ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૩૧-૧૨-૨૦૨૩ થી તા. ૬-૧-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં ધનુ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ ધનુ રાશિમાં સ્થિર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ વૃશ્ર્ચિક રાશિમાં પ્રારંભે વક્રી રહે છે. તા. ૨જીએ માર્ગી થાય છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર વૃશ્ર્ચિક રાશિમાં સ્થિર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે સિંહ રાશિમાં રહે છે. તા. ૨જીએ ક્ધયા રાશિમાં, તા. ૫મી તુલા રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના રોકાણ તથા વેપારના કામકાજ અનુકૂળ રહેશે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. તા. ૩૧, ૩, ૪ કામકાજની વાટાઘાટો સફળ દર્શાવે છે. કારોબારના ભાગીદારી તથા મિત્ર સાથેના સંબંધમાં પરિવર્તનો આવે તેમ છે. મિલકતના નિર્ણયોનો સફળ ઉકેલ આવે. મહિલાઓને કુટુંબના મતભેદોનો ઉકેલ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને કુટુંબીજનોનો સહયોગ પ્રાપ્ત થાય.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારનાં દૈનિક સાપ્તાહિક વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીના સહકાર્યકરો ઉપયોગી થાય. વ્યાપાર વધશે. કારોબારની નાણાં આવકની વૃદ્ધિ થશે. મિલકતના લેવડદેવડના કામકાજ અનુકૂળ બની રહેશે. મહિલાઓ પરિવાર માટે કિંમતી ઘરવખરીની ચીજોની ખરીદી કરી શકશે. વિદ્યાર્થીઓના અભ્યાસ નિયમિત જળવાઈ રહેશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના કામકાજ લાભદાયી પુરવાર થશે. મુસાફરીઓ એકંદરે અનુકૂળ બની રહેશે. પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ સંપન્ન થાય. ભાગીદારના સંબંધમાં સફળ તકો મેળવશો. કારોબારના મિત્રો સાથેના જૂના નાણાં વ્યવહાર પૂર્ણ કરી શકશો. ગૃહિણીઓને સંતાનના શૈક્ષણિક જવાબદારીના કામકાજમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં અભ્યાસની અપેક્ષિત તકો પ્રાપ્ત થતી જણાશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારનો વેપાર અનુકૂળ બની રહેશે. નોકરીમાં અપેક્ષિત તક પ્રાપ્ત કરશો. નોકરીમાંતા. ૩, ૪, ૬ સફળતાસૂચક છે. કાર્યક્ષેત્રે મિત્રો સાથેના વિવાદનો ઉકેલ આવશે. વ્યાપારના કામકાજ વધશે. નાણાં આવક વધશે. નવા કામકાજનો પ્રારંભ શક્ય જણાય છે. મહિલાઓનો સહપરિવાર તીર્થપ્રવાસ શક્ય જણાય છે. વિદ્યાર્થીઓ અભ્યાસના સાધનો સવલતો પ્રાપ્ત કરશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારનું નાણાં રોકાણનું કામકાજ સફળ બની રહેશે. દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીના મિત્રોમાં વિવાદ દૂર થાય. મુસાફરીઓ આ સપ્તાહમાં સફળ બની રહેશે. નાણાં આવક વિશેના મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ આવશે. નવીન કારોબારનો પ્રારંભ શક્ય છે. મહિલાઓને નબળા આરોગ્યમાં રાહત જણાશે. વિદ્યાર્થીઓના અભ્યાસના નબળા વિષયમાં માર્ગદર્શન પ્રાપ્ત થતું જણાય.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ સફળ થશે. તા. ૧, ૩, ૫ નોકરીની પ્રવૃત્તિઓમાં યશ અપાવશે. મિલકતના નિર્ણયો આ સપ્તાહમાં શુભ પુરવાર થશે. પ્રવાસ દ્વારા વેપારના કામકાજ પણ સફળ પુરવાર થશે. જૂનાં નાણાં ઉઘરાણીની વસૂલી પણ શક્ય જણાય છે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં પણ અપેક્ષિત તકો પ્રાપ્ત થતી જણાશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ શક્ય જણાય છે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. નોકરીમાં હરીફાઈનો અનુભવ થાય. સાહસિકતાથી નવા કામકાજનો પ્રારંભ કરી શકશો. મિલકતના નિર્ણયો લઈ શકશો, જગ્યા વાહન, ઈત્યાદિ નિર્ણયો પણ લઈ શકશો. નાણાં આવકની વૃદ્ધિ થશે. મહિલાઓને પ્રવાસ માટે સફળ તકો જણાય છે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસ ઉપરાંતની પ્રવૃત્તિઓ પણ અનુકૂળ જણાય છે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં વાયદાના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીમાં સહકાર્યકરોનો સહયોગ મેળવશો. સાહસિકતાથી નવી પ્રવૃત્તિઓનો પ્રારંભ થાય. આ સપ્તાહના પ્રવાસ એકંદરે લાભદાયી પુરવાર થશે. કુટુંબીજનોમાં મતભેદોનો ઉકેલ આવશે. ગૃહિણીઓને સંતાનોના જવાબદારીના કામકાજ એકંદરે સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં પ્રવાસ દ્વારા અભ્યાસની પ્રવૃત્તિઓ સફળ થતી જણાશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણ માટેના સફળ પ્રયત્નો જણાય છે. નોકરીમાં સહકાર્યકરો સાથેના મતભેદોનો ઉકેલ આવશે. કુટુંબમાં યશ મેળવશો. સામાજિક રાજકીય પ્રવૃત્તિઓ પણ યશસ્વી બની રહેશે. જૂનાં નાણાં ઉધરાણીના કામકાજમાં સફળતા મેળવશો. પ્રવાસ આ સપ્તાહમાં યશસ્વી બની રહેશે. મહિલાઓના પરિવારના પ્રાસંગિક જવાબદારીના કામકાજ પણ સફળ પુરવાર થશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં અધ્યયનમાં અનુકૂળતા પ્રાપ્ત થાય.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષિત વ્યાપારનું કામકાજ લાભદાયી પુરવાર થશે. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. મિલકતના નિર્ણયો લઈ શકશો. વાહન પ્રાપ્ત કરશો તથા મુસાફરીઓ સફળ રહેશે. નવા કારોબારનો પ્રારંભ થાય. નાણાં આવકની વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહમાં અધ્યયનના કામકાજ નિયમિત જળવાઈ રહેશે. મહિલાઓના પ્રાસંગિક જવાબદારીના કામકાજ સફળ પુરવાર થશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણની તકો સફળ બની રહેશે. નોકરીમાં તા. ૧, ૨, ૪, ૫ સફળતાસૂચક જણાય છે. ભાગીદાર સાથેના જૂના મતભેદોનો ઉકેલ આવશે. પ્રવાસ એકંદરે લાભદાયી પુરવાર થશે. મુસાફરીના સાધનો પણ સરળતાથી પ્રાપ્ત કરશો. વેપાર વઘશે. ગૃહિણીઓને સંતાનના મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સફળ તકો પ્રાપ્ત થતી જણાશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબનું સપ્તાહનું લે-વેંચનું કામકાજ લાભદાયી પુરવાર થશે. નોકરીના સ્થળની બદલી શકય છે. જાહેરજીવન, રાજકારણમાં સફળ રહેશો. વેપારની નાણાં આવકની વૃદ્ધિ થશે. પ્રવાસ દ્વારા મહિલાઓને પરિવારના કામકાજ સફળ થતાં જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહના શૈક્ષણિક કામકાજ નિયમિત જળવાઈ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…