ઉત્સવ

વલો કચ્છઃ કચ્છનું દરિયાઈ સંગીત એ અદ્વિતીય સંસ્કૃતિનો ભાગ છે…

-ડૉ. પૂર્વી ગોસ્વામી

કચ્છ, જેની તળે રણકાંઠાની જેમ દરિયાકિનારા પર એક આગવી સંસ્કૃતિનો વિકાસ થયો છે. કચ્છના લોકોએ પોતાની કુશળતા અને વિચારોના આધારે અનોખાં વહાણો બનાવ્યાં અને આ સાગર ખૂણેથી વિશ્વભરમાં પોતાનું નામ પ્રસિદ્ધ કર્યું છે. કચ્છનાં વહાણોમાં ખાસ કરીને ‘કોટિયો’ આજે પણ અખાત સહિતના પ્રદેશોમાં ખૂબ જ માગ ધરાવે છે. કચ્છના સાહસિક સોદાગરો, જેમણે સાત સમંદરો પાર કરીને વ્યવસાયિક આધાર પૂરો પાડ્યો, તેમના દરેક સાગર પાનના પ્રવાસની શરૂઆત કચ્છના અનોખા વ્હાણોથી થઈ હતી એવું કહીએ તો કદાચ ખોટું નહીં ગણાય.

Also read : સંવાદો અને સીન જાણીતા અને પરિચિત

આ પ્રદેશમાં જુદી-જુદી 200 જેટલી જ્ઞાતિના લોકો પોતાની સાથે ભાતીગળ સંસ્કૃતિને લાવીને અહીં વસ્યા છે. જેમ એ બધાની સંસ્કૃતિ, પહેરવેશ, રીત-રિવાજ અને રહેણીકરણી નોખી નોખી છે, તેમ એમનું પોતાનું સંગીત પણ અનોખું છે. જન્મથી લઇને મરણ સુધીની ગાયકી અને વાદ્યોથી કચ્છી સંગીત કળા સધ્ધર છે. તેમાંય વળી દરિયાઈ વિસ્તારની આગવી છાપ તેના સંગીતમાં વરતાય છે.

કચ્છને ગુજરાતનો સૌથી લાંબો એટલે કે ચારસો કિ.મી. લાંબો દરિયા કિનારો છે. તો દરિયા કિનારે વસતી પ્રજામાં ખાસ કરીને માછીમારી, અગરિયા અને વહાણવટા સાથે સંકળાયેલા લોકોનું પણ આગવું દરિયાઇ સંગીત છે.

ગાયકીમાં ખાસ કરીને લોરી, લોકગીત અને રાસુડા વગેરે ગવાય છે, વાદ્યોમાં ઢોલ, ઢોલકની સંગાથે રાસ રમાય અને ગવાય છે. માછીમારી સાથે જોડાયેલા સમુદાયમાં ખાસ વાઘેર, કોલી અને જત લોકો છે. વહાણવટા સાથે સાગરખેડુ એવા ખારવા ખાસ દરિયાખેડુ કે દરિયાના છોરું ગણાય છે. એમણે કચ્છના આ વૈવિધ્ય સભર વારસાને કંઠસ્થ જાળવી રાખ્યો છે.
સિંધના સૂફી શાયર શ્રી શાહ અબ્દુલ લતીફ ભીટાઇ સાહેબે પણ દરિયાઇ સંગીતને તેમની શાયરી (ગાયકી)માં ચાર સૂરમાં દરિયાનો મહિમા ગાયો છે. દરિયાનો તાગ મેળવવો અઘરો છે. દરિયો જેટલો ઊંડો-અગાધ છે તેમ દરિયાઇ સંગીત પણ એટલું જ ઊંડાણવાળુ અને માણવા લાયક છે. દરિયાના પેટાળમાં ઊંડાણમાં જવાથી સાચા મોતી મળે તેમ આ દરિયાઇ સંગીતના ઊંડાણમાં પણ ઘણો સરસ વૈવિધ્યસભર વારસો છે.

મૂળ કચ્છના વડોદરા સ્થિત કળામર્મી પ્રદીપ ઝવેરીએ ‘દરિયાઈ ગીતો’ નામક એક નાનકડી પુસ્તિકા મોકલાવી હતી જેમાં કચ્છ સંગીત સાધક સંગઠન દ્વારા દરિયા જેવા અગાધ સંગીતમાંથી કેટલાંક વીણેલાં મોતી જેવાં ગીતોનું સંકલન કરવામાં આવ્યું છે. જે આજે લેખ લખવા નિમિત બન્યું. સંગઠન અને પ્રદીપભાઈના આભાર સાથે દરિયાઈ ટાઢી લહેરકીનો એક નમૂનો પેશ કરતાં વિરમું છું.

Also read : લડવૈયાઓની ઐતિહાસિક સફરનાં સીમાચિહ્નોનો સાક્ષી કચ્છ પ્રદેશ

ખારવા રે અમે ખારવા,
સાગર સપુત અમે ખારવા,
દરિયા છોરુ અમે ખારવા,
ઝુલેલાલના બાળ અમે ખારવા,
તોફાનોથી ના ડરીએ, પવન દેવને અમે પુજીયેં,
સાગરના ખોળામાં રમીયે.
હૈયા રે હૈયા રે હૈયા હો.. ખારવા રે…..

ભાવાનુવાદ: કચ્છજી ધરા મથે રિણ સિવા ધરિયે તે પ આઉગી સંસ્કૃતિજો વિકાસ થ્યો આય. કચ્છજા માડૂ પિંઢજી કુશલતા ને વિચારેંજે આધારેં ખાસ વહાણ ભનાયા નેં હિન સાગર ખૂણેતાનૂં સજી ધૂનિયામેં પિંઢજો નાંલો પ્રિખ્યાત ક્યો. કચ્છજા વહાણ તેમેં પ ખાસ ત ‘કોટિયે’ જી અજ પ અખાત સમેત બારા જે પ્રિડેસમેં જભરી માંગ આય. કચ્છજા સાહસી સોધાગર, જુકો સત સમંધર પાર વિઞિનેં કમાણીજો આધાર ઊભો કેં ઇનીજે ધરિયાપાર ખેડાણ્જી સિરૂઆત કચ્છજે આઉગે વાણેસેં થિઇ હૂઇ ઍડ઼ો ચોં ત કીં ખોટો ન ગણાજે.

હિન પ્રિડેસમેં નિડારી નિડારી બસો જિતરી કોમૂ પિંઢ ભેરી પિંઢજી સંસ્કૃતિકે ગિઞિનેં વસ્યા ઐં. જીં હિન મિડ઼ેજી સંસ્કૃતિ, પહેરવેશ, રીત-રિવાજ ને રેણીકેંણી નોખી આય તીં ઇનીજો સંગીત પ નોખો આય. હિન થકી જનમનું કરે મરણ તઇં ગાયકી ને વાદ્યસેં કચ્છી સંગીત કલા બરવારી ભનંધી રિઇ આય. તેમેં વરી ધરિયાઈ વિસ્તારજી આઉગી છાપ ઇનીજે સંગીતમેં ન્યારેલા જુડેતી.

કચ્છકે ગુજરાતજો મિણીયા લમો ઇતરે ક ચારસો કી.મી. લમો ધરિયા કિનારો હાંસલ થ્યો આય. ત ધરિયેતે વસંધલ વસંધી પ્રિજામેં ખાસ કરેને માછીમાર, અગરિયા ને વહાણવટ ભેરા જુડલ માડૂએંજો આઉગો ધરિયાઇ સંગીત મન મોહી ગિઞેં તેડ઼ો આય. ગાયકીમેં ખાસ ત લોરી, લોકગીત ને રાસુડા જેડ઼ા ગીત ગવાજેતા, વાદ્યમેં ઢોલ, ઢોલક ભેરો રાસ રમાજે નેં ગવાજે ઉ ચિતર વિચારેનેં મુંજો ત મન રોમાંચિત થિઇ વિઞેંતો. માછીમારી ભેરા જુડલ સમુડાયમેં ખાસ વાઘેર, કોલી ને જત લોકો ઐં. વહાણવટભેર સાગરખેડુ ઇ ખારવા જુકો ધરિયાખેડુ ક ધરિયાછોરુ તરીકે ઓરંખાજેતા, હિની પિંઢજે વિવિધતાવારે વારસેકે કંઠસ્થ જાડવે રિખ્યો આય.

Also read : કલ્કિ વિષ્ણુનો દસમો અવતાર નવા સમયચક્રના સ્થાપક

સિંધજા સૂફી શાયર શાહ અબ્દુલ લતીફ ભીટાઇ પણ ધરિયાઇ સંગીતકે ઇનીજી શાયરી (ગાયકી)મેં ઢારેનેં ધરિયાજો મઇમા ગાતે આય. ધરિયાજો તાગ મેડ઼વણો ત અઘરો આય જ નેં ધરિયો જિતરો ઊનો અગાઢ આય તીં તેંજો સંગીત પ ઇતરો જ રોચક નેં માણે લાયક આય. જીં ધરિયે જે પેટાડ઼ મિંજાનું સચા મોતી મિલે તીં હિન સંગીતજે ઊનાણમિંજા રસસભર વારસો મિલેતો. અનાં થોરા ડીં પેલા, મૂર કચ્છજા નેં વડોદરા રોંધલ કલામર્મી પ્રદીપ ઝવેરી ‘દરિયાઈ ગીતો’ નાંલે હિકડ઼ી નિંઢી ચોપડ઼ી હલાય વે જેમેં કચ્છ સંગીત સાધક સંગઠન ભરાં ધરિયાઇ ગીતેંજો સંકલન કરેમેં આયો આય. જુકો અજ઼ લેખ લિખેલા નિમિત ભનઇ. ઇનીજો આભાર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button