ઓપિનિયન: શા માટે ટ્રમ્પની નીતિઓ ચર્ચાના ચકડોળે?

-સી. એ. પ્રકાશ દેસાઈ
અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સત્તામાં આવતા વેંત જ સાત ઘોડે સવારી શરૂ કરી દીધી હતી. પણ તેના ઉપર હવે બ્રેક લાગવા માંડી છે. શરૂઆત થઇ છે એક મહિના માટે કેનેડા અને મેક્સિકો ઉપર વધારેલી ઇમ્પોર્ટ ટેરિફને એક મહિના માટે પાછી ઠેલવાના નિર્ણયથી કારણકે આ દેશોએ ટિટ ફોર ટેટની જેમ અમેરિકાથી આયાત વસ્તુઓ ઉપર ટેરિફ વધારવાની ધમકી આપી દીધેલ હતી. ચીને તો અમુક અમેરિકન પ્રોડક્ટસ ઉપર ડયૂટી વધારવાની જાહેરાત કરી દીધી છે.
Also read : વિશ્ર્વશાંતિ માટેની દોડ જા જા… થાય તો યુદ્ધ કરી લે!
ટ્રમ્પનો બીજો એક્ઝિયુટિવ ઓર્ડર કે જન્મજાત નાગરિક હક્ક ઘૂસણખોર લોકોના બચ્ચાઓને પ્રાપ્ત નહીં થાય તેની સામે પણ સ્ટે ઓર્ડર આપેલ છે કે આ હુકમ અમેરિકન બંધારણે આપેલા અધિકારની વિરુદ્ધ છે. ટ્રમ્પનો ઓર્ડર કે ફેડરલ વર્કસએ કોમ્પેનસેસન લઇને પ્રિમેચ્યોર્ડ રિટાઇર્ડમેન્ટ લેવાની છે. જેમાં 40000 નોકરિયાતોએ ફોર્મ ભરવા છતાં અમેરિકન કોર્ટોએ તેના ઉપર રોક લગાવી અને બંધારણ વિરુદ્ધનું કાર્ય બતાવેલ છે. દુનિયાભરમાં યુએસ ફંડેડ રિસર્ચ ઉપર રોક લાગવાના નિર્ણયના કારણે વિશ્વભરમાં ચાલતા અમેરિકન રિસર્ચ અભ્યાનો જેમા મનુષ્યો ઉપર દવાના નવા રિસર્ચ કરીને તેઓને દવાના ઇન્જેકશનો અને દવાના ડોઝ આપીને નવી દવાના રિસર્ચ કરવામાં આવે છે તે રિસર્ચ પડતી મૂકવાના નિર્ણયના કારણે દુનિયાભરમાં હજારો નાગરિકો કે જેના ઉપર અખતરાઓ કરવામાં આવ્યા છે. તેના શરીરમાં આ દવાઓ અને ઇન્જેકશનો લગાવવામાં આવ્યા છે તેને અધવચ્ચે છોડીને મોટું માનવતા વિરુદ્ધ કાર્ય કરેલ છે. આ લોકોનો બિચાળાઓનો શું વાક?
અને આપણામાં કહેવત છે ને કે નબળો ધણી બાયડી પર શૂરો તેમ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પ્રોપર વિઝા ડોકયુમેન્ટસ વગર અમેરિકામાં મેક્સિકો અને અન્ય રૂટથી ઘૂસતા પકડાઇ ગયેલા અવૈધ લોકોને અમેરિકાથી હાથકડી અને પગમાં જંજીર બાંધીને ડિર્પોટ કરવામાં આવી રહ્યાં છે. જેમાં ભારતમાં હાલમાં આવેલા 104 ભારતીયોનો સમાવેશ થાય છે તેના ઉપર પણ મિશ્ર પ્રત્યાઘાતો આવેલા છે. કારણકે એક વર્ગનું માનવું છે કે કોઇપણ દેશમાં અવૈધ રીતે ઘૂસતા લોકો કયારેય દયાને પાત્ર ના હોય શકે. જેમ કે ભારતમાં બાંગ્લાદેશી ઘુસણખોરીની સમસ્યા અને તેથી જો તેઓને હાથકડી અને પગમાં સાંકળ બાંધીને પ્લેનમાં લાવવામાં ન આવે તો તેઓ બધા ભેગા મળીને પ્લેનમાં ક્રુ અને પાઇલટો ઉપર હુમલો કરવાનો ડર સતાવ્યા કરે તેથી આ રીતે લાવવામાં આવેલા હતા. અને કેટલાકનું કહેવું છે કે લાખો રૂપિયા ખર્ચીને અમેરિકામાં ઘૂસી રહેલા લોકો સામે અમાન્ય વહેવાર કરવામાં આવેલ છે અને તેઓ આર્થિક રીતે બરબાદ થઇને તેઓના દેશમાં પાછા ફરી રહ્યાં છે. ટ્રમ્પનો ડોળો ગ્રીનલેન્ડના ટેઇકઓવર ઉપર તેની 2019ની