વિવિધ બાબતા
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
ભાગ બીજો
ફિલ્મો સાથે સંકળાયેલી કેટલીક અલગ અલગ બાબતો જેમ કે રોમાન્સ, લગ્ન, પાર્ટીઓ, મુહૂર્ત, ઍવોર્ડ વગેરે ફિલ્મવાળા અને ફિલ્મોના દર્શકોને સમાન રીતે પ્રભાવિત કરે છે. ફિલ્મી જિંદગીમાં રોજની બાબતો છે. લગ્ન અને રોમાન્સને લઈને તો અનેક વખત ભારે અફવાઓ ગરમ રહેતી હોય છે. ખંડન-મંડન ચાલ્યા કરતું હોય છે. આ જ બધી બાબતોની ચર્ચા આપણે અહીં કરવાની છે…
ઘેટાંચાલ
ઘેટાં આખી દુનિયામાં હોય છે. ઘેટાં હોય એટલે સ્વાભાવિક જ છે કે તેમની ચાલ પણ રહેતી જ હશે, પરંતુ ઘેટાંચાલ (ટોળાની માનસિકતા) વાળી કહેવત ફક્ત આપણા દેશમાં જ ચાલે છે અને તેમાં પણ ખાસ કરીને ફિલ્મી દુનિયામાં. ઘેટું એક વખત પોતાની ચાલ બદલી શકે છે, પરંતુ ફિલ્મી દુનિયા પોતાની ટોળાની માનસિકતા વાળી ઘેટાચાલ બદલી શકતી નથી. હાલત તો એવી થઈ ગઈ છે કે હવે તો ઘેટાં પણ એકબીજાને ટોણા મારવા માટે કહેતા હોય છે કે શું તું દરવખતે ફિલ્મીચાલ ચાલતી રહેતું હોય છે.
૧૦૦માંથી ૯૫ ફિલ્મો ટોળાની ઘેટાંચાલને પગલે ફ્લોપ થઈને કૂવામાં પડી જતી હોય છે, છતાં પણ બનાવવામાં આવશે, બદલાની જ ફિલ્મ, કેમ કે બધા જ બનાવી રહ્યા છે તો ચાલો ઘેટાંચાલમાં ચાલીને પડો કૂવામાં.
એવોર્ડ
જેવી રીતે સાત સુર, સાત ફેરા, સાત જનમ, સાત ધામ અથવા સાત સમુદ્ર હોય છે. આવી જ રીતે એક ફિલ્મના સાત કોઠા, સાત તબક્કા માનવામાં આવે છે.
૧. મુહૂર્ત થવું ૨. શૂટિંગ થવું ૩. શૂટિંગ પૂરું થવું ૪. ફિલ્મનું વેચાણ થવું ૫. રિલીઝ થવું ૬. ફિલ્મ ચાલવી અને ૭. એવોર્ડ મળવો.
એવોર્ડ બે પ્રકારના હોય છે, સરકારી એવોર્ડ અને પ્રાઈવેટ એવોર્ડ.
પ્રાઈવેટ એવોર્ડ સારી ચાલનારી (લોકપ્રિય) ફિલ્મને મળતો હોય છે અને સરકારી એવોર્ડ બિલકુલ ન ચાલનારી (ફ્લોપ) ફિલ્મને મળતો હોય છે. ક્યારેક ક્યારેક કોઈ સારી ફિલ્મને પણ એવોર્ડ મળી જતો હોય છે, સરકાર અને પ્રાઈવેટ આપનારાઓની લાખ કોશિશો છતાં.