ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૪-૧૨-૨૦૨૩ થી તા. ૩૦-૧૨-૨૦૨૩

ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં ધનુ રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી મંગળ વૃશ્ર્ચિક રાશિમાં સ્થિર ગતિએ ભ્રમણ કરે છે. ધનુ રાશિમાં મિશ્ર ગતિએ બુધ તા. ૨૮મીએ વૃશ્ર્ચિક રાશિમાં આવે છે. સપ્તાહના અંત સુધી બુધ વક્રી રહે છે. ગુરુ મેષ રાશિમાં વક્રી ગતિએ ભ્રમણ કરે છે. શુક્ર તુલા રાશિમાંથી તા. ૨૫મીએ વૃશ્ર્ચિક રાશિમાં આવે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે વૃશ્ર્ચિક રાશિમાં રહે છે. તા. ૨૬મીએ મિથુન રાશિમાં, તા. ૨૮મીએ કર્ક રાશિમાં આવી સપ્તાહના અંત સુધીમાં કર્કમાં રહે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાંરોકાણની તકો માટે ગોચરગ્રહ ફળ શુભ છે. નોકરીના કામકાજ માટે સ્થાન પરિવર્તન થાય. નવા ભાગીદારી માટેના ગોચરગ્રહો શુભ જણાય છે. નવી નોકરીનો તથા કામકાજનો પ્રારંભ શક્ય છે. સરકારી અધિકારીઓનો સહયોગ મેળવશો. મહિલાઓ માટે આ સપ્તાહના પરિવારના કામકાજ સફળ થતાં જણાશે. વિદ્યાર્થીઓને ધાર્યા મુજબનો અભ્યાસનું કામકાજ સફળ બની રહેશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અપનાવી શકશો. વાયદાના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરી માટે આ સપ્તાહનો ગોચરયોગ શુભ જણાય છે. સપ્તાહની મુસાફરીઓ સફળ રહેશે. કાર્યક્ષેત્રે મિત્રો ઉપયોગી થાય. પ્રવાસ દ્વારા મહિલાઓના પરિવારના જવાબદારીના કામકાજ સફળ થતાં જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસ જાણવાની તક પ્રાપ્ત થશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાંના રોકાણની તકો ગોચરગ્રહ ફળ દર્શાવે છે. પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ સફળ થતાં જણાશે. ઉપરાંત નોકરીમાં અપેક્ષિત તકો પણ પ્રાપ્ત કરશો. વ્યવહારુપણે કાર્યક્ષેત્રે કામદારો સાથેનો પ્રશ્ર્ન ઉકેલી શકશો. નાણાં આવકની વૃદ્ધિ થશે. મહિલાઓને નોકરીની પ્રવૃત્તિઓમાં સફળતા પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ અપેક્ષાનુસાર નિયમિત બનતા જણાશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર નાણાં લાભ અપાવશે. નોકરીમાં વગ વધશે. જાહેર સામાજિક જીવનની પ્રવૃત્તિઓમાં યશસ્વી બનશો. મિલકતની ખરીદીના પ્રશ્ર્નોમાં અનુકૂળતાઓ જણાશે. મહિલાઓ પરિવાર માટે પ્રાસંગિક જવાબદારીમાં સફળતા મેળવશો. સહપરિવાર પ્રવાસ શક્ય જણાય છે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉપયોગી સાધનો સરળતાથી પ્રાપ્ત થતા જણાશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણની તકો સફળ બની રહેશે. નોકરીમાં સ્થાન બદલી શક્ય છે. સહકાર્યકરો ઉપયોગી થાય. વ્યક્તિગત પ્રતિભા કાર્યક્ષેત્રે વધુ તેજસ્વી અને સફળ પુરવાર થશે. મહિલાઓને નવી નોકરીના પ્રારંભ માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ સફળ બની રહેશે. નવા અભ્યાસના નિર્ણયો પણ લઈ શકશો.