વિશેષ : અભ્યાસના દિવસોમાં જ જે વિદ્યાર્થીઓએ દુનિયા બદલી નાખી
-વીણા ગૌતમ
ભાવિશ અગ્રવાલ, બાયજુ રવીન્દ્રન, દિવ્યા ગોકુલનાથ, રિતેશ અગ્રવાલ, લેરી પેજ, સર્ગેઈ બિન, ગ્રેટા થનબર્ગ. આખરે, આ બધામાં શું વિશેષતા છે? હા, આ બધાએ, કાં તો તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન અથવા તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, દુનિયાનો જબરદસ્ત વિકાસ કર્યો છે અથવા એમ કહી શકાય કે દુનિયા બદલી નાખી છે. ભાવિશ અગ્રવાલે આઇઆઇટી બોમ્બેમાંથી બી.ટેકનો અભ્યાસ કર્યો છે. આ પછી, માઈક્રોસોફ્ટ રિસર્ચમાં તેમની બે વર્ષની નોકરી દરમિયાન, તેમણે એક ઓનલાઈન વેબસાઈટ ‘ઓલાટ્રીપ ડોટ કોમ’ વિકસાવી અને તરત જ ટેક્સી ડ્રાઈવર સાથેની લડાઈ પછી, તેમણે દેશની સૌથી મોટી કેબ એગ્રીગેટર કંપની ઓલા કેબ્સની સ્થાપના કરી. કંઇક આવું જ પરાક્રમ રિતેશ અગ્રવાલે ઓયો હોટેલ ચેઇનની સ્થાપના કરીને કર્યું, જ્યારે તે હજુ અભ્યાસ કરી રહ્યો હતો. બાયજુના સ્થાપક બાયજુ રવિન્દ્રન અને દિવ્યા ગોકુલનાથની પણ સમાન સ્ટોરી છે. લેરી પેજ અને સેર્ગેઈ બિન વિશે તો આપણે બધા જાણીએ જ છીએ કે તેમણે તેમના અભ્યાસ દરમિયાન, ગૂગલ જેવી વિશ્વની સૌથી મોટી ક્ધટેન્ટ ક્રિએટર વેબસાઇટ બનાવી હતી. ગ્રેટા ધનબર્ગને પણ આ જ ક્રમમાં મૂકી શકાય છે, જેમણે પોતાની કિશોરાવસ્થામાં પણ જબરદસ્ત સક્રિયતા દ્વારા વિશ્ર્વભરના રાજકારણીઓને બગડતા પર્યાવરણ અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ સાથે જોડ્યા છે.
વિશ્ર્વને સુધારવામાં વિદ્યાર્થીઓના યોગદાનને મહત્ત્વ આપવા માટે, વર્ષ ૨૦૧૦ થી ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની જન્મજયંતી ૧૫ ઓક્ટોબરના રોજ વિશ્ર્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્ર્વના વિકાસ અને વિશ્ર્વની સુધારણામાં વિદ્યાર્થીઓના યોગદાનને ઉજાગર કરવાનો હતો. આ વર્ષે એટલે કે ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ ૧૫મો વિશ્ર્વ વિદ્યાર્થી દિવસ ઉજવવામાં આવશે. હકીકતમાં, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય એપીજે અબ્દુલ કલામને યાદ કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. મિસાઈલ મેન તરીકે જાણીતા ડો. એપીજે અબ્દુલ કલામ એક મહાન વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે એક મહાન શિક્ષક પણ હતા. ભારતની વિવિધ સરકારોના વૈજ્ઞાનિક સલાહકાર રહીને
જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા અને રાષ્ટ્રપતિ પદ પરથી નિવૃત્ત થયા બાદ તેમણે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે હવે તેઓ માત્ર વિદ્યાર્થીઓ વચ્ચે જ રહેવા માગે છે, વિદ્યાર્થીઓને ભણાવવા માગે છે. આના પરથી સમજી શકાય છે કે તેમને વિદ્યાર્થીઓ માટે કેટલો પ્રેમ હતો અને તેઓ શિક્ષણને કેટલું આદરપાત્ર માનતા હતા. તેથી, જ્યારે વિશ્ર્વ વિદ્યાર્થી દિવસની ઉજવણી કરવાની યોજના બનાવવામાં આવી હતી, ત્યારે એપીજે અબ્દુલ કલામની જન્મજયંતીથી વધુ સારો કોઈ દિવસ હોઈ શકત નહીં.
આજે, સમગ્ર વિશ્ર્વમાં વિશ્ર્વ વિદ્યાર્થી દિવસની ઉજવણી વિદ્યાર્થીઓના મહત્ત્વને વિવિધ રીતે સ્વીકારવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવે છે અને હકીકતમાં આ ઉજવણીમાં ડો. એપીજે અબ્દુલ કલામના સન્માનનો સમાવેશ થાય છે. જો કે ડો. એપીજે અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ હતા, તેથી ભારતમાં તેમને સૌથી વધુ સન્માન મળે તે સ્વાભાવિક છે. આ જ કારણ છે કે વિશ્ર્વ વિદ્યાર્થી દિવસ ભારતમાં જ શ્રેષ્ઠ રીતે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાની બે રીત છે. સૌપ્રથમ તો આપણે વિચાર કરીએ કે શિક્ષણ વિદ્યાર્થીઓને મહત્ત્વપૂર્ણ નાગરિક બનાવવા માટે કેટલું સક્ષમ છે અને બીજું, શિક્ષણ વિદ્યાર્થીઓને વિશ્ર્વને સુધારવા માટે તેમની પ્રતિભાનો ઉપયોગ કરવા માટે કેટલું પ્રતિભાશાળી બનાવવામાં સક્ષમ છે. જ્યાં સુધી આ દિવસની ઉજવણી કરવાની રીતનો સવાલ છે, આ દિવસની ઉજવણીની સૌથી લોકપ્રિય રીત એ છે કે આ દિવસે સમગ્ર વિશ્ર્વની શૈક્ષણિક સંસ્થાઓમાં વિશ્ર્વને વધુ સારું બનાવવામાં વિદ્યાર્થીઓના યોગદાન પર સેમિનાર યોજવામાં આવે છે અને તાજેતરના વર્ષોમાં, વિદ્યાર્થીઓના મહત્ત્વપૂર્ણ યોગદાનને યાદ કરવામાં આવે.
આપણે બધા જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ એ એક મહત્ત્વપૂર્ણ પેઢી છે જે વિશ્ર્વને બદલી રહી છે અને વિશ્ર્વની સમસ્યાઓનો જાતે અનુભવ કર્યો છે. ડો. એપીજે અબ્દુલ કલામ કહેતા હતા કે આપણે વિકાસને વર્તમાન પેઢીના જીવનને સુધારવાના માપદંડ પર માપીએ છીએ. તેથી માત્ર વર્તમાન પેઢી જ કોઈપણ વિકાસને વધુ ઉપયોગી બનાવવા માટે તેને વધુ સારાં પરિમાણો આપી શકે છે. ડો. એપીજે અબ્દુલ કલામના જીવનનાં વિવિધ પાસાઓને પણ આ દિવસે અલગ અલગ રીતે યાદ કરવામાં આવે છે અને તેમની સિદ્ધિઓ અને વિદ્યાર્થીઓ પ્રત્યેના તેમના વલણને સમજવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેથી આ દિવસ મહત્ત્વપૂર્ણ છે. આપણા ભારતીયો માટે ગૌરવની વાત છે કે આ દિવસ આપણા એક વૈજ્ઞાનિક અને આધુનિક વિચારના મહાન ભારતીયના સન્માનમાં ઉજવવામાં આવે છે. તેથી દુનિયાના અન્ય દેશો ભલે આ દિવસની અવગણના કરે, પરંતુ આપણે હંમેશાં તેને મહત્વના દિવસ તરીકે ઉજવીએ છીએ અને ઉજવતા રહીશું, એ આ દિવસની વિશેષતા છે.