણ માટે ગોચરફળ શુભ છે. તા. ૧૪, ૧૫, ૧૭, ૨૦ નોકરીમાં યશ અપાવશે. નોકરીના જૂનાં અધૂરાં કામકાજ પૂર્ણ કરી શકશો. મુસાફરીઓ એકંદરે લાભદાયી પુરવાર થશે તથા મુસાફરી દ્વારા ઉઘરાણીના પ્રયત્નો સફળ બની રહેશે. મહિલાઓને સંતાનના અધ્યયનના જવાબદારીના કામમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે નિયમિત બની રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress