વલો કચ્છ : બહુરૂપી કલા લોકજીવનનો મૂલ્યવાન વારસો છે…

-ડૉ. પૂર્વી ગોસ્વામી
‘હેલો, હું પૂર્વી બોલું છું; મુંબઈ સમાચારની કટાર લેખિકા. તમે બાબુભાઈ?’ ‘હા બેન, જય માતાજી!’ ‘બાબુભાઈ તમે અત્યારે ક્યાં છો અને શું કરો છો?’ તો વળતો જવાબ આવ્યો. ‘બેન આજે તો હું રેલ્વે માસ્તર બન્યો છું અને ભુજની બજારમાં ભ્રમણ કરું છું. ભલે ત્યારે, કહીને મેં ફોન મૂક્યો.’
Also read : વલો કચ્છ : 26 જાન્યુઆરીની ગોઝારી સવાર: કચ્છનાં આંસુભીનાં સ્મરણો
‘આજે રેલવે માસ્તર છું,’ એટલે? પ્રશ્ન સ્વાભાવિક વાંચનારને થયો હશે. તો જણાવી દઉં, આજે બહુરૂપી વેશ ધારણ કરતા કલાકાર અને તેમની કલા વિશે વાત કરવાનું નિમિત બન્યું છે.
ગુજરાત અને રાજસ્થાનમાં વિકાસ પામેલી મનોરંજન માટેની એક લોકકલા ‘બહુરૂપી’ એટલે ઘણાં રૂપો ધારણ કરનાર. જેમાં કલાકાર પોતે અનેક પાત્રો અને વિચિત્ર વેશધારણાઓ દ્વારા પાત્ર અભિનય કરે છે. એ સમયે જ્યારે મનોરંજનના અન્ય માધ્યમો બહુ મર્યાદિત હતા, ત્યારે આ કળા વિવિધ પ્રકારના નટખટ વેશ અને હાસ્યપ્રધાન અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દેતાં. આ કલાપરંપરાનો પ્રારંભ ક્યારથી થયો તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી. પણ એટલું નક્કી કે બહુરૂપી કલાને દેવોની દેણગી ગણાય છે.
બાબુભાઈ બચુભાઈ રાઠોડ, મૂળ ભાવનગરના પણ છેલ્લા સાડા ત્રણ દાયકા જેટલો સમય થયો હશે, કચ્છના વતની બનીને રહે છે. અંદાજિત 60 વર્ષની ઉંમર. આ બાબુભાઈ આકર્ષક ભવાઈ તથા વેશધારી ઉત્તમ કલાકાર છે. કચ્છ આવ્યા પહેલા બે વર્ષ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ભ્રમણ કરેલું પણ સુખે ન આવતા કચ્છ સાથે લેણું બંધાવ્યું. ક્યારેક બજારમાં એમનો આંટો હોય તો ક્યાંક વળી શાળામાંથી છૂટતાં બાળકોને વિવિધ વેશ દ્વારા મનોરંજન પૂરું પાડતા હોય.
તેઓ કહે છે, કચ્છે તેમને ખૂબ આપ્યું છે. ધનધાન્ય તો ક્યાંક કોઈએ વેશભૂષા બક્ષિસરૂપે કળાની કદરમાં આપી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ આમેય ભવાઈવેશોની કદર ભક્તિની ભૂમિ રહી છે તેથી આ જગ્યાએ વસવાનો મને આનંદ છે અને ક્યારેય અપમાનનો સામનો કરવો પડ્યો નથી છતાંય નોબત આવે તો પ્રભુની કૃપા કલાકારોની શક્તિ અને ભક્તિરૂપે પડઘાય છે. તહેવારોની મોસમ હોય ત્યારે ભવાઈ નાટકો ભજવીએ અને એ સિવાયના દિવસોમાં સમયમાં બહુરૂપી વેશ ગાડું ચલાવવા મદદ કરે. દીકરા-દીકરી બંનેને પરણાવી દીધા એટલે નિવૃત્તિ કાળ સંપૂર્ણત: કલાને સમર્પિત છે. શનિવારે તે હનુમાનનો વેશ ધારણ કરે છે બાકી અન્ય દિવસોમાં ધાર્મિક સામાજિક અથવા ઐતિહાસિક પાત્રોના વેશ ધારણ કરી ભુજની લોકલ બજારોમાં ભ્રમણ કરતા હોય છે. ક્યારેક તૈયાર થવામાં કલાક તો ક્યારેક ત્રણથી વધુ કલાકનો સમય પણ નીકળી જતો હોય છે.
પહેલાના સમયમાં કલાપ્રેમી રજવાડાંઓ એમને મહિનોમાસ રોકી એમના વેશો માણતા સાથે એમને ખાધાખોરાકી ને બક્ષિસ પણ આપતા, આજ તે જવાબદારી ગ્રામ અગ્રણીઓ નિભાવે છે. બહુરૂપી કલા લોકજીવનનો મૂલ્યવાન વારસો છે. આજના આધુનિક વળગણોની વચ્ચે એકલદોકલ બચેલા આવા કલાકારો પોંખાય તે ખૂબ જરૂરી છે. આજે આ કળા લુપ્ત થવાના આરે છે તે એક કે બે પેઢી નીકળ્યા પછી સદંતર ઇતિહાસ બની જશે. તો આ માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસો કરીએ અને તેમને બિરદાવીએ.
Also read : કચ્છના ઐતિહાસિક સ્થળોની જાળવણી કરનારા કર્મીઓને અચાનક કરાયા છૂટા
ભાવાનુવાદ: ગુજરાત ને રાજસ્થાનમેં જેંજો વિકાસ થ્યો ઍડ઼ી મનોરંજનજી લોકકલા ઇતરે ‘બહુરૂપી’, અનેક રૂપો ધારણ કરીંધલ. જેમેં કલાકાર પિંઢ કિઇક વેશ ગ઼િનીને અભિનય કરંધો વેતો. જડેં મનોરંજનજા બ્યા માધ્યમ ઓછા વા તેર હી કલા ભરાં કલાકાર નિડારા નટખટીયા વેશ કરે, અભિનયસેં મીણિકે મંત્રમુગ્ધ કિઇ ડીંધા વા. હિન કલાપરંપરાજી સરુઆત કડે થ્યો તેંજી કો પ ગત નાય પણ ઇતરો નિકી આય ક બહુરૂપી કલાકે દેવોની ‘દેણગી’ ગણેમેં અચેતિ.
બાબુભા બચુભા રાઠોડ, મૂર ભાવનગરજા પ છેલા સાડ઼ા ત્રે ડાયકે જિતરો સમય થ્યો હૂંધો, કચ્છજા વતની ભનીને રેંતા. લગભગ સઠ વરેંજી ઉમર. હી બાબુભા આકર્ષક ભવાઈ તીં વેશધારી ઉત્તમ કલાકાર ઐં. કચ્છ આયા તેં પેલા બો વરે ગુજરાતજે બ્યે જિલેમેં ભ્રમણ કર્યોં પ સુખ ન આવ્યો સે છેલે કચ્છ ભેરો લેણાડેણી બંધાણી. કડેંક ભજારમેં ઇનીજો આંટો વે ત કિતક વરી સ્કૂલેં મિંજા રજા પે તેર બારેંકે પિંઢજે વેશસેં મનોરંજન પૂરો પાડીયે.
ઇ ચેંતા, કચ્છ ઇનીકે ગણે ડીંનોં અયોં. ધનધાન્ય ત કિતક કોક વેશભૂષા કલાજી કધર જે રુપમેં ડિની આય. સૌરાષ્ટ્ર ને કચ્છ ત હૂંઇ ભવાઈવેશેંજી કધરજી ભક્તિજી ધરા રિઇ આય ઇતરે હિત જીયણ જીએજો મૂંકે આઉગો આનંધ આય ને કડેં પ અપમાન નાય થ્યો નેં અગર નોબત અચેં ત પ્રભુજી કિરપા નેં કલાકારેંઈ શક્તિ ભક્તિરૂપમેં પડઘાજેતિ. તેવાર વે તેર ભવાઈ કરીયું નેં હિન સિવા બહુરૂપી વેશસેં ગડો નિભી રે. ધી-પુતર બોંયજા વીંયા કરી વિંધે આય ઇતરે નિવૃત્તિ સજી કલાકે સમર્પિત આય. શનિવારજો હુણમાનજો વેશ નેં બ્યે ડીંમેં ધાર્મિક, સામાજિક ક ઐતિહાસિક પાત્રજા વેશ ધારણ કરે ભુજજી લોકલ ભજારુંમેં ભ્રમણ કરંધા વેતા. કડેંક તૈયાર થેમેં કલાક ત કડેંક ત્રે કનાં વધુ કલાકજો સમય પ થિઇ વિનંધો વેતો.
Also read : વલો કચ્છ: બહેન-દીકરીઓના શિક્ષણ ને સશક્તિકરણ માટે અભૂતપૂર્વ યોગદાન આપનારા કચ્છના ગાંધી
પેલે જે સમોમેં કલાપ્રેમી રજવાડા વટ મેણો ખન રોકાજીનેં વેશ કરંધા વા જેમેં ઇનીકે ખાધાખોરાકી ને બક્ષિસ પ જુડ઼ંધી હૂઇ, અજ હી જભાભદારી ગામજા અગ્રણીઓ નિભાઇયેંતા. બહુરૂપી કલા લોકજીયણજો મૂલ્યવાન વારસો આય. અજ઼્જે આધુનિક વડ઼ગણ વિચ એકલડોકલ ભચલા ઍડ઼ે કલાકારેંકે પોંખણૂં ગચ જરૂરી આય. અજ઼ હી કલા લુપ્ત થેજે આરે આય ત જ્કાં હિકડ઼ી બો પેઢી ઍડ઼ી જ રીતેં નિકરંધી ત હી સમૂરગી ઇતિહાસ ભની વેંધી. ત હિનલા પાંકે મિણીકે ભેરા થિઇ જુકો થિઇ રયા ઐં તેંસે વધુ પ્રિયાસ કરંણા પોંધા.