ઉત્સવ

વલો કચ્છ : સૌથી મોટી મૂડી સદગુણ…

ડૉ. પૂર્વી ગોસ્વામી

મનુષ્યનો જન્મ તો સહજ હોય છે. પરંતુ માનવતા તેને ખૂબ પ્રયત્નથી પ્રાપ્ત કરવી પડે છે. આ માનવતા શા માટે દેખાડવી છે? જવાબ છે: સ્વથી સર્વના કલ્યાણ માટે. જરૂર છે ખરા અર્થમાં ધનિક અને સમૃદ્ધ બનવાની. ધનિક એટલે શું? માત્ર તુચ્છ ધન હાંસલ કરી લેવું તે? ના. મનુષ્ય પાસે સૌથી મોટી મૂડી સદ્ગુણોની છે. જેની પાસે જેટલા સદગુણ કે તેટલો જ વધુ ધનિક. કારણકે ધન તો સોનાની લંકાના અભિમાની રાજા રાવણ પાસે હતો જો તેનો પણ સર્વનાશ થઈ જાય તો હાડમાસના માનવની શું વિસાત? માનવીની ઔકાત રજૂ કરતી એક કાફી જોઈએ. દર્પણ તરીકે કામ કરતી આ કાફીના શબ્દો છે:

એ ભંધા લે ફિકર; રખ ડર તું ધીલ અંધર,
રાવણ જેડા રૂડી રેઆ; સે નાંએ ઠેકાણું કર. અયે.
ક્યાંથી આવે ને કિડા વિંઞેતો; તેંજો વિચાર કર,
ગંધે પાણીજી પેધાસ તોજી; ઈ આય તોજો ઘર. અયે
કુડા કમ કરેમેં નવરો; નાંએ ધણીજો ડર,
જડેં પુછાંધે હિસાબ તોકે; ઈડાઢો અવસર. અયે.
તોજો મુંજો કરે કરે ને; પા5 પોટલા ભર,
નાંએ કરેજા કમ તો કરીએં; પાપી પુરા ખર. અયે.
બંધગીમેં ત બરો અચેતો; વરિ અચે નંધર,
જોડા જમજા જડેં લગધા; તડેં પોંધી ખબર. અયે.
લખુ ડનેસેં જુડે ન માડુ; ઈડેહ પાંઈજે ઘર,
પાણી પૂર વિંઞાંઇયેં અંધા; એડો ભે કધર. અયે.
ધોરો મોં ગિનીને જાણે; વિંઞાં ધણીજે ઘર,
અંબા ભરોસે વિસનજી ચેતો; સાધુ સેવા કર. અયે.

સમૃદ્ધ એટલે? ઘરબાર, ધનવર્ષા વૈભવ? ના. સાચા સંબંધોની પારસમણી. સત્કર્મો થકી ઊભા થયેલા સંબંધો જેના જેટલા વધુ તે વ્યક્તિ એટલી જ સમૃદ્ધ. આજકાલ અભદ્ર કૃત્યોને કરવામાં યુવાઓ પોતાની જાતને સ્માર્ટનેસ અને બોલ્ડનેસ તરીકે બતાવે છે. સીનસપાટા, ધુમ્રપાન, પરિજનોની વાતનો અનાદર અને ઉદ્દેશ્યવિહીન ઉમર વિતાવતો યુવા પોતાને અવનતિની દિશામાં જોતરી દે છે. તો આ માટે આખું ઉઘાડતી એક કચ્છી કાફી આ સંદર્ભે માણીએ.

વાવારે ભન્યો ખેલ ખાસો, નટડી ધુનિયાજો તમાસો.
અનિતિસેં ધન ભેરો કરીંતા, લોઇ માંસજો પાસો,
હથ ફેરેને હલ્યા વેંધા, જડેં ઇંધો કાલજો ફાંસો.
ટીલા ટબકા ખૂબ કરેને; મનકેં ડીન ધીલાસો,
કુત્તા નાંએ ઇતતિર થજા; હકડી હાણ બેઓ હાંસો. વાવારે.
કુડી રાંધમે મચ્યા રેંતા; ભેઠ બધીને હુલાસો,
રામજે નાંજો સોં ખણેતા; જીંધગી પાણી પતાસો. વાવારે.
મોહ જંજાલ વિસનજી છડેને; કર ગુરુ ઘર વાસો,
ખત ચોરાસી ફાટી વેંધો; થીંધો હક્કમેં ખુલાસો. વાવારે.

અંતે, મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? તેનો જવાબ આપશે અન્ય એક કાફી. સદ્વ્યવહાર, સદાચાર અને શિષ્ટાચારની વાત રજૂ કરતી કચ્છી કાફી સૌને માટે,

દોહરો
રાતજો વેલો સુમિરે, વેલો ઉથિયે વીર;
બર બુધી અને ધન વધે, સુખમેં રહે સરીર.
મિઠડારે આંકે સચી જ ચાંતોડે આઉં એ રાગમાં.
પેલા પરોડમેં ઉથી કરેને, આંઈ રામકે રટ્યો વલાઉં, મિઠડા રે આંકે…
માપેજી આંઈ સેવાજ કજા; નકાં પોય પાઈધા ધાંઉં,
ઇનીંજો ઉપકાર આય આંતે; આંઇં ભુલી મ વેજા ભાઉં, મિઠડારે આંકે…
કેં સેં પણ આંઈ કજીઓ મ કજા; આંઈ ડુ:ખ મ ડીજા જરાઉં,
કુટુંભમેં પણ કલેસ મ કજા; આંઈ વેર મ કજા વલાંઉં, મિઠડા રે આંકે…
પોય પાછો આંઈ ખ્યાલજ કજા; કુરો કેણું આય પાઉં?
ધુનિયામેં પણ ધોસ્તી રખજા; આંઈ વેર મ કજા વલાંઉં, મિઠડા રે આંકે…
જેડો વખત તેડો વિચારજ રખજા; ઇવ્યો ત ન ઈં પાંઉં,
નારણજી હી સચ્ચો..સુણાયો; આંઇ ખોટી મ કજા ગિલાઉં, મિઠડા રે આંકે…

ભજનો, કવિતા, સંગર, લોકગીત, સલોકા, પિરુલિ, બાવની, કહેવતો અને બીજું તે કેટલું બધું,..! આ તમામ સર્જનોએ કચ્છી ભાષાને ઊચાઇ બક્ષી છે. કચ્છી સાહિત્યનું અમીયલ સ્વરૂપ છે કાફીઓ. તેની મજા જુઓ કે લખપતમાં જેનો કુબો છે તેવા પીર ગૌશ મોહમ્મદે વિષ્ણુ અવતાર શ્રીકૃષ્ણ પર પોતાને કૃષ્ણદાસ ગણાવી ‘કચ્છી કાફી’ઓ આપી છે. તેમનું જેવું કલામય આરામગાહ છે એવી જ રસમય કાફીઓ છે, આ કંઠસ્થ સાહિત્ય કાળના પ્રવાહમાં ગર્ત થાય એ પહેલા દુલેરાય કારાણીનો સાહિત્ય વૈભવ ગ્રંથે તેને સંગ્રહિત કરી લીધું છે. તેના સાભાર સાથે ફરી બીજા એપિસોડમાં કોમી એકતાના એ મિસાલને નિહાળીશું.

આ પણ વાંચો : વલો કચ્છ : બહુરૂપી કલા લોકજીવનનો મૂલ્યવાન વારસો છે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button