ઉત્સવ

વલો કચ્છ: આસ્થા સાથે બૌદ્ધિક આયોજનોની પરંપરા જાળવતું કચ્છ…

માતાજીની આરાધનાના નોરતાં હંમેશાંની જેમ ધામધૂમથી આપણે ઉજવ્યા. સરહદી જિલ્લા કચ્છમાં અંતરિયાળ ઘણાં એવાં ગામો છે જ્યાંની લોકઢબે રચાતી નવરાત્રિ તો ખાસ છે જ, પરંતુ ઉમદાં નાટકો જ્ઞાન સાથે ભક્તિ રજૂ કરતાં શ્રેષ્ઠ અને બૌદ્ધિક આયોજનો માટે અમુક ગામો ખાસ બની જાય છે. વળી, દશેરાના ખાસ દિવસનું ઉમેરણ પણ!

આજથી લગભગ સો વર્ષ પહેલાંથી એટલે કે ટેલિવિઝન કે અન્ય મનોરંજનના સ્થાને ગામડાઓમાં થતા રંગમંચના નાટ્ય મહોત્સવ જ મુખ્ય ગણાતાં. જે લોકોને જ્ઞાન અને દર્શનની અદ્ભુત સમજણ મનોરંજન સાથે પીરસવાની ક્ષમતા ધરાવતા હતા. કચ્છ માટે આ પરંપરા આજે પણ અકબંધ છે જેમાં માંડવી તાલુકાના મોટી મઉ ગામની યાદ આવે જેમાં ગરબા જેટલું જ મહત્ત્વ આ નાટ્ય પ્રસ્તુતિનું હોય છે. મઉના ચાચર ચોકમાં નવરાત્રીના અડધા દિવસોમાં ગરબા તો બાકીના દિવસોએ નાટકો જ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે. કીર્તિ કોટક દ્વારા તૈયાર કરાતી વેશભૂષામાં અલગ અલગ ૧૫૦ જેટલા કલાકારો ભાગ લેતા હોય છે. એવું જ અન્ય એક અબડાસા તાલુકાનું નાનકડું ગામ એટલે વમોટી મોટી, જેમાં શ્રી નવદુર્ગા નવરાત્રી મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૭૫ વર્ષથી દર વર્ષે મા જગદંબાની આરાધના સાથે નાટક મહોત્સવ ઉજવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ અખંડ ચાલુ જ છે. આજના યુવાનો જ્યારે સોશિયલ મીડિયામાં આખો દિવસ વ્યસ્ત રહે છે ત્યારે અહીં નવરાત્રી દરમિયાન રંગમંચને ઉજાગર કરતા ઐતિહાસિક અને સામાજિક નાટકો દ્વારા ગ્રામજનો અને આજુબાજુના ગામથી આવતા લોકોને ઇતિહાસથી પરિચિત કરાવવા ઉપરાંત મનોરંજન પણ કરાવવામાં આવે છે. વમોટી મોટી ગામના આંગણે વર્ષોથી પહેલા શરૂ થયેલાં નાટકો જે સમસ્ત ગ્રામજનો, ક્ષત્રિય સમાજ, વિષ્ણુ સમાજની મહેનત અને લગનથી શરૂ થયેલ હતા તે આજે પણ પ્રથા તરીકે અકબંધ છે. નાટકમાં અભિનય કરનારા અને મોટા ભાઈ એવા શિવમ ગોસ્વામીએ પોતાના અનુભવ કહ્યા કે, શ્રી રમેશભાઈ જોશીના ડાયરેક્શન હેઠળ આ વખતે જયારે પાંજો કચ્છ જે ઝારાના યુદ્ધને આલેખીને તૈયાર કરેલ નાટક ભજવાયું હતું જેને જોવા હકડેઠઠ ભીડ જામી હતી. અગાઉ સતી દ્રૌપદી નામનો પૌરાણિક ઐતિહાસિક નાટક જે સતત ૫૫ વર્ષ સુધી ચાલુ રહ્યું હતું અને તે સદાબહાર નાટક ગણાતું. આ ઐતિહાસિક નાટકોમાં દાનેશ્ર્વરી કર્ણ, શેઠ સગાળશા, પાંજો કચ્છ, વીર રામવાળો, વડસરનો વીર અબડો જામ, કુંવરબાઈનું મામેરું મુખ્ય હોય છે. તો અન્ય પક્ષે સાડા ચારસો વર્ષ જૂના નખત્રાણા તાલુકાના બીબર ગામમાં પ્રસિદ્ધ રામમંદિરમાં નવરાત્રિ દરમ્યાન રામાયણના પ્રસંગોમાંથી ઉદ્ભવેલી રામલીલા ભજવવાની અનોખી પ્રણાલી છેલ્લા ૭૫ વર્ષથી ભજવાય છે. ગામના માસ્તર પ્રેમજીભાઈ તેમજ રવિભાણ આશ્રમના મહંત તુલસીદાસ ભગતે રામલીલાના શ્રીગણેશ કર્યા પછી આજ દિવસ સુધી મંદિરના ટ્રસ્ટ દ્વારા અવિરત યાત્રા ચાલુ છે. જે માટે કલાકારો મહિના પહેલાં તૈયારી કરતાં હોય છે જે આજના આધુનિક વળગણમાં પણ લોકો તેને હસીખુશીથી માણે છે.

ભાવાનુવાદ: માતાજીજી આરાધનાજા નોરતાં હંમેશજી રીતે ધામધૂમસેં પાં ઉજવ્યા. સરહધિ જિલ્લે કચ્છમેં ગણે ઍડ઼ા ગામડ઼ા ઐં જિતજી લોકઢબમેં રચાંધિ નવરાત્રિ ત ખાસ આય જ પ નાટક પ જ્ઞાન ભેરા ભક્તિ રજૂ કરીંધલ શ્રેષ્ઠ ને બૌદ્ધિક આયોજનેંલા ખાસ ભની વિઞેંતા. વરી, દસેરાજે ખાસ ડીં જો વધારો પણ!

અજનું લગભગ સોઆરોક વરે પેલા ઇતરે ક જડેં ટીવી ક બ્યા મનોરંજનજે બધલે ગામડેમેં થીંધલ રંગમંચજા નાટ્ય મોત્સવ જ મેન ગણાઇંધાવા. જુકો માડૂએંકે જ્ઞાન નેં ડરસનજી આઉગી સમજણ મનોરંજન ભેરો પીરસેજી છમતા ધરાઇંધા વા. કચ્છજે માટે હી પરંપરા આજ પણ અકબંધ આય જેમેં મડઇ તાલુકેજી મોટી મઉ ગામજી જાધ ડેરાય્તો જેમેં ગુરબે જિતરો જ માન નાટકેંજો આય. મઉજે ચાચર ચોકમેં નવરાત્રીજે અધ ડીંયેમેં ગુરબા ત બાકીજે ડીંમેં નાટક જ મેન આકર્ષણજો કેન્દ્ર હોયતા. કીર્તિ કોટક ભરાં તૈયાર કરાંધિ વેસભૂષામેં નિડારા નિડારા ૧૫૦ જિતરા કલાકારો ભાગ ગિનંધા હોયતા. ઍડ઼ો જ બ્યો અભડાસેજો નિંઢો ગોઠ ઇતરે વમોટી મોટી, જિત શ્રી નવદુર્ગા નવરાત્રી મિત્ર મંડળ ભરાં છેલ્લા ૭૫ વરેનું મા જગદંબાજી આરાધના ભેરો નાટક મહોત્સવ ઉજવેમેં અચેતો. વરે જૂની હલંધી પરંપરા અજ પણ અખંઢ ચાલુ જ આય. અજજા જુવાન જડેં સોશિયલ મીડિયામાં સજો ડીં વ્યસ્ત વેંતા તેર હિતજી નવરાત્રી ધરમિયાન રંગમંચકે ઉજાગર કરીંધલ ઐતિહાસિક ને સામાજિક નાટકેં ભરાં ગામવારાને આજુબાજુજે ગામનું અચીંધલ માડૂએંકે ઇતિહાસસે પરિચય કરાય ભેરો મનોરંજન પીરસેમેં અચેતો. વમોટી મોટી ગામમેં કિઇક વરેં પેલા સરૂ થેલ નાટક જુકો મિડ઼ે ગામવારા, ક્ષત્રિય સમાજ, વિષ્ણુ સમાજજી મેનત ને લગનસેં સરુ કરેમેં આયા વા જુકો અજ પણ પ્રિથા તરીકે ચાલુ આય. નાટકજા અભિનેતા શિવમ ગોસ્વામી ચેંતા ક, શ્રી રમેશભાઈ જોશીજે ડાયરેક્શનમેં હિન વરે જેર પાંજો કચ્છ જુકો ઝારાજે જુદ્ધકે આલેખીને તૈયાર કેલ હો તેંકે ભજવ્યોં તેર જોડ઼ાજોડ઼ ભીડ઼ જામઇ હૂઇ. હિન પેલા સતી દ્રૌપદી નાલે પૌરાણિક ઐતિહાસિક નાટક જુકો સરાર ૫૫ વરે સુધી ચાલુ રયો હો. હિન ઐતિહાસિક નાટકેમેં દાનેશ્વરી કર્ણ, શેઠ સગાળશા, પાંજો કચ્છ, વીર રામવાળો, વડસરનો વીર અબડો જામ, કુંવરબાઈનું મામેરુ મુખ્ય વેંતા. ત બ્યે પાસે સાડ઼ા ચારસો વરે જુનોં નખત્રાણે તાલુકેજો બીબર ગોઠજે પ્રસિદ્ધ રામમિંધરમેં નવરાત્રિ દરમ્યાન રામાયણજે પ્રિસંગે મિંજાનું ઉદ્ભવલ રામલીલા ભજેજી આઉગી પ્રિથા છેલ્લા ૭૫ વરેનું આય. ગામજા માસ્તર પ્રેમજીભા તીં રવિભાણ આશ્રમજા મહંત તુલસીદાસ ભગત રામલીલા ચાલુ કે તેનું અજ સુધિ હી જાતરા મિંધરજે ટ્રસ્ટ ભરાં ચાલુ આય. જેંલા કલાકાર મેણેં પેલા તૈયારી કરીંધા હોયતા નેં અજ઼જે આધુનિકિકરણજે વડ઼ગણ મેં પ માડૂ હસીંખુસી માણીયેંતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker