21મી સદીમાં માથાનો દુખાવો બન્યા ગેરકાયદે વસાહતી…

લોકમિત્ર ગૌતમ
છેલ્લા થોડા દિવસો પહેલાં અમેરિકામાં સંપન્ન પ્રમુખપદની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બન્યો હતો અમેરિકામાં રહેનારા ગેરકાયદે વસાહતી. હવે આ મુદ્દો દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ભારતની ગલી-ગલીમાં આ વાતચીત અને વાદવિવાદનો ભાગ બની ગયો છે. અમેરિકામાં 7,25,000 ગેરકાયદે ભારતીય વસાહતી છે. આમાંથી 18,000 ગેરકાયદે વસાહતીને આગામી દિવસોમાં ભારત મોકલવામાં આવશે. 104 ગેરકાયદે વસાહતીના પહેલા બેચને અતિશય અપમાનજનક સ્થિતિમાં ભારત મોકલવામાં આવ્યો. આખા દેશે અમૃતસર હવાઈમથકે તેમને હાથમાં હાથકડી અને પગમાં બેડી પહેરેલી સ્થિતિમાં ઊતરતા જોયા. આ દૃશ્યે ગેરકાયદે વસાહતીઓને ગંભીર વિષય બનાવી દીધો. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઑફ માઈગ્રેશન (આઈઓએમ)ના જણાવ્યા પ્રમાણે વર્ષ 2020માં દુનિયામાં કુલ 25,10,00,000 વસાહતી હતા જે દુનિયાની વસતીના 3.6 ટકા જેટલા છે. આજે એક અંદાજ પ્રમાણે આશરે 32થી 35 કરોડ વસાહતી વિવિધ દેશોમાં રહે છે. આમાંથી પાંચથી દસ ટકા ગેરકાયદે એટલે કે પોણા બે કરોડથી સાડાત્રણ કરોડ વસાહતી છે. આમાં સૌથી મોટી સંખ્યા એટલે કે 1,03,00,000 વસાહતી અમેરિકામાં છે.
Also read : કુદરતનો અલાયદો આવાસ હિમાલયનો આલીશાન વૈભવ – વિશ્વ પ્રસિદ્ધ બરફાચ્છાદિત શિખરો
વસાહતી માટે અંગેજીમાં માઈગ્રન્ટ શબ્દ છે જે લેટિન ભાષાના માઈગ્રે શબ્દ પરથી આવ્યો છે. આ શબ્દનો અર્થ થાય છે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું. દુનિયામાં એક સ્થાનથી બીજા સ્થાન પર જવું એ માનવીની હાલની પ્રવૃત્તિ નથી. માનવી આદી કાળથી ફરવાની વૃત્તિવાળો રહ્યો છે અને પ્રવાસ માટે એક જગ્યાથી બીજી જગ્યા ફરતો રહ્યો છે. સત્ય તો એ છે જાણીતા ઈતિહાસકાર યુવાલ નોવા હરારીના જણાવ્યા મુજબ માનવીના વિકાસનું કારણ સ્થળાંતર રહ્યું છે. આથી જ લોકો એક જગ્યાથી બીજી જગ્યા પર જાય છે. દુનિયામાં આ સમયે જે 32થી 35 કરોડ વસાહતી છે જેમાંથી 15 ટકા વીસ વર્ષથી પણ નાની વયના છે, જ્યારે 12 ટકા 65 વર્ષથી વધારે વયના છે. આથી એમ કહી શકાય કે જે વસાહતી છે એમાં 73 ટકા વર્કફોર્સ કે કાર્યબળનો ભાગ છે. એક રીતે જોવા જઈએ તો જે લોકો ઉત્પાદન અને સેવાની વિસ્તૃત કડી છે એમાં મોટી હિસ્સેદારી આ પ્રવાસીઓની રહી છે. એ પણ વાસ્તવિક વાત છે કે હાલમાં સમયમાં ટુરીઝમ તો ઠીક છે, પરંતુ ગેરકાયદે વસાહતીઓ આખી દુનિયામાં માથાનો દુખાવો બન્યા છે.
