ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧૭-૧૨-૨૦૨૩ થી તા. ૨૩-૧૨-૨૦૨૩

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં ધનુ રાશિમાં ભ્રમણ કરે છે. સ્થિર ગતિએ મંગળ આ સપ્તાહમાં વૃશ્ર્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. વક્રી બુધ ધનુ રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. મંદ ગતિએ ગુરુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. સ્થિર ગતિએ માર્ગી શુક્ર તુલા રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી શનિ સમગ્ર સપ્તાહમાં કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર તા. ૧૭મી કુંભ રાશિમાં, તા. ૧૮મીએ મીન રાશિમાં તા. ૨૧મીએ મેષ રાશિમાં પ્રવેશે છે અને સપ્તાહના અંત સુધી અહીં રહે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંરોકાણ માટે ગોચરફળ શુભ તકો દર્શાવે છે. નવી નોકરીનો પ્રારંભ થાય. તા. ૧૮, ૨૦, ૨૨મીએ મુસાફરી સફળ રહેશે. આ સપ્તાહમાં કારોબારની નાણાંઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થાય. વ્યવસ્થા તથા કાર્યદક્ષતા દ્વારા મહિલાઓ નોકરીમાં સફળ તકો મેળવશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નબળા વિષયમાં શિક્ષકનું માર્ગદર્શન પ્રાપ્ત થશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારમાં સાવધાની દાખવવી જરૂરી છે. નોકરીમાં તા. ૧૮, ૨૦, ૨૧, ૨૨ સાનુકૂળ પુરવાર થશે. વ્યાપાર વધશે. કારોબારના કામકાજ સફળ બની રહેશે. નાણાઆવક જળવાશે. મુસાફરીઓ આ સપ્તાહમાં સફળ રહેશે. મહિલાઓના કુટુંબીજનોના મતભેદો દૂર થશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ સાનુકૂળ બની રહેશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ રહેશે. નોકરીમાં યશ મેળવશો. ભાગીદાર સાથેના મતભેદનો ઉકેલ તા. ૧૮મીએ આવશે. તા. ૨૦, ૨૨, ૨૩ અર્થવ્યવસ્થાના સુખદ પરિણામો દર્શાવે છે. ગૃહિણીઓને સંતાનના શિક્ષણના કામકાજમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે નિર્ણયો લેવામાં અન્યની મદદ મળતી જણાશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વેપારની આવક જળવાશે. નોકરીના સહકાર્યકરોમાં યશ મેળવશો. પ્રવાસ ઉપયોગી થશે તથા વેપારનો વિકાસ સાધી શકશો. નાણાઆવક જળવાશે. મહિલાઓના નબળા આરોગ્યમાં સફળ સારવાર જણાય છે. મહિલાઓના કુટુંબમાં તા. ૧૮, ૨૧, ૨૨મીએ પ્રસંગોમાં સફળ બની રહેશે. વિદ્યાર્થીઓના અધ્યયનના નિર્ણયો સફળ પુરવાર થશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારની આવક જળવાશે. સફળ રોકાણ જણાય છે. નોકરીમાં તા. ૧૮, ૨૦, ૨૧ શુભ પુરવાર થશે. ધાર્યા મુજબના વ્યવસાયના નિર્ણયો પરિવારના વડીલોની મદદથી લઈ શકશો. અર્થવ્યવસ્થા વધુ સક્ષમ બની રહેશે. મહિલાઓ પરિવાર માટે જરૂરી સાધન સગવડતાઓ મેળવી શકશે. વાહન પણ મેળવી શકશો. વિદ્યાર્થીઓની હુન્નરની પ્રવૃત્તિમાં યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થતું જણાશે.

કન્યા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજ નિયમિત જળવાશે. નફો મેળવી શકશો. નોકરીમાં તા. ૧૭, ૧૯, ૨૦ શુભ જણાય છે. પ્રવાસ દ્વારા કારોબારના કામકાજ સફળ બનાવી શકશો. મહિલાઓના કુટુંબના જવાબદારીના કામકાજ આ સપ્તાહમાં સરળતાથી સંપન્ન થતાં જણાશે. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં વાંચન અભ્યાસ માટે નિયમિતતા દાખવી શકશે. અભ્યાસમાં યશ મેળવશો.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અને કાર્યક્ષમતાનો પૂર્ણ ઉપયોગ કરી શકશો. વેપાર લાભદાયી થશે. નોકરીમાં છુપા હરીફની ઓળખ થાય, પરંતુ નોકરીમાં પ્રગતિ જળવાશે. મિલકત-વાહનની બદલી શક્ય છે. સપ્તાહમાં સહપરિવાર મહિલાઓનો પ્રવાસ સફળ થતો જણાશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસના નિર્ણયોમાં પરિવર્તનો માટે અનુકૂળ તકો જણાશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણારોકાણ શક્ય જણાય છે. નોકરીની સફળ તકો પ્રાપ્ત કરશો તથા નોકરીમાં પણ યશ મેળવશો. જાહેર જીવનના કામકાજ સફળ બની રહેશે. પ્રવાસ લાભદાયી પુરવાર થાય. પ્રવાસમાં નવી ઓળખાણો થાય. નાણાઆવક જળવાઈ રહેશે. મહિલાઓને નોકરીમાં તા. ૧૭, ૨૦, ૨૧મીએ અનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓના સપ્તાહના અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના કામકાજમાં આત્મવિશ્ર્વાસ દઢ બનશે. યશ મેળવશો. નોકરીમાં ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. રાજકારણ, સામાજિક પ્રવૃત્તિ યશસ્વી બની રહેશે. કુટુંબના સભ્યોની પ્રગતિ જળવાશે. મહિલાઓનો સપરિવાર પ્રવાસ જણાય છે. તીર્થ યાત્રા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સફળ રહેશે. વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ નિયમિત શુભ પુરવાર થશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનું નવું નાણારોકાણ શક્ય જણાય છે તથા દૈનિક સાપ્તાહિક વેપાર માટે ગોચરફળ શુભ છે. નોકરી માટે તા. ૧૮, ૨૦, ૨૨ના નિર્ણયો સ્વપ્રયત્ને સફળ બની રહેશે. મિત્રો દ્વારા કારોબારની નાણાં વ્યવસ્થા જાળવવામાં સફળ રહેશો. કારોબાર માટે જરૂરી સાધનો – સગવડતાઓ મેળવી શકશો. મહિલાઓનો કારોબાર પ્રગતિસૂચક જણાય છે. વિદ્યાર્થીઓ નિત્ય અભ્યાસમાં એકાગ્રતા દાખવી શકશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં લે-વેંચનું કામકાજ લાભદાયી પુરવાર થશે. નોકરીના નિર્ણયો સફળ બની રહેશે. તા. ૧૭, ૧૯, ૨૨, ૨૩ નોકરી માટે સફળ બની રહેશે. વેપારના જરૂરી સાધનો સગવડતાઓ આ સપ્તાહમાં મેળવી શકશે. કારોબારની નાણાઆવક જળવાઈ રહેશે. મહિલાઓના સહોદરો સાથેના મતભેદનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસના નિર્ણયોનો અમલ થઈ શકશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂનું રોકાણ નાણા અપાવશે. મુસાફરી દ્વારા નોકરીના કામકાજ સફળ થાય. નવા કામકાજનો પ્રારંભ શક્ય છે. ભાગીદારથી નાણાંલાભ મેળવશો. તા. ૧૭, ૨૦, ૨૨, ૨૩ના નિર્ણયો એકંદરે પ્રગતિ સૂચક બની રહેશે. કારોબારની આ સપ્તાહની નાણાઆવક જળવાઈ રહેશે. ગૃહિણીઓના સંતાનની શૈક્ષણિક જવાબદારીના કામકાજ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓનો અભ્યાસ અર્થે પ્રવાસ જણાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…