ટૅક વ્યૂહ : આધુનિક ઍરકૅબ પરિવહનના નવા પ્રકરણ સામે કેવા છે પડકાર?

-વિરલ રાઠોડ
પ્રયાગરાજમાં ચાલી રહેલા આસ્થના મહાકુંભમાં કરોડોની સંખ્યામાં ભાવિકોએ પુણ્યની ડૂબકી મારી છે અને હજુ મારી પણ રહ્યા છે.
Also read : કઈ રીતે બચાવવું આ જમાનાની બાળકીઓનું બાળપણ?
સંગમતીર્થ ક્ષેત્રમાં મહા મુશ્કેલી ટ્રાફિક જામે સર્જી દીધી હતી. 300 કિલોમીટર સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા દરેકને એક વખત તો ઍરકૅબ કે ઍરટૅક્સીની યાદ આવી હશે. જે ઍરટૅક્સી ગણતરીની મિનિટ સુધી લૅન્ડિંગ પોઈન્ટ પર ઊભી રહીને લોકોને ચોક્કસ સ્થાન પર મૂકી શકે.
ઍરકૅબ પરિવહનની નવી દિશા છે એ વાત ચોક્કસ છે. નવી શરૂઆતના સાહસ સાથે કેટલીક સમસ્યા એના પાયાથી જોડાયેલી હોય છે. મુંબઈ, અમદાવાદ અને દિલ્હી જેવાં શહેરમાં કૉમન પ્લોટ શોધવા મુશ્કેલ છે ત્યાં એ ઍરટૅક્સી માટે લોંચપેડ કેવી રીતે શક્ય છે?
આ બધું સમજવા વાત કરવી છે ઍરકૅબ ટ્રાન્સપોર્ટ સિસ્ટમના આરંભથી અંત સુધીની.
લિથિયમ બેટરીથી ઈ-વ્હિકલ્સની દુનિયામાં એક નવો સૂર્યોદય થયો છે. સારી વાત છે, પર્યાવરણના જતન સાથે ટેકનોલૉજીનું મોટું અપગ્રેડેશન માનવજીવને કામ આવી રહ્યું છે. યુરોપના દેશમાં પરીક્ષણ થયા બાદ ઍરકૅબ એટલે કે હવાઈ ટૅક્સી અંગે ઘણા દેશોમાં પરિવહન ક્ષેત્રે ખાસ કોઈ એકસૂત્રતા જોવા-જાણવા નથી મળી.
આ પાછળનું કારણ એ છે કે, મજબૂત પ્લાસ્ટિક, લોઢું અને મશીન ટેકનોલૉજી મોંઘી પડી રહી છે. ઍરકૅબનો વિચાર શ્રેષ્ઠ છે. ખેતીક્ષેત્રે દવા છંટકાવમાં ડ્રોનનો ઉપયોગ સફળ સાબિત થયો છે. આ ઉપરાંત પેકેજિંગ ડિલિવરીમાં પણ તે પ્રાથમિક તબક્કે સફળ છે, પરંતુ વ્યક્તિને ઊંચકીને બીજા સ્થાને લઈ જવામાં આ પ્રયોગ જોઈએ એટલો સફળ નથી.
બીજું કારણ એ છે કે, આ ઍરકૅબની ડિઝાઈનિંગ અને ઉપયોગમાં લેવાતી ટેકનોલૉજીની કાચી સામગ્રી જ મોટી ઊર્જાને ખાઈ જાય છે, જેમ કે એકથી વધારે બેટરીના ઉપયોગથી કૅબિનને હવામાં વગર આધારે તરતી રાખી શકો, પણ જમીન પરથી ઉઠાવવામાં જે ઈંધણ અને ઈલેક્ટ્રિસિટીનો વ્યય થાય છે એ કોઈ કંપનીને પરવડે એમ નથી, તો પછી સામાન્ય ગ્રાહકના ખિસ્સાની શું વાત કરવી?
જર્મનનીના કૅબ એનાલિસ્ટ તો ત્યાં સુધી કહે છે કે, ટ્રાફિકમાં રોકાઈ જવું સારું, જેમાં વ્યક્તિ પોતાનું વાહન બંધ કરીને થોડું ફ્યૂલ તો બચાવી જ શકે છે. આ ઉપરાંત થોડું કાર્બન ઉત્સર્જન પણ કરે છે.
Also read : આશય સારો હોય તો પરિણામની પરવા ન કરવી
ઈ-વ્હિકલમાં બેટરીનો મુદ્દો શરીરમાં હૃદય જેટલું મહત્ત્વ ધરાવે છે. આખો સ્લોટ આપવામાં આવે તોપણ બેટરીની આવરદા નક્કી કરેલા સમય કરતાં વહેલા ખતમ થાય ત્યારે શું? જે રીતે ઈ-બાઈક્સ કે ઈ-કાર સફળ નીવડી એમ ઍરટૅક્સીની સફળતા અંગે કહેવું એ અંધારાંમાં તીર મારવા બરોબર છે.
ગત વર્ષે ઑટો એક્સપોમાં પેસેન્જર ડ્રોનનો અભિગમ દિલ્હીથી સમગ્ર દેશમાં જાણીતો થયો. કરોડની કિંમત ધરાવતી અને હેલિકૉપ્ટરની કોકપીટ જેવા આકારની બેઠક વ્યવસ્થાનો માત્ર નિભાવ ખર્ચ કરોડોમાં થાય છે. ઑટોમેટિક ટેકનોલૉજીથી નિયંત્રણ અવશ્ય કરી શકાય, પણ એક વખત ફ્લાઈટ શરૂ થયા બાદ હવામાં કેટલાક કંટ્રોલ અનિવાર્ય હોય છે જેમ કે, સ્પીડ, હવાની દિશા. એક કંપનીના રોકાણ તળે આવી સર્વિસ શરૂ થાય તોપણ દરેકનાં ખિસ્સાંને આ પોસાય એમ નથી.
ટેકનિકલ કારણ એ પણ છે કે, સમગ્ર ઍરકૅબનો કાચો માલ જ લાખોમાં પડે છે. કરોડોમાં તે તૈયાર થાય છે. નિભાવ માટે ખાસ તાલીમ પામેલા લોકો જોઈએ છે. કૉન્સેપ્ટ સારો છે, પણ કેશનો દાટ વાળી દે એમ છે.
ઍરોસ્પેસ નિષ્ણાત બિયાંકા શુખાર્ટ તો ત્યાં સુધી કહે છે કે, માર્કેટની માગ સામે કોઈ કંપની પાસે ભલે રોકાણ હોય, ટેકનોલૉજી હોય, પણ રિસોર્સ નથી. મુંબઈ જેવા શહેરમાં જ્યાં રાઈડ શેરિંગનો કૉન્સેપ્ટ પણ કામ કરી જાય. જ્યાં એક રૂટમાં રહેતી બે વ્યક્તિ સરળતાથી ઘર સુધી પહોંચી જાય ત્યાં ઍરપોર્ડ ઍરકૅબ પરવડે એમ નથી. ઉત્તમ ટેકનોલૉજીની સામે ઘણી વાર એનું પ્રાયોગિક ધોરણે સ્વીકારવું શક્ય નથી હોતું.
હા, એક આઈડિયા આ પાછળ કામ કરી શકે. ભારત જેવા દેશમાં ઘણા રાજ્ય પાસે પોતાના ટ્વિન સિટી છે જેમ કે, અમદાવાદ-ગાંધીનગર, રાજકોટ-જામનગર, મુંબઈ-થાણે, મુંબઈ-નાગપુર આવા રૂટ પર શટલ ઍરબસ તરીકે તે બેસ્ટ કામ આપી શકે છે. પ્રશ્ન એ પણ ઊભો થાય કે, એકથી વધારે કૅબ સેટ કરીએ તોપણ મોટી સંખ્યામાં લોકો જઈ શકે એમ નથી.
વધુમાં વધુ 30 લોકોનું પરિવહન થાય ત્યાં બેટરી જવાબ આપી શકે છે. આ વસ્તુ જો પેટ્રોલ ડીઝલના મૉડલ પર આધારિત હોત તો તે વિમાનની હરોળમાં ઊભું રહી શકે, પણ એનાથી પર્યાવરણ બચે એની ગેરેન્ટી નથી. સમગ્ર ઍરકૅબનો કૉન્સેપ્ટ જ પર્યાવરણના જતન સાથે ફ્લાય કરવાનો છે.
Also read : જો ભી હૈ બસ યહી એક પલ હૈ
આઉટ ઑફ ધ બોક્સ
AIનું એક નવું સોપાન એ આવી રહ્યું છે કે, 50 પાનાની કોઈ બુક આખીયે વાંચવાના બદલે એ માત્ર હાઈલાઈટ્સના કમાન્ડ પર કામ કરશે. હા, આ માટેનું પ્રોગ્રામિંગ કરવા પાછળ હાથ તો માનવ દિમાગનો જ છે!