ગેરકાયદે વસાહતી એ લોકો છે જે યોગ્ય દસ્તાવેજો વગર કોઈ પણ દેશમાં પહોંચી જાય છે. આ ગેરકાયદે જવાના રૂટને ‘ડંકી રૂટ’ કહેવામાં આવે છે. આશરે પોણા બે કરોડથી માંડીને સાડાત્રણ કરોડ લોકો વિવિધ દેશોમાં ડંકી રૂટની મદદથી પહોંચ્યા છે. આ લોકો ચિંતાનો વિષય બની ગયા છે. ખાસ કરીને પશ્ર્ચિમના દેશો માટે કારણ કે તેઓએ જે વિકાસ, રોજગારની તક. સુરક્ષા અને સુવિધા દેશવાસીઓ માટે ભેગી કરી હોય એમાં ગેરકાયદે વસાહતી ભાગ પડાવે છે. અમેરિકાના હાલના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે આને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો અને પરિણામ પછી હવે એ કહેવાની જરૂર નથી કે અમેરિકાના લોકોએ ટ્રમ્પને જોરદાર ટેકો આપ્યો હતો. ફક્ત અમેરિકા નહીં, યુરોપના વિકસિત દેશ જેવા કે જર્મની, ફ્રાન્સ , ઈંગ્લૅન્ડમાં ગેરકાયદે વસાહતી એ વિસ્ફોટક રાજકીય મુદ્દો બન્યો છે. કારણ કે આ વિકસિત દેશોમાં મિડલ ઈસ્ટના મુસ્લિમ દેશોના 50 લાખ વસાહતી આવ્યા છે. આ દેશોમાં કતલેઆમ અને આતંકવાદના ભયથી આ લોકો યુરોપમાં આવી ગયા છે. આને લીધે યુરોપના દેશમાં અસુરક્ષા ઊભી થઈ છે અને ગુનાખોરી વધી છે. તથા રોજગાર અને બીજી નાગરિક સુવિધા પર દબાણ આવ્યું છે. ફ્રાન્સ, જર્મની અને ઈંગ્લૅન્ડમાં તાજેતરના વર્ષમાં લોકો વસાહતી વિરુદ્ધ દેખાવો કરવા સડક પર ઉતર્યા છે. આંદોલનકારની માગણી છે કે આ ગેરકાયદે વસાહતીઓને બને એટલા વહેલા દેશમાંથી હાંકી કઢાય
અમરિકામાં હાલમાં ગેરકાયદે પ્રવાસી મુખ્ય મુદ્દો હતો. જોકે યુરોપમાં તો તમામ વસાહતીઓને બહાર કાઢવાની માગણી થઈ રહી છે. દુનિયામાં વિકસિત દેશોમાંથી જે રીતે વસાહતીઓ નાણાં કમાઈને પોતાના મૂળ દેશમાં મોકલે છે એનાથી વિકસિત દેશોના લોકોમાં આક્રોશ, ગુસ્સો અને ચિંતા વધતા જાય છે. આને લીધે એ કહેવું આવશ્યક બની ગયું છે કે દુનિયાએ વસાહતીઓના મુદ્દા પર વિચારવિમર્શ કરીને એક વૈશ્ર્વિક નીતિ ઘડવી જોઈએ. જો ભારતની વાત કરીએ તો દુનિયામાં વસાહતીમાં ભારતીયોની સંખ્યા વધારે છે. લગભગ ત્રણ કરોડ ભારતીયો વિદેશમાં રહે છે. બીજી બાજુ બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બર્મા અને નેપાળના વસાહતી મોટી સંખ્યામાં રહે છે. દેખીતી રીતે ભારતમાં આ ચિંતાનો વિષય છે. ભારતમાં મહાનગરી મુંબઈ સૌથી વધારે કાયદેસર અને ગેરકાયદેસર વસાહતીના બોજાથી દબાયેલી છે. આ જ કારણથી મુંબઈમાં માળખાકીય સુવિધાઓ પર જબરદસ્ત સંકટ આવે છે. સ્વાસ્થય, દેખભાળ, શિક્ષણ, જળ આપૂર્તિ અને જાહેર સુવિધાના મુદ્દે સ્થાનિક રહેવાસીઓ સંકટની સ્થિતિમાં રહે છે.
Also read : ઈકો-સ્પેશિયલ: દેશના અર્થપૂર્ણ વિકાસ માટે જવાબદાર મૂડીવાદ ને આર્થિક સમાનતાનાં લક્ષ્ય જરૂરી છ
1961માં મુંબઈની ઝુંપડપટ્ટીમાં હિન્દુઓની વસતિ 88 ટકા હતી. જોકે વર્ષ 2011ની જનગણના પ્રમાણે હિન્દુઓની વસતિ 66 ટકા થઈ ગઈ અને મુસ્લિમ વસતી આઠ ટકાથી વધીને 21 ટકા થઈ ગઈ આમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશનો અને મ્યાનમારના રોહિંગ્યાનો સમાવેશ થયા છે. એક સર્વે પ્રમાણે મુબઈની ઝુંપડપટ્ટીની જનસુવિધા પર ગેરકયાદે વસાહતીનો બોજો વધ્યો છે. મુંબઈથી બાંગ્લાદેશમાં દર મહિના 10થી 12 કરોડ રૂપિયા મોકલવામાં આવે છે. તદુપરાંત મુંબઈમાં ઊભી થયેલી કાયદો અને વ્યવસ્થાની સમસ્યાનું કારણ ગેરકાયદે વસાહતી છે. આને દુનિયાના પરિપ્રેક્ષ્યમાં તો કહી શકાય કે જે દેશોમાં વધારે વસાહતીઓ રહે છે એ દેશના મૂળ લોકોમાં ગુસ્સો અને તનાવ છે. આનું કારણ એ છે ેકે વસાહતીઓ સુવિધા અને સગવડોમાં હિસ્સેદારી કરે છે અને અપરાધો તથા અસુરક્ષાની પીડા આપે છે.
સવાલ એ છે કે આ ગ્લોબલ પ્રોબ્લેમને કેવી રીતે ઉકેલવો. આખી દુનિયામાં આના પર વિચાર થઈ રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે ઈમિગ્રેશનના કાયદાને કડક બનાવવાની જ દર છે જેથી ગેરકયાદે વસાહતીઓને રોકી શકાય. આ માટે વિઝા પ્રોસેસ કડક બનાવવાની જરૂર છે. વસાહતીઓ વિઝા લઈને પ્રવેશે છે પરંતુ મુદત પતે એટલે પાછા જતા નથી અને સંતાય જાય છે.
Also read : વિશેષ: ફ્રિલાન્સિંગ કામ કરીને મેળવો અઢળક આવક
નિષ્ણાતોનો મત છે કે ગેરકાયદે વસાહતીની સમસ્યાનો સામનો કરવા ઓવરસ્ટે ટ્રેકિંગને કડક અને ફુલપ્રૂફ બનાવવું જોઈએ. બાયોમેટ્રિક સિસ્ટમ અને ડિજિટલ ટ્રેકિંગ પર ચાંપતી નજર રાખવી જોઈએ. નાગરિકત્વ અને શ્રમ સુધાર કાયદાઓ દેશના નાગરિકોને અનુકૂળ હોય એવા બનાવવા જોઈએ. અનેક દેશો પોતાના નાગરિકોને સારા વેતન આપે છે, પરંતુ વસાહતીઓને ઓછું વેતન આપે છે. આથી નાગરિકને બદલે વસાહતીઓને નોકરી મળે છે. આ દેશની સરકારે ઓછા વેતન આપતા ઉદ્યોગપતિઓ અને કારોબારીઓ સામે સખત કાર્યવાહી કરવી જોઈએ. જો વસાહતીઓને નાગરિકો જેટલું વેતન દેવું પડે તો કારોબારીઓ વસાહતીઓને નોકરીમાં નહીં રાખે. એક્સપર્ટની સલાહ છે કે ડ્રોન, બાયોમેટ્રિક્સ અને એઆઈની મદદથી ચોકીપહેરો સઘન બનાવવો જોઈએ. ટૂંકમાં કહીએ તો 21મી સદીની મુખ્ય સમસ્યાનો ઈમાનદારીથી સામનો કરવો જોઈએ. જો આ સમસ્યાનો ઉકેલ નહીં શોધાય તો એ આખી દુનિયામાં ઊથલપાથલ મચી જશે અને ગુનાખોરી વધી જશે.