ડિજિટલ આર્ટ ઝડપથી વિકસતી ઇન્ટરનેશનલ કરિયર…

નરેન્દ્ર કુમાર
આવનારા દિવસોમાં જે રીતે ભારતની એઆઇ હબ તરીકે ઉભરવાની સંભાવના છે, તે જોતાં, ભારતમાં ડિજિટલ આર્ટના ક્ષેત્રમાં કારકિર્દીની જબરદસ્ત શક્યતાઓ પણ ઊભરી આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ડિજિટલ આર્ટમાં કારકિર્દી ઝડપથી ઊભરી રહી છે, ખાસ કરીને ભારત જેવા દેશમાં જ્યાં એનિમેશન, ગેમિંગ, ફિલ્મ, જાહેરાત અને સોશિયલ મીડિયા ઉદ્યોગોમાં માગ સતત વધી રહી છે. એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને વીઆર (વર્ચ્યુઅલ રિયાલિટી)ના વિકાસ સાથે, ડિજિટલ આર્ટ ભવિષ્ય માટે એક પ્રોમિસિંગ ક્ષેત્ર તરીકે ઊભરી આવ્યું છે.
Also read : ભારતીય વિજ્ઞાનની નવી મંજિલ AI – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
રોજગારની સંભાવનાઓ
જો આપણે વર્ષ 2025 થી 2030 વચ્ચેનો અંદાજ લગાવીએ તો એકલા ભારતમાં જ ગેમિંગ ઇન્ડસ્ટ્રી 10 થી 12 બિલિયન ડૉલરનો આંકડો પાર કરી ગઇ હશે. વર્ષ 2024 સુધીમાં તેણે રૂ.3 અબજ ટર્નઓવરનો વાર્ષિક આંકડો પાર કરી
લીધો હતો. ગેમિંગ ઇન્ડસ્ટ્રી મોટા પાયે ડિજિટલ કલાકારોને રોજગારી આપે છે,
જોકે એનિમેશન અને વીએફએક્સની માગ પણ સતત વધી રહી છે. જેના કારણો છે ઓટીટી પ્લેટફોર્મ, એડવર્ટાઈઝિંગ ઇન્ડસ્ટ્રી અને ફિલ્મો જે એકદમ વાસ્તવિક અનુભવ આપે છે.
એ જ રીતે, ડિજિટલ આર્ટ દ્વારા
મેટાવર્સ પ્રોજેક્ટ્સમાં પણ કમાણીની જબરદસ્ત તકો ઊભી થઈ છે અને જો આપણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સોશિયલ મીડિયાના બિઝનેસના વિસ્તરણ પર નજર કરીએ, તો આપણે સમજી શકીએ છીએ કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મમાં ડિજિટલ કલાકારોની કેટલી માગ છે. એકવાર ડિજિટલ આર્ટિસ્ટ માટે બ્રાંડિંગ અને વ્યક્તિગત પ્રોજેક્ટ્સના લક્ષ્યો પ્રાપ્ત થઈ જાય, પછી આ ક્ષેત્રમાં ફ્રીલાન્સ માટે સારી તકો છે.
અભ્યાસક્રમો અને ઇન્સ્ટિટ્યૂટ
આ ક્ષેત્રમાં પ્રોમિસિંગ કરિયર હાંસલ કરવા માટે કેટલાક ડિગ્રી અભ્યાસક્રમો અને ઇન્સ્ટિટ્યૂટ શ્રેષ્ઠ છે, જે નીચે મુજબ છે.
- ડિજિટલ ડિઝાઇન અને વર્ચ્યુઅલ આર્ટનો શ્રેષ્ઠ અભ્યાસક્રમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, અમદાવાદમાં ઉપલબ્ધ છે. આ ડિગ્રી કોર્સ કર્યા પછી દરેક જગ્યાએ નોકરીની તકો મળશે.
- સી-ડેક, આ ઇન્સ્ટિટ્યૂટમાંથી મલ્ટીમીડિયા અને ડિઝાઈન ટેક્નોલોજીને લગતા ઘણા સર્ટિફિકેટ કોર્સ કરી શકાય છે, જેના પછી ડિજિટલ આર્ટમાં કારકિર્દીની શક્યતાઓ વધી જાય છે.
- આયઆયટી બોમ્બે, અહીંની આઇડીસી સ્કૂલ ઑફ ડિઝાઇનમાં ઇન્ટરએક્શન ડિઝાઇન અને ડિજિટલ આર્ટમાં ઉત્તમ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે અને આ પછી નોકરીમાં પણ પ્રાથમિકતા મળે છે.
- માયા એકેડેમી ઓફ એડવાન્સ્ડ સિનેમેટિક્સમાંથી એનિમેશન અને વીએફએક્સ પર કેન્દ્રિત અભ્યાસક્રમો કરી શકાય છે. જેની શાખાઓ દેશના અનેક મોટા શહેરોમાં છે.
Also read : જીવનમાં જો પ્રેમ જોઇએ છે તો ડિજિટલ જ્ઞાનના ભરોસે ના રહો
*દિલ્હી/મુંબઈની પર્લ એકેડેમીમાંથી ડિજિટલ આર્ટ અને ડિઝાઇનિંગમાં ડિગ્રી અને ડિપ્લોમા કોર્સ કરીને ડિજિટલ આર્ટ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકાય છે.
