ઉત્સવ

મહાનુભાવોના ‘માતા’ ઉપરનાં વાક્કથનો

આ રવિવારે વિશ્ર્વભરમાં માતૃદિવસ ઉજવાશે. દુનિયામાં ભાગ્યે જ કોઇ એવો લેખક, કવિ, રાજનેતા, દાર્શનિક કે મહાનુભાવ હશે જેણે ‘મા’ જેવા વિલક્ષણ વ્યક્તિત્વ પર પોતાનો ભાવ પ્રગટ ન કર્યો નહીં હોય. ચાલો ‘વિશ્ર્વ માતૃદિવસ’ પર આપણે અલગ અલગ ક્ષેત્રોમાં મહારથ હાંસલ કરનાર વ્યક્તિવિશેષના ‘માતા’ પર કહેલાં કથનોને યાદ કરીએ.

માનો પ્યાર બધાથી ઊંચો અને અનપેક્ષિત હોય છે – નેલ્સન મંડેલા (દક્ષિણ આફ્રિકાના મહાત્મા ગાંધી)
મા એક એવો અક્ષર છે જે જ્યાં પણ લખી દેવામાં આવે, આપોઆપ કવિતા જેવો દેખાય છે. માના ખોળામાં છુપાયું છે સારુ વિશ્ર્વ. કોઇ પણ વ્યક્તિ સૌથી વધુ ખુશ તેની માતા સાથે જ હોય છે.

  • હિન્દી સિનેમા જગતના ખ્યાતનામ ગીતકાર ગુલઝાર
    જ્યારે તમે એક મા હોવ છો, ત્યારે તમે ક્યારેય એકલા નથી હોતા. એક માએ હંમેશાં બે વાર વિચારવું પડે છે એક પોતાને માટે અને બીજું પોતાના સંતાન માટે.
  • બૉલીવૂડ અભિનેત્રી સોફિયા લૉરેન
    માની મમતાને કોઇ બદલી ન શકે, એ અનોખી અને અદ્વિતીય હોય છે.
  • મહાત્મા ગાંધી
    માતાનો પ્રેમ શાંતિની અનુભૂતિ છે. તેને હાંસલ કરવાની જરૂરત નથી હોતી. આપણે તેને લાયક બનવાની જરૂર હોય છે.
  • જર્મન મનોવૈજ્ઞાનિક એેરિક ફ્રોમ
    બીજા મહાનુભાવોની સરખામણીએ કવિ-શાયરોએ તો મા પર પોતાનું વિશ્ર્વ લૂંટાવી દીધું છે.

‘લબો પે ઉસકે કભી બદદુઆ નહીં હોતી,
એક મા હી હૈ જો કભી ખફા નહીં હોતી’
( માની જિહ્વા પર કોઇ માઠા આશિષ નથી હોતા, એક મા જ છે જે ક્યારેય નારાજ નથી હોતી)

  • પ્રખ્યાત શાયર મુનવ્વર રાણા
    -મધુસિંહ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button