ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૭-૧-૨૦૨૪ થી તા. ૧૩-૧-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં ધનુ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ ધનુ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ તા. ૭મીએ વૃશ્ર્ચિકમાંથી ધનુમાં પ્રવેશે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર વૃશ્ર્ચિક રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે તા. ૭મીએ વૃશ્ર્ચિક રાશિમાં પ્રવેશે છે. તા. ૯મીએ ધનુ રાશિમાં પ્રવેશે છે. તા. ૧૧મીએ મકર રાશિમાં પ્રવેશે છે. તા. ૧૩મીએ કુંભ રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજ લાભદાયી પુરવાર થશે તથા નવા રોકાણ માટેની પણ સફળ તક મેળવશો. નોકરી માટે આ સપ્તાહ સાનુકૂળ બની રહેશે. તા. ૧૨, ૧૩ના કામકાજ લાભદાયી પુરવાર થશે. વેપાર માટે આ સપ્તાહમાં મહત્ત્વના નિર્ણયો તા. ૧૧, ૧૨મીએ શક્ય જણાય છે. નાણાંઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓના સંતાનના કામકાજ સફળ થાય. મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં અનુકૂળ તકો તથા સહયોગ પ્રાપ્ત થાય.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણ માટે અનુકૂળ તકો પ્રાપ્ત થશે. નોકરીમાં તા. ૭, ૮, ૧૨, ૧૩ અનુકૂળ જણાય છે. કુટુંબ માટે આ સપ્તાહમાં મહત્ત્વના નિર્ણયો લેવા માટે અનુકૂળ તકો મેળવશો. પ્રવાસ દ્વારા પરિવારના પ્રસંગો માટે અનુકૂળ તકો પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના નિત્ય અભ્યાસ સફળ બની રહેશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજાર માટે નવીન કાર્યપદ્ધતિ અપનાવશો. નોકરી માટે તા. ૧૦, ૧૧, ૧૩ શુભ જણાય છે. નોકરીના મિત્રો, સહકાર્યકરો, ઉપરી અધિકારી ઉપયોગી થશે. તા. ૮, ૯, ૧૨ના કામકાજ યશ અપાવશે. સપ્તાહમાં નાણાં આવકની વૃદ્ધિ થાય. વેપાર વધશે. મહિલાઓને પ્રાસંગિક જવાબદારીમાં અનુકૂળતાઓ જણાય. વિદ્યાર્થીઓને નિત્ય અભ્યાસ માટે સફળ તકો પ્રાપ્ત થતી જણાશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના દૈનિક સાપ્તાહિક વેપારથી નાણાં લાભ મેળવશો. નોકરી માટે તા. ૮, ૯, ૧૨, ૧૩ શુભ પુરવાર થશે. પ્રવાસમાં નવી ઓળખાણો ઉપયોગી પુરવાર થશે. વેપારના આયોજનો, વાટાઘાટો સફળ નીવડશે. જૂની નાણાંઉઘરાણી માટે સફળ તકો મેળવશો. પ્રવાસ દ્વારા મહિલાઓના પરિવારના પ્રસંગો અનુકૂળ બની રહેશે. વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસ નિયમિત બનતા જણાશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણની તક મેળવશો. નોકરી માટે તા. ૧૧, ૧૨, ૧૩ સફળતાસૂચક જણાય છે. કુટુંબના સભ્યો સાથેનો આર્થિક વ્યવહાર પૂર્ણ થશે. વાહન મિલકતની જરૂરિયાતો મેળવી શકશો. નાણાંઆવકની વૃદ્ધિ થશે. ગૃહિણીઓને સંતાનની શૈક્ષણિક જવાબદારીમાં રાહત જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસની મૂંઝવણમાં શિક્ષકનું માર્ગદર્શન તા. ૧૦, ૧૨મીએ મેળવી શકશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંરોકાણ માટેની તકનો ઉપયોગ થાય તેમ ગોચરફળ દર્શાવે છે. નોકરી માટે તા. ૮, ૧૨, ૧૩ શુભ જણાય છે. વેપાર વઘશે. વેપારના આર્થિક વ્યવહાર જળવાઈ રહેશે. મિલકતની ખરીદી શક્ય જણાય છે. પ્રવાસ દ્વારા ગૃહિણીઓના પ્રસંગો સાનુકૂળ બની રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સાધન પ્રાપ્ત થશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ શક્ય જણાય છે. તા. ૧૦, ૧૧, ૧૨ના કામકાજ સફળતા દર્શાવે છે. કારોબારમાં વૈવિધ્યતા પરિવર્તનો લાવી શકશો. આત્મવિશ્ર્વાસ વધુ દઢ બનશે. મુસાફરી દ્વારા નાણાં ઉઘરાણીના પ્રયત્નો સફળ થશે. સરકારી અધિકારીઓનો સહયોગ મેવશો. મહિલાઓને પડોશ મિત્રોમાં સફળ તકો પ્રાપ્ત થતી જણાય. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નિયમિતતા જાળવવામાં સફળતા જણાશે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ યશસ્વી બની રહેશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબના નવા નાણાં રોકાણની તક મેળવશો તથા દૈનિક સાપ્તાહિક વેપાર પણ લાભદાયી પુરવાર થશે. તા. ૮, ૯, ૧૦, ૧૨, નોકરીના હસ્તગત કાર્યો પૂર્ણ થતાં દર્શાવે છે. તા. ૧૦, ૧૧, ૧૨ પ્રવાસ દ્વારા નાણાંલાભ દર્શાવે છે. નવા કારોબારનો પ્રારંભ થાય તથા નવા વેપારના મિત્રો પણ પ્રાપ્ત કરશો. નવું કામકાજ મેળવશો. નાણાં આવકની વૃદ્ધિ થશે. મહિલાઓને પરિવારની જવાબદારીમાં સરળતા જણાશે. વિદ્યાર્થીઓ માટે તા. ૧૦, ૧૧, ૧૨ સફળતાસૂચક જણાય છે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજાર માટે રોકાણ સફળ થતું જણાય છે. નવી નોકરી પ્રારંભ માટે સપ્તાહના ગોચરફળ શુભ જણાય છે. તા. ૧૦, ૧૧, ૧૨ વિશિષ્ટપણે સફળતા દર્શાવે છે. મુસાફરી દ્વારા નાણાંની ઉઘરાણીના કામ સફળ બની રહેશે. સંતાન પરિવારના કારોબારમા જોડાશે. મહિલાઓ સહપરિવાર તીર્થયાત્રા, મુસાફરીનું આયોજન કરી શકશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં ઉચ્ચ અભ્યાસ માટે અપેક્ષિત તકો પ્રાપ્ત થશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંરોકાણ માટે ગોચરફળ શુભ છે. નોકરી માટે તા. ૮, ૯, ૧૨ સફળતા દર્શાવે છે. રાજકારણની પ્રવૃત્તિમાં સાવચેતી, સતર્કતા જરૂરી છે. જરૂરી વાહન, મકાન મિલકત મેળવી શકશો. જૂનાં ઉઘરાણીના નાણાં મેળવશો. મહિલાઓને કિંમતી ચીજોની ખરીદી કરી શકશે. વિદ્યાર્થીઓને અધ્યયનમાં જરૂરી પ્રોત્સાહન સવલતો પ્રાપ્ત થતી જણાશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અપનાવશો. રોકાણ શક્ય છે. તા. ૮, ૯, ૧૨ના કામકાજ લાભદાયી પુરવાર થશે. નોકરી માટે આ સપ્તાહ શુભ ફળદાયી જણાય છે. તા. ૭, ૮, ૧૧, ૧૨ નાણાં વ્યવહાર માટે અનુકૂળ બની રહેશે. સપ્તાહની નાણાં આવકની વૃદ્ધિ થશે. ગૃહિણીઓને સંતાનના શૈક્ષણિક કામકાજ માટે સફળતા જણાશે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સફળ નિર્ણયો લઈ શકશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણની તકો અનુસરી શકશો. પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ સંપન્ન થશે. આયાત-નિકાસના કામકાજમાં અનુકૂળતા જણાય છે. નાણાંઆવકની વૃદ્ધિ થશે. નવીન કામકાજનો પ્રારંભ થાય. મહિલાઓ કાર્યક્ષેત્રે સફળતા મેળવશે. મુસાફરી લાભદાયી પુરવાર થાય. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં અનુકૂળ શૈક્ષણિક તકો પ્રાપ્ત થતી જણાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા