તા. ૧૯-૧૧-૨૦૨૩ થી તા. ૨૫-૧૧-૨૦૨૩
રવિવાર, કાર્તિક સુદ-૬, તા. ૧૯મી, ૨૦૨૩. નક્ષત્ર શ્રવણ રાત્રે ક. ૨૨-૪૮ સુધી પછી ઘનિષ્ઠા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. સૂર્યષષ્ઠી – છઠ્ઠ (બિહાર), સપ્તમી ક્ષય તિથિ છે. ભાનુ સપ્તમી, જલારામ જયંતી, કલ્પાદિ. ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૯-૨૧. શુભ કાર્ય વર્જ્ય છે.
સોમવાર, કાર્તિક સુદ-૮, તા. ૨૦મી, નક્ષત્ર ઘનિષ્ઠા રાત્રે ક. ૨૧-૨૫ સુધી, પછી શતભિષા. ચંદ્ર મકરમાં સવારે ક. ૧૦-૦૭ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, ગોપાષ્ટમી, સૂર્ય અનુરાધામાં સવારે ક. ૦૮-૩૬, પંચક પ્રારંભ સવારે ક. ૧૦-૦૭, ભદ્રા સમાપ્તિ સાંજે ક. ૧૬-૧૮.શુભ કાર્ય વર્જ્ય છે.
મંગળવાર, કાર્તિક સુદ-૯, તા. ૨૧મી, નક્ષત્ર શતભિષા રાત્રે ક. ૨૦-૦૦ સુધી, પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. શ્રી હરિજયંતી, કુષ્માંડ નવમી, અક્ષય નવમી, શ્રી રંગ અવધૂત જયંતી (નારેશ્ર્વર), સતયુગાદિ. અનલા નવમી (ઓરિસ્સા), જગધાત્રી પૂજા (બંગાળ), પંચક. શુભ કાર્ય વર્જ્ય છે.
બુધવાર, કાર્તિક સુદ-૧૦, તા. ૨૨મી, નક્ષત્ર પૂર્વાભાદ્રપદા સાંજે ક. ૧૮-૩૬ સુધી, પછી ઉત્તરા ભાદ્રપદા. ચંદ્ર કુંભમાં બપોરે ક. ૧૨-૫૭ સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. ભારતીય અગ્રહાયણ પ્રારંભ, પંચક. સૂર્ય સાયન ધનુમાં રાત્રે ક. ૧૯-૩૪. ભૂમિ, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ શુભ દિવસ
ગુરુવાર, કાર્તિક સુદ-૧૧, તા. ૨૩મી, નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા સાંજે ક. ૧૭-૧૫ સુધી, પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. પ્રબોધિની એકાદશી (બિલિપત્ર), દેવઊઠી એકાદશી, પંઢરપુર યાત્રા, ભીષ્મ પંચક વ્રતારંભ, પંચક, ભદ્રા ૧૦-૦૧થી ૨૧-૦૧. ભૂમિ, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ, શુભ દિવસ
શુક્રવાર, કાર્તિક સુદ-૧૨, તા. ૨૪મી, નક્ષત્ર રેવતી સાંજે ક. ૧૬-૦૦ સુધી, પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં સાંજે ક. ૧૬-૦૦ સુધી, પછી મેષ રાશિ પર જન્માક્ષર. તિથિવાસર સાંજે ક. ૧૬-૦૧ સુધી, મન્વાદિ, ચાતુર્માસ સમાપ્તિ, તુલસી વિવાહારંભ, ગરુડ દ્વાદશી (ઓરિસ્સા), પ્રદોષ, ગુરુ તેગબહાદુર શહીદ દિન, અમૃતસિદ્ધિયોગ સૂર્યોદયથી સાંજે ક. ૧૬-૦૦. પંચક સમાપ્તિ સાંજે ક. ૧૬-૦૦. ભૂમિ, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ. શુભ દિવસ
શનિવાર, કાર્તિક સુદ-૧૩, તા. ૨૫મી, નક્ષત્ર અશ્ર્વિની બપોરે ક. ૧૪-૫૫ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. વૈકુંઠ ચતુર્દશી ઉપવાસ, ભરણી દિપમ્ (દક્ષિણ ભારત). શુભ દિવસ