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવીન કાર્યપદ્ધતિનું જ્ઞાન મેળવી શકશો. નવું રોકાણ પણ શક્ય જણાય છે. પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ સફળ બનાવી શકશો. નવા નાણાં આવકનાં સાધનો મેળવશો. કારોબાર માટે જરૂરી સાધનો, વાહન, કાર્યાલય ઈત્યાદિ મેળવી શકશો. મહિલાઓને પરિવાર માટે જરૂરી સાધનો મેળવવા માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ અનુકૂળ પુરવાર થશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના દૈનિક તથા સાપ્તાહિક લેવડદેવડના કામકાજ સફળ બની રહેશે. મિત્રો દ્વારા નોકરીમાં પણ મૂંઝવણોનો ઉકેલ પ્રાપ્ત થાય. ઉપરી અધિકારી નોકરીમાં સહયોગ આપશે. નવા નાણાંરોકાણ માટે તથા નવીન કારોબારની પ્રવૃત્તિના પ્રારંભ માટે અનુકૂળતાઓ અનુભવશો. વિદ્યાર્થીઓના આ સપ્તાહના દૈનિક અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે. મહિલાઓને કુટુંબમાં જૂના મતભેદોના ઉકેલની તક પ્રાપ્ત થતી જણાશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં વાયદાના વેપારમાં લાભ થાય. નોકરીમાં તા. ૨૫, ૨૬, ૩૦મીએ અપેક્ષિત સફળતા મેળવશો. કારોબારની નાણાંઆવકની વૃદ્ધિ થશે. ભાગીદાર દ્વારા આ સપ્તાહમાં યશસ્વી તકો પણ મેળવશો. સપ્તાહના નાણાં વ્યવહાર સફળ બની રહેશે. નોકરીમાં અપેક્ષા મુજબ જવાબદારી હાથમાં લઈ શકશો તથા પૂર્ણ કરવામાં સફળતા મેળવશો. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં સહઅધ્યાયીઓનો સહયોગ મેળવશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણ માટે સરળ તકો અનુભવી શકશો. નોકરીમાં તા. ૨૫, ૨૬, ૨૮, ૩૦ શુભ જણાય છે. નોકરીમાં ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. રાજકીયક્ષેત્રે પ્રવૃત્ત જાતકો માટે સપ્તાહના ગોચરફળ શુભ છે. ઉપરાંત નવા કારોબારનો પ્રારંભ પણ શક્ય જણાય છે. મહિલાઓને કાર્યક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. તા. ૨૪, ૨૫, ૨૯, ૩૦મીએ નોકરીમાં સફળતાની તકો જણાય છે. રાજકીય જાહેર જીવનની પ્રવૃત્તિમાં સાવધાની રાખવી જરૂરી છે. નાણાં વ્યવહાર આ સપ્તાહમાં સફળ બની રહેશે. મિલકતના ખરીદીના નિર્ણયોનો અમલ થઈ શકશે. મહિલાઓને આ સપ્તાહમાં પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થાય. કિંમતી ચીજોની ખરીદી માટે સપ્તાહ અનુકૂળ જણાય છે. વિદ્યાર્થીઓને અભ્યાસેત્તર પ્રવૃત્તિમાં યશસ્વી અનુભવ થાય. શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ નિયમિત જાળવી શકશો.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણ માટે ગોચરફળ શુભ જણાય છે. નોકરી માટે તા. ૨૪, ૨૬, ૨૭ શુભ છે. અપેક્ષા મુજબ તા. ૨૬, ૨૭, ૨૯ કાર્યક્ષેત્રે અનુકૂળ તકો પણ પ્રાપ્ત દર્શાવે છે. મિત્રો દ્વારા કાર્યક્ષેત્રે સરળતા નિર્માણ થાય. નાણાં આવકની વૃદ્ધિ થશે. મહિલાઓને પરિવારજનોમાં જૂના મતભેદોનો ઉકેલ પ્રાપ્તિની તક મળશે. વિદ્યાર્થીઓને સપ્તાહમાં કઠીન અભ્યાસમાં જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થતું જણાશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણાં રોકાણ શક્ય જણાય છે. દૈનિક વેપાર લાભદાયી થશે. નોકરીમાં યશસ્વીપણું અનુભવશો. મુસાફરીઓ એકંદરે આ સપ્તાહમાં લાભદાયી પુરવાર થશે. આયાત-નિકાસના કામકાજ સફળ બની રહેશે. મહિલાઓને પરિવારજનોનો સહયોગ કાર્યક્ષેત્ર પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં અભ્યાસેત્તર પ્રવૃત્તિઓમાં યશ મેળવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો