ઉત્સવ

વિવિધ

ફિલ્મો સાથે સંકળાયેલી કેટલીક અલગ અલગ બાબતો જેમ કે રોમાન્સ, લગ્ન, પાર્ટીઓ, મુહૂર્ત, ઍવોર્ડ વગેરે ફિલ્મવાળા અને ફિલ્મોના દર્શકોને સમાન રીતે પ્રભાવિત કરે છે. ફિલ્મી જિંદગીમાં રોજની બાબતો છે. લગ્ન અને રોમાન્સને લઈને તો અનેક વખત ભારે અફવાઓ ગરમ રહેતી હોય છે. ખંડન-મંડન ચાલ્યા કરતું હોય છે. આ જ બધી બાબતોની ચર્ચા આપણે અહીં કરવાની છે…

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ

સાહબ બાથરૂમ મેં હૈં
ફિલ્મના માણસોને જેવી સફળતા મળે છે કે તરત જ તે બાથરૂમમાં જતો રહેતો હોય છે. જ્યારે પણ ફોન કરો એટલે સાંભળવા મળે છે કે ‘સાહબ બાથરૂમ મેં હૈં.’ અરે ભાઈ આટલી સફળતા મેળવ્યા બાદ તમને એક જ જગ્યા મળી, બાથરૂમ. માણસ મોટો થયા બાદ બધા હિલ સ્ટેશન જાય છે, તીર્થાટન કરવા જાય છે અને એક તમે છો કે બાથરૂમમાં ઘૂસીને બેઠા છો.
એક દિવસ મેં એક નિર્માતાને પૈસા લેવા માટે ફોન કર્યો તો જવાબ મળ્યો કે સાહેબ બાથરૂમમાં છે. બીજા દિવસે ફોન કર્યો ત્યારે પણ ફરી એ જ જવાબ મળ્યો. ત્રીજા દિવસે ફોન કર્યો તો પણ આ જ જવાબ મળ્યો ત્યારે મેં અકળાઈને મેં પુછી લીધું કે ભાઈ તારા સાહેબ તો છેલ્લા ત્રણ દિવસથી બાથરૂમથી નીકળી જ રહ્યા નથી. જોઈ તો લે, ક્યાંક મરી ગયા હોય.

ફિલ્મી પાર્ટીઓ
ફિલ્મી લોકોની પાર્ટીઓ વાસ્તવમાં પાર્ટીઓ ઓછી અને આપસમાં સંબંધોની જન્મ કુંડળીઓ વધારે હોય છે. એક પાર્ટી જેટલા સવાલોના જવાબ આપે છે એટલા જ નવા સવાલો પેદા કરતી હોય છે, એટલી જ નવી ચર્ચાઓ શરૂ કરી દેતી હોય છે. કોણ કોની સાથે પાર્ટીમાં આવ્યું અને પછી કોની સાથે પાછું ગયું? કોણ લેટ આવ્યું અને જલ્દી જતું રહ્યું? કોણ આવ્યું જ નહીં? કોણે કોની સાથે વાત ન કરી અને કોણ સતત કોની સાથે ખૂણામાં ઊભા રહીને વાતો કરી રહ્યું હતું? કોણે કોને ટોપી પહેરાવી તો કોણે ચાર પેગ ચડાવ્યા બાદ કોની પાઘડી ઉછાળી? કોણે કોના ખભા પર હાથ રાખી દીધો અને તંગદિલી વધી ગઈ?
ફિલ્મી પાર્ટીઓમાં જામ પણ ટકરાય છે અને અહંકાર પણ ટકરાય છે. રંગ પણ જામે છે અને રંગમાં ભંગ પણ પડતો હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button