વિદેશી શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટ
- યુએસ સ્થિત રોડ આઇલેન્ડ સ્કૂલ ઑફ ડિઝાઇન, ડિજિટલ મીડિયા વિઝ્યુઅલ આર્ટ્સમાં વિશ્વ-વર્ગની સંસ્થા છે. અમેરિકામાં સેવંથ કોલેજ ઓફ આર્ટ એન્ડ ડિઝાઇન એનિમેશન અને ગેમ આર્ટ માટે ફેમસ છે.
- જો તમારે ફ્રાન્સમાં અભ્યાસ કરવો હોય તો વીએફએક્સ અને ડિજિટલ એનિમેશનમાં વિશ્વ કક્ષાની સંસ્થા છે, જેનું નામ છે ગોબલિન્સ એલ ઇકોડ ડી લા ઇમેજ.
- કેનેડામાં વંકુવર સ્થિત ફિલ્મ સ્કૂલ પણ ફિલ્મ ગેમિંગ અને એનિમેશન કારકિર્દી માટે એક શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ છે.
- એ જ રીતે, યુનિવર્સીટી ઓફ આર્ટ્સ, લંડનમાંથી ડિજિટલ આર્ટ, ગ્રાફિક ડીઝાઈન અને થ્રી ડી આર્ટમાં સ્પેશિયલાઇઝેશન કરી શકાય છે.
ક્યાં મળશે નોકરી
- યુવી સોફ્ટ, રોક સ્ટાર ગેમ્સ, ઈએ સ્પોર્ટ્સ, ઝિંગા અને નઝારા ટેકનોલોજી જેવી ગેમિંગ કંપનીઓ વિવિધ પ્રકારની નોકરીઓ ઓફર કરે છે.
- એ જ રીતે, ફિલ્મ અને વીએફએક્સ ઇન્ડસ્ટ્રીમાં રેડ ચિલીઝ વીએફએક્સ, એમટીસી, ડીએનજીઇ, પ્રાઇમ ફોકસ અને ફ્રેમ સ્ટોર જેવી કંપનીઓ નોકરીઓ પ્રદાન કરવામાં આગળ છે.
- ઘણી મીડિયા એડવર્ટાઈઝિંગ એજન્સીઓ જેમ કે ઓગેલિગ, વન્ડરમેન, થોમસન, લિયોવર્નેટ વગેરે જેવી એડ એજન્સીઓ ઘણી નોકરીઓ પૂરી પાડે છે.
- એઆઇ અને સ્ટાર્ટઅપ સેક્ટરમાં
પણ, ટીસીએસ, ઇન્ફોસીસ, વિપ્રો, ઝોહો જેવી કંપનીઓ યુએક્સ/યુઆઇ ડિઝાઇન માટે મોટા પાયે ડિજિટલ આર્ટિસ્ટને હાયર કરે છે. આ સિવાય ઓપન સી, રેરિબલ જેવા પ્લેટફોર્મ પર એનએફટી વેચીને કમાણી કરી શકાય છે.
પ્રારંભિક કારકિર્દીની શરૂઆત આ રીતે કરો
સૌપ્રથમ સ્કિલ શીખો, ફોટો શોપ, ઇલસ્ટ્રેટર, બ્લેન્ડર, પ્રો-ક્રિએટ, યુનિટી, અનરિયલ એન્જીન જેવા ટુલ્સમાં માસ્ટર હાંસલ કરો, તમારો પોર્ટફોલિયો બનાવો, ઇન્ટર્નશિપ કરો. ફ્રીલાન્સ પ્રોજેક્ટ્સ લો અને નેટવર્ક બનાવો. પ્રારંભિક કારકિર્દીની શરૂઆત માટે તમામ ઉપાયો ફાયદાકારક છે. જ્યાં સુધી આ ક્ષેત્રમાં શરૂઆતના પગારની વાત છે, ફ્રેશર 4 થી 8 લાખ રૂપિયાનું પેકેજ સરળતાથી મેળવી શકે છે.
જો તમારી પાસે 3 થી 7 વર્ષનો અનુભવ છે તો તમે 8 થી 20 લાખ રૂપિયાનું પેકેજ સરળતાથી મેળવી શકો છો.8 વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતા વરિષ્ઠ ડિજિટલ આર્ટિસ્ટ માટે 20 થી 50 લાખ રૂપિયા સુધીના પેકેજ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે, જ્યારે ફ્રીલાન્સ અને એનએફટી વેચાણ દ્વારા પણ સારી કમાણી કરી શકાય છે. સામાન્ય રીતે લોકો એક વર્ષમાં 10 લાખ રૂપિયા સુધીની કમાણી સરળતાથી કરી લે છે. એકવાર નામ સ્થાપિત થઈ જાય અને કામ વધુ સારું થઈ જાય તો વાર્ષિક 15 થી 20 લાખ રૂપિયા પણ કમાઈ શકાય છે.
Also read : ડિજિટલ લિટરસી
ભારતમાં ડિજિટલ આર્ટમાં કારકિર્દી ઝડપથી વધી રહી છે અને કારકિર્દી સલાહકારો માને છે કે તે 2025 થી 2030 ની વચ્ચે ઘણો વિકાસ કરશે. તેથી, ડિજિટલ આર્ટ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી સમજદારી છે. પરંતુ આ માટે સારા ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરીને લાંબા ગાળાની વ્યૂહરચના બનાવવી જરૂરી છે.