ઉત્સવ

ઇઝરાયલ-હમાસનું યુદ્ધ સટોડિયાઓના લાભાર્થે ખેલાયું હતું?

‘આ જંગનો ખરો વિજેતા’ કોઈ ત્રીજું તો નહીં નીકળેને? !

કેનવાસ -અભિમન્યુ મોદી

દુનિયામાં અનેક ઘટના – દુર્ઘટના બનતી રહે છે. એમાંથી કેટલીક દુર્ઘટનાને લઈને વધુ પડતાં ટચી-સંવેદનશીલ થઇને તાત્કાલિક પ્રતિક્રિયા આપી દઈએ છીએ. આપણો આવો તેજાબી અભિપ્રાય કે ચર્ચાને કારણે સોશ્યલ મીડિયાના આપણા મિત્રો તો સંબંધ વણશે છે.

જો કે, કેટલીક વાર અમુક્ ઘટનાઓ પાછળ ખેલાતી ગેમ-રમત વિશે આપણને જાણ હોતી નથી. એની પાછળનાં ષડ્યંત્રની જાણ સુધ્ધાં મોટાભાગની હોતી નથી. આના કારણે વિવિધ તબક્કે જુદી જુદી કન્સિપરસિ થિયરી
(ષડયંત્ર વિશેની ધારણા) ઘડાતી રહે છે.વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો વિધ્વંસ હોય કે છેલ્લા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની હાર… એ વખતે એવી વાત ફેલાય કે ‘દાળમાં કંઇક કાળું છે’. હકીકતમાં શું થયું એ સત્ય તો ક્યારેય બહાર આવવાનું નથી….

હમણાં આવું જ થયું છે ઇઝરાયલ- હમાસ વચ્ચેના યુદ્ધમાં. આખી દ્દુનિયા ઇઝરાયેલનો જુનો ઈતિહાસ અને પેલેસ્ટાનિયનોના હક્કોને ચર્ચામાં મસ્ત-વ્યસ્ત રહ્યા, પણ હવે એનું કંઇક નવું જ સત્ય પ્રકાશમાં આવી રહ્યું છે. ‘કોલંબિયા યુનિવર્સિટી’ અને ‘ન્યૂ યોર્ક યુનિવર્સિટી’ના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલો તાજેતરનો અભ્યાસ સૂચવે છે કે હમાસ દ્વારા થયેલા ૭ ઑક્ટોબરના હુમલા પહેલાં કેટલાક વેપારીઓને તેના વિશે આગોતરી જાણ હતી. એમણે ‘ઇઝરાયલ સ્ટોક એક્સચેન્જ’ પર શોર્ટ-સેલિંગ વ્યૂહરચના અપનાવી હતી. (શોર્ટ-સેલિંગ એટલે શું એ શેરબજારના ખેલાડીઓ જાણે છે). ઇઝરાયલ અને અમેરિકાના અમુક સત્તાધીશો હવે પેલા ટૂંકા વેચાણની શેરબજારી તપાસ કરવાનું શરુ કર્યું છે.

ઇઝરાયલના ‘સ્ટોક માર્કેટ’માં યુદ્ધ પહેલા એવી મોટી ગેમ ખેલાઈ ગઈ કે એની દિવસો સુધી કાનોકાન ખબર કોઈને ન પડી.

કાયદાના પ્રોફેસરો જોશુઆ મિટ્સ અને રોબર્ટ જેક્સન જુનિયર દ્વારા હાથ ધરવામાં આવેલા આ ‘ટ્રેડિંગ ઓન ટેરર’ના શીર્ષકવળાં સંશોધનો દર્શાવે છે કે વેપારીઓને આવા હુમલાની અશંકા હોવાથી
૨ ઓક્ટોબરે ઇઝરાયલ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)માં ઓછા ઇન્ટરેસ્ટમાં નોંધપાત્ર વધારો થયો હતો. હુમલા પહેલા તેલઅવીવ સ્ટોક એક્સચેન્જમાં ઇઝરાયલની સિક્યોરિટીઝના ભાવમાં પણ વધારો નોંધાયો હતો.

અભ્યાસમાં ઇઝરાયલ ETF પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે ત્યાં શોર્ટ કરાયેલા શેરની સંખ્યા નિયમિત દિવસે લગભગ ૨૦૦૦ થી વધીને ૨ ઑક્ટોબરે ૨૨૭,૦૦૦ કરતાં વધુ થઈ હતી…

યાદ રહે, આ બધું યુદ્ધના આરંભ પહેલાં થયું. આવું સામાન્ય રીતે થતું નથી. આ ઘટના ખૂબ સૂચક અને અસામાન્ય હોવાને કારણે
તેમાંથી લાગતા-વળગતાને તગડો નફો મળ્યો, જેમ કે એકલા ઇઝરાયેલી કંપનીના શેરનું શોર્ટ સેલિંગ થવાથી મળેલી રકમ આશરે હતી નવ લાખ ડૉલર..!

આ સંશોધન દર્શાવે છે કે MSCIઇઝરાયલ ETF પર ગાઝા સરહદે થયેલા આતંકવાદી હુમલાઓ પછી થયેલા બધા સોદાઓએ કોવિડ રોગચાળો- ઇઝરાયેલના ન્યાયિક સુધારા-, ૨૦૧૪ ઇઝરાયેલ-ગાઝા યુદ્ધ અને ૨૦૦૮ વૈશ્ર્વિક નાણાકીય કટોકટી જેવી અનેક નોંધપાત્ર ઘટના કરતાં પણ આ વખતે શોર્ટ
સેલિંગે એક નવો જ રેકોર્ડને સર્જ્યો હતો…રાખી દીધો હતો. ટૂંકમાં સંશોધકો સૂચવે છે કે તાજેતરના હુમલાની આગોતરી જાણકારી ધરાવતા વેપારીઓને ખાસ્સો ફાયદો થયો હતો.

હવે અહીં એ સવાલ જાગે છે કે વેપારીઓને આ હુમલાની જાણ કેમ થઇ? વેપારીઓને જાણ હતી તો શું ઇઝરાયલને જાણ નહિ હોય? જો જાણ હતી
તો ઇઝરાયલ ઊંઘતું કેમ ઝડપાયું ? કે પછીએ આ બધું શેરબજાર ઉપર-નીચે કરવાની જ ચાલ હતી?

જો કે એ વાત હમાસ જાણતું હતું કે ઇઝરાયલને પરંપરાગત યુદ્ધમાં પહોચી નહીં વળાય, છતાં ઇઝરાયેલ પર હમાસે હુમલો કરવાની મૂર્ખામી કેમ કરી?ઇઝરાયલ સિક્યોરિટીઝ ઓથોરિટી આ વિશે તપાસ કરી રહી છે, પરંતુ આમાંના કેટલાય સવાલ નિરુત્તર રહેવાના.

આમ છતાં પેલા બન્ને સંશોધક યુદ્ધ અને સ્ટોક-માર્કેટ વચ્ચે સીધું કનેક્શન છે એવું સ્પષ્ટ કહેતા નથી,માત્ર એ દિશા તરફ આડકતરો ઈશારો જરુર કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button