ઉત્સવનેશનલસ્પેશિયલ ફિચર્સ

સાદી સમજ ને સરળ વિચારનું પરિણામ એટલે આઈકોનની ક્રાંતિ

વિરલ રાઠોડ
વીજગતિથી પસાર થતા ડિજિટલ યુગમાં લેપટોપ કે કમ્પ્યુટરને સામાન્ય ગણવામાં આવે છે. દુનિયાના કોઈ ક્ષેત્રનું ભાગ્યે જ કોઈ એવું કામ હશે, જે કમ્પ્યુટર કે લોપટોપ વગર થતું હશે. ગણતરીથી લઈને ગેમ્સ રમવા સુધી અને ઈ-મેલ કરવાથી લઈને ઓનલાઈન ઓર્ડર સુધીની તમામ વસ્તુમાં જે માધ્યમ છે એ કમ્પ્યુટર અથવા લેપટોપ રહ્યું છે. સિસ્ટમથી ઓળખાતા આ ડિવાઈસમાં જેના હેઠળ તમામ કામ થાય છે એનું નામ છે ‘ઑપરેટિંગ સિસ્ટમ’ (ઘજ).

આ ઑપરેટિંગ સિસ્ટમમાં સમયાંતરે જે ફેરફારો આવ્યા એ નવા નવા ડિવાઈસમાં કે સિસ્ટમમાં સર્વસ્વીકૃત બન્યા. જેમ કોઈ પણ પુરાણમાં શિવને સર્વસમાવેશ માનવામાં આવ્યા છે એમ ઑપરેટિંગ સિસ્ટમ દરેક એપ્લિકેશન કે પ્રોગ્રામને રન કરવા માટે જરૂરી માધ્યમ બની રહ્યું છે. સર્વોત્તમ હોય એને જ સ્વીકૃતિ મળે એ રીતે વિન્ડોઝની આખી સિરીઝ દુનિયાભરના કમ્પ્યુટર કે લેપટોપમાં દૈનિક ધોરણે મોટા મોટા પ્રોજેક્ટને સાચવી રહી છે.

કમ્પ્યુટરની દુનિયાનો એક વિરાટ ઈતિહાસ છે એ જ રીતે એમાં સૌથી પહેલા નજર ચડતા આઈકોનની એક આખી રંગીન અને રોમાંચક દુનિયા છે.

વર્ષ ૧૯૮૫થી ૧૯૮૭ સુધીના સમયગાળામાં ડિસ્ક ઑપરેટિંગ સિસ્ટમ (ઉઘજ)નો આખો દૌર હતો. આ એ સમયની વાત છે, જ્યારે ‘માય કમ્પ્યુટર’ જેવા આઈકોન સિમ્બોલિક ધોરણે હતાં. હા, એ જ સિમ્બોલ જેને અત્યારે વર્લ્ડ કે નોટપેડ જેવી એપ્લિકેશનમાં એક બોક્સમાંથી લેવામાં આવે છે. પેઈન્ટ એપ્લિકેશનમાં અત્યારે પી કેપિટલ અને બ્રશ જોવા મળે છે એ સમયે બ્રશ ટ્રે દેખાતી હતી.

આ પછી જે વૈવિધ્ય આવ્યું એમાંથી ક્રાંતિના બીજ રોપાયા. કલરમાં જે પરિવર્તન આવ્યું એની નોંધ વિશ્ર્વએ લીધી. કમ્પ્યુટરનો ઈતિહાસ એવું કહે છે કે, દુનિયાના પહેલા કમ્પ્યુટરમાં કોઈ આઈકોન જ ન હતા.
આ શોધ પછી થઈ અને પરિણામ આપણા સૌની નજર સમક્ષ છે. વિન્ડોઝના ઘણા એવા કોન્સેપ્ટ પરથી મોબાઈલ એપ્લિકેશનના ગ્રોથમાં મોટી મદદ મળી.

ટાઈમલાઈન પર થોડા આગળ વધીએ. વર્ષ ૧૯૯૦માં સિમ્બોલ જેવા દેખાતા અને આઈકોન મનાતા આ નાનકડા ચિત્રમાં રંગ પુરાયા. નોટપેડના સિમ્બોલમાં ઓરિજિનલ જાણે નોટપેડ પડી હોય એવું ડિજિટલી ફીલ થયું. વર્ચ્યુઅલ અને ડિજિટલની દુનિયાની મર્યાદા એ છે કે, જે તે વસ્તુને સ્ક્રિન પર જોઈ શકાય, માણી શકાય પણ એને અડીને સ્પર્શ ન કરી શકાય.

વિન્ડોઝ ૩.૦ ૧૬ કલર ડિસપ્લે આઈકોન સાથે અપડેટ આવી હતી. ૩૨ડ્ઢ૩૨ની સાઈઝમાં આવતા ડિફોલ્ટ આઈકોનમાં એક અલગ મજા પણ હતી. અમુક નિષ્ણાતો આ લૂકને ૩ડી લૂક માની બેઠા હતા. દુવા આપો સુશાન કરે નામના ગ્રાફિક ડિઝાઈનરને જેણે આઈકોનના બેઝિક સ્ટ્રક્ચરનો પાયો નાખ્યો. અત્યારના સમયે મોબાઈલ તથા કમ્પ્યુટર સિસ્ટમમાં જે આઈકોન દેખાઈ રહ્યા છે એના પાયામાં આ વ્યક્તિનું યોગદાન છે.

એ પણ કલર કોમ્બિનેશનના લૂકઆઉટ સાથે. આ ગ્રાફિક્સ ડિઝાઈનર સુશાન કરેએ એ જ વાત દિમાગમાં રાખી અને તેને અમલમાં મૂકી. સરળ સમજ અને સર્વસ્વીકૃતિ. બિઝનેસ ઓફિસ એપ્લિકેશનની અહીંથી શરૂઆત થઈ. એક જ વર્ષના સમયગાળામાં આ જ આઈકોન વધારે ટૂંકાક્ષરી માહિતી સાથે આવ્યા. ૧૬ કલર રેશિયોની મર્યાદા પાર થતા એમાં રિયાલિસ્ટિક લાગે એવા રંગોએ સ્થાન લીધું.

માઈલસ્ટોન કહી શકાય એવો ચેન્જ વર્ષ ૨૦૦૧માં આવ્યો. વિન્ડોઝ એક્સપી એટલું સફળ ગયું કે હજુ પણ એની ચર્ચા કરવા બેસીએ તો ગ્રંથ બની જાય. જે રીતે આસ્થાના અજવાળાની આવરદા લાંબી હોય છે એમ એક્સપીએ જોરદાર કામ આપ્યું. સંપૂર્ણપણે નવા ગ્રાફિક્સ, આઈકોન્સ અને સાવ સામાન્ય જ્ઞાન ધરાવતો વ્યક્તિ પણ કમ્પ્યુટરને સરળતાથી સમજી શકે એવા સરળ અને સ્પષ્ટ આઈકોનથી આખી દુનિયા બદલાઈ ગઈ. આ તમામ ગ્રાફિક્સ ૩ડી હતા.

આઈકોનના અપગ્રેડેશન પાછળ જેટલી જરૂરિયાત હતી એની સાથે ક્રિએટિવિટીએ જાણે મોરપંખ ખોલ્યા હોય એવી સુંદરતા માણવા મળી. સિદ્ધિના શિખર સુધી પહોંચેલી ઑપરેટિંગ સિસ્ટમમાં ૧૬.૭ મિલિયન આઈકોનિક કલર્સ આપવામાં આવ્યા હતા. આ તમામ કલર્સ આઈકોન માટે અને એની નીચે આવતા નામ માટે કસ્ટમાઈઝ કરી શકાય એમ હતા. અગાઉની સિસ્ટમમાં એ મર્યાદા હતી. મેજિક થયું હોય એવું લાગે પણ એની પાછળ જરૂરિયાતના લોજિકની લંબાઈ વધારે હતી, મજબૂત હતી. વર્ષ ૨૦૦૭માં વિસ્ટા વર્ઝન આવ્યું.

આ ઑપરેટિંગ સિસ્ટમને ભલે કેટલાક નિષ્ણાતો નિષ્ફળતાનું ઉત્પાદન માનતા હોય પણ એના ગ્રાફિક્સ અને આઈકોન હજુ પણ એક રિસર્ચનો વિષય બને એટલા ઊંડા અને દિમાગને નહીં આંખને યાદ આવે એવા છે. એરો ઈન્ટરફેસ અને રિયાલિસ્ટિક ટચ એ આ અપડેશનની મુખ્ય ખાસિયત હતી. એક્ઝેટ મેચ, કલર્સ અને ટ્રાંસપેરન્સીનો એવો ટચ હતો કે, દુનિયાએ એના પરથી આઈકોન બનાવવાનું તો આવું જ બનાવવું એવું વગર કોઈ પાઠશાળાએ શીખી લીધું.

જ્યારે વિન્ડોઝ-૮ માં બધું પેનલિંગ થઈ ગયું એટલે આઈકોનની દુનિયા નાની થઈ ગઈ અને ટેક્સ્ટ-ડેટાએ વાવટા ફરકાવી દીધા. કલર ગ્રાફિક્સની દુનિયા મસ્ત રંગીન છે અને હતી પણ મેમરીની મર્યાદાને કારણે એક નવી ચીપસેટ બનાવવાની જરૂર પડી. એ સેટ એટલે આજનું ગ્રાફિકકાર્ડ.

Show More

Related Articles

Back to top button
ભાદરવાની પૂર્ણિમા પર કરો આ કામ, ખુલી જશે ધનના માર્ગ આજે શ્રીહરિ બદલશે પાસું, આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period… દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ…