સાપ્તાહિક દૈનંદિની
તા. ૪-૮-૨૦૨૪ થી તા. ૧૦-૮-૨૦૨૪
રવિવાર, આષાઢ વદ-૩૦, વિ. સં. ૨૦૮૦, તા. ૪થી ઓગસ્ટ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર પુષ્ય બપોરે ક. ૧૩-૨૫ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. દર્શ અમાસ, હરિયાળી અમાસ, દિવાસો, જાગરણ,એવ્રત જીવ્રત,દીપપૂજન, નક્તવ્રતારંભ, અન્વાધાન. સામાન્ય દિવસ.
સોમવાર, શ્રાવણ સુદ-૧, તા. ૫મી, નક્ષત્ર આશ્ર્લેષા બપોરે ક. ૧૫-૨૦ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં રાત્રે ક. ૧૫-૨૦ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. શ્રાવણ શુક્લપક્ષ પ્રારંભ, શિવ પાર્થેશ્ર્વર પૂજા, શ્રાવણના શિવપૂજા-ઉપવાસ નિયમપાલન પ્રારંભ, શિવમુષ્ટિ (અક્ષત), ઇષ્ટ,ચંદ્રદર્શન, બુધ વક્રી ઈષ્ટિ. સામાન્ય દિવસ.
મંગળવાર, શ્રાવણ સુદ-૨, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર મઘા સાંજે ક. ૧૭-૪૩ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. મંગલાગૌરી વ્રત, મહાલક્ષ્મી સ્થાપન, પૂજન, જીવંતિકા પૂજન, મુસ્લિમ ૨જો સફર માસારંભ.સામાન્ય દિવસ.
બુધવાર, શ્રાવણ સુદ-૩, તા. ૭મી, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની રાત્રે ક. ૨૦-૨૯ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૪ સુધી (તા. ૮મી), પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. મધુશ્રવા ત્રીજ, હરિયાળી ત્રીજે, બુધ પૂજન. શુભ દિવસ.
ગુરુવાર, શ્રાવણ સુદ-૪, તા. ૮મી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની રાત્રે ક. ૨૩-૩૩ સુધી, પછી હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી, દુર્વા ગણપતિ વ્રત, બૃહસ્પતિ પૂજન, વિષ્ટિ ક. ૧૧-૧૮ થી ૨૪-૩૬.બુધ પશ્ર્ચિમમાં અસ્ત થાય છે. શુભ કાર્ય વર્જ્ય છે.
શુક્રવાર, શ્રાવણ સુદ-૫, તા. ૯મી, નક્ષત્ર હસ્ત મધ્યરાત્રિ પછી ક. ૨૬-૪૩ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. નાગપંચમી,જીવન્તિકા પૂજન, ૠક શુક્લ યજુર્વેદ હિરણ્યકેશી શ્રાવણી, મહાલક્ષ્મી સ્થાપન પૂજન.અગત્સ્ય દર્શન, સર્વદેવ પ્રતિષ્ઠા,શુભ દિવસ.
શનિવાર, શ્રાવણ સુદ-૬, તા. ૧૦મી, નક્ષત્ર ચિત્રા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૮ સુધી (તા. ૧૧મી), પછી સ્વાતિ. ચંદ્ર ક્ધયામાં સાંજે ક. ૧૬-૧૭ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. રાંધણ છઠ્ઠ (દક્ષિણ ગુજરાત) ,સુપોદન છઠ,શિયાળ છઠ,પારસી ગાથા -૧ અહુનવદ,અશ્ર્વત્થ મારુતિ પૂજન, કલ્કી જયંતી. વાસ્તુ -કળશ, શુભ દિવસ.