પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મંદિરનું કચ્છ કનેક્શન?
વલો કચ્છ – ડૉ. પૂર્વી ગોસ્વામી
આસ્થા કેવી પ્રચંડ શક્તિ ધરાવે છે તેના અનેક દાખલાઓ ઇતિહાસમાં થઈ ગયા છે, સાંપ્રત ઉદાહરણ તરીકે અયોધ્યા ખાતે લોકભાગીદારીથી નિર્માણ પામેલ રામ મંદિરનું ગણી શકાય. આઝાદીના વર્ષ તરફ સ્મૃતિઓ ખેંચીએ તો નવેમ્બર તેરમીના સરદાર પટેલ દ્વારા લેવાયેલ સંકલ્પની યાદો સાંપડે. બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સોમનાથ મંદિરની જર્જરિત સ્થિતિ નિહાળતા સરદાર વલ્લભભાઇ પટેલનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. જેથી તેઓએ સોમનાથ મંદિરની સમીપના સમુદ્રનું જળ હાથમાં લઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ લીધો હતો. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના વેરાવળ બંદરમાં આવેલું સોમનાથ મંદિરની ભવ્યતા એવી છે કે અહીં દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ સાથે વિવિધ ધર્મના વિદેશી પ્રવાસીઓ આવે છે.
મંદિરના પુન:નિર્માણનો પ્રસ્તાવ લઈને જયારે સરદાર પટેલ મહાત્મા ગાંધી પાસે ગયા ત્યારે ગાંધીજીએ સુખપૂર્વક વધાવી લઇ નિર્માણાર્થે જનતા પાસેથી નાણાં એકત્ર કરવાનું સૂચન કર્યું હતું અને સ્વતંત્ર ભારતના પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ તરીકે સોમનાથ મંદિરના પુન:નિર્માણને ગણવામાં આવ્યું હતું. કમનસીબે સરદાર પટેલનું અવસાન થતાં મંદિરના પુન:નિર્માણનું કામ તે સમયે ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તરીકે ગુજરાતના ખ્યાતનામ લેખક અને સાક્ષર કે. એમ. મુનશીના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું. શું છે સોમનાથ મંદિર સાથેનું કચ્છ કનેક્શન? વીરભૂમિ વિંઝાણ પુસ્તકના ઉલ્લેખ મુજબ કચ્છ ઇતિહાસ પરિષદના પૂર્વ પ્રમુખ સ્વ. સાવજસિંહ વખતસિંહજી જાડેજાની નોંધ છે કે, `ધ્વંશ થયેલા હિંદુ ધર્મના પ્રથમ જયોતિલિઁગ સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારનું કામ આરંભાયું તે પહેલા તેના જિર્ણોદ્ધારમાં મુખ્ય યોગદાન આપનાર કનૈયાલાલ મુનશીએ દેશના અનેક શિવાલયોની મુલાકાત લીધેલ તેમાં કચ્છના વિંઝાણ ગામના રક્ષેશ્વર મહાદેવનો પણ સમાવેશ થાય છે. મુનશીજી મંદિરથી પ્રભાવિત થયા હતા અને આ જ શિવાલયની બાંધણી જોઇને પ્રેરિત થયાં હતાં. આમ, સોમનાથ જ્યોતિલિઁગના નિર્માણમાં વિંઝાણનું મહાદેવ મંદિર સહભાગી બન્યું તેનું વિંઝાણવાસીઓ આજે પણ ગૌરવ લે છે.’
મંદિરના શિખરો, મસ્જિદના મિનારા, ઘેઘુર વડલા અને કલાત્મક શણગારથી શોભતું અબડાસા તાલુકાનું વિંઝાણ ગામ એની શૂરવીરતા અને મહાભોમ માટે માથું અપવાની મર્દાનગી માટે પ્રખ્યાત છે. રાજાશાહીના સમયમાં સમસ્ત કચ્છના માલિક મહારાવશ્રીની પાઘડીમાં એક કલંગી હોય અને વિંઝાણ જાગીરદાર ઠાકોરશ્રીની પાઘડીમાં બે કલંગી શોભતી હોય તેના પાછળ શૌર્ય અને સમર્પણનો જ ઇતિહાસ સમાયેલો છે.
કચ્છનો કેસરીવીર કરાયેલ સમો અને વીરાંગના કપૂરી સંધારના પુત્ર વિંઝારે દરિયા કિનારે વાસ વસાવ્યો તેથી તેમના નામ ઉપરથી વિંઝાણ ગામનું નામ રાખેલ. આજથી લગભગ 386 વર્ષ પહેલાં ઇ.સ.163ર આશર શાખાના ભાટીયા ગૃહસ્થ શેઠ ધનરાજે આ ગામના અજાસર તળાવને કિનારે રક્ષેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જેનું બાંધકામ નવ વર્ષ ચાલ્યું હતું અને ઇ.સ. 1641માં શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ગામના શીલાલેખોમાં આ મંદિર ગજદર (શિલ્પી) વરસંગે બાંધ્યું હોવાની નોંધ મળે છે. આ મંદિર કચ્છના પીળા પથ્થરોમાંથી બનાવેલું છે. જે સાડા પાંચ ફૂટ ઊંચી જગતી પર 45 ફૂટ લાંબું અને 35 ફૂટ પહોળું સ્થાપત્ય ધરાવે છે. શિવાલયના ગર્ભગૃહની ઊંચાઇ 32 ફૂટ છે. તલદર્શનમાં ભદ્રાદિના દર્શન થાય છે. મંદિરની ત્રણેય બાજુ શિલ્પ અને પૌરાણિક આકૃતિઓ કંડારવામાં આવેલી છે. ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયેલ મંદિરનો જિર્ણોદ્ધાર જયંતિલાલભાઇ ઠકકર અને સાથી કાર્યકરોના પ્રયત્નોથી કરવામાં આવ્યું હતું.
ભાવાનુવાદ: આસ્થાજી કેડ઼ી પ્રચંડ શક્તિ ધરાયતો તેંજા કિઇક ધાખલા ઇતિયાસમેં નોંધલ ઐં, હેવરજો તાજો ધાખલો અયોધ્યા તે લોકભાગીધારીસે નિર્માણ થેલ રામ મિંધરજો ગ઼ણે સગ઼ાજે. આજાધિજે વરે કુરા જાધ કરીયું ત નવેમ્બર તેરમીજો સરદાર પટેલ ભરાં ગ઼નલ સંકલપજી જાધ તાજી થિએ.
બારો જ્યોતિર્લિંગે મિંજા પેલી સોમનાથ મિંધરજી જર્જરિત હાલત ન્યારેને સરદાર વલ્લભભા પટેલજો ધિલ વિઇ રયો હો. ઇતરે હિની ઉન સમય સોમનાથ મિંધરજી મૂરમેં આવલ ધરિયેજો જલ હથમેં ગિની મિંધરજો જિર્ણોદ્ધાર કરેજો સંકલપ ગ઼િડ઼ો હો. ગુજરાતજા સૌરાષ્ટ્ર વિસ્તારજે વેરાવડ઼ બંધરમેં આવલ સોમનાથ મિંધરજા ઠાઠમાઠ ઍડ઼ા ઐં ક હુત ડેસ- પરડેસ મિંજાનું લખો શ્રદ્ધાલુ ધરમજો પ્રિવાસ કરેલા અચેંતા.
મિંધરકે ફિરી ઉભો કરેલા પ્રસ્તાવ ગ઼િનીને જડે઼ સરધાર પટેલ મહાત્મા ગાંધી વટ વ્યા તેર ગાંધી ઇનીકે રાજીપે વધાય ગ઼િડ઼ો નેં નિર્માણલા કરે જનતા વટાનૂમ પિયા ગ઼િનેજો સૂચન ક્યોં નેં આજાદ ભારતજે પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ તરીકેં સોમનાથ મિંધરજો પુન:નિર્માણકે ગણેમેં આયો. નસીબ માઠા ક સરદાર પટેલજે અવસાન થીંધે મિંધરજો કમ હાંણે કનૈયાલાલ મુનશીકે જુડ઼્યો હો જુકો હુન સમોમેં ભારત સરકારજા અન્ન ને નાગરિક પુરવઠા મંત્રી વા, ગુજરાતજા પ્રિસિદ્ધ લેખક ને સાક્ષર કે. એમ. મુનશીજે માર્ગડરસનમેં હી ક્મ પુરો થ્યો. કુરો આય હી સોમનાથ મિંધરજો કચ્છ ભેરો કનેક્શન? વીરભૂમિ વિંઝાણ' પુસ્તક મિંજા કચ્છ ઇતિહાસ પરિસધજા માજી પ્રિમુખ સ્વ. સાવજસિંહ વખતસિંહજી જાડેજાજી નોંધ આય ક,
ધ્વંશ થયેલા હિંદુ ધર્મના પ્રથમ જ્યોતિલિઁગ સોમનાથ મિંધરના જિર્ણોદ્ધારનું કામ આરંભાયું તે પહેલા તેના જિર્ણોદ્ધારમાં મુખ્ય યોગદાન આપનાર કનૈયાલાલ મુનશીએ દેશના અનેક શિવાલયોની મુલાકાત લીધેલ તેમાં કચ્છના વિંઝાણ ગામના રક્ષેશ્વર મહાદેવનો પણ સમાવેશ થાય છે. મુનશીજી મિંધરથી પ્રભાવીત થયા હતા અને આ જ શિવાલયની બાંધણી જોઇને પ્રેરિત થયાં હતાં. આમ, સોમનાથ જ્યોતિર્લિંગના નિર્માણમાં વિંઝાણનું મહાદેવ મિંધર સહભાગી બન્યું તેનું વિંઝાણવાસીઓ આજે પણ ગૌરવ લે છે.’
મિંધરજા શિખર, મસ્જિદજા મિનારા, ઘાટા વડ઼લા ને કામણગારા સણગારસે શોભંઅધો અબડ઼ાસેજો વિંઝાણ ગામ ઇનજી શૂરવીરતા નેં માભોમ લા મથો હણાયજી તાકાતલા પ્રિખ્યાત આય. રાજાસાહીજે સમોમેં સજ઼ે કચ્છજો માલિક મા’રાવજી પાઘમેં હિકડ઼ી કલગી વે નેં વિંઝાણજે જાગીરધાર ઠાકોરજી પાઘમેં બ કલગી શોભંધી વે તેં પૂંઠીયા ઇનીજે શૌર્ય નેં સમર્પણજો જ ઇતિયાસ સમાયેલો આય.
કચ્છજો કેસરીવીર કરાયેલ સમો નેં વિરાંગના કપૂરી સંધારજે પુતર વિંઝાર ધરિયા કિનારેતે વસવાત ક્યો હુત ઇનીજે નાલે ગામજો નાં વિંઝાણ રખેમેં આયો. અજ઼નું લગભગ 386 વરે પેલા ઇ.સ.163ર મેં આશર શાખાજા ભાટિયા શેઠ ધનરાજ હિન ગામજે અજાસર તરાજે કિનારેતે રખેશ્ેવર મહાદેવ મિંધરજો નિર્માણ કરાયો હો. જેંજો બાંધકામ નો વરે હલ્યો હો નેં ઇ.સ. 1641મેં શિવાલયજી પ્રાણપ્રતિષ્ઠા કરેમેં આવઇ હુઇ. ગામજે શિલાલેખમેં પ હિન મિંધરકે ગજદર (શિલ્પી) વરસંગ બંધે હુવેજી નોંધ જુદે઼તી. હી મિંધર કચ્છજે પીરે પાયણે મિંજા ભનલ આય જુકો સાડ઼ા પંઅજ ફૂટ ઊંચી જગતી તે 45 ફૂટ લમો નેં 35 ફૂટ પોલો સ્થાપત્ય ધરાયતો. શિવાલયજે ગર્ભગૃહજી ઊંચાઇ 32 ફૂટ આય. સની નજર કરીયું ત ભદ્રાદિજા ડરસન થિએતા. મિંધરજી ત્રોય કુરા શિલ્પ નેં પૌરાણિક આકૃતિયું કંડારેમેં આવઇ આય. ભૂકંપમેં છતિગ્રસ્ત થેલ હિન મિંધરજો જિર્ણોદ્ધાર જયંતિલાલભાઇ ઠકકર નેમ ઇનીજા સાથી કાર્યકરોજે પ્રિયાસસે કરેમેં આયો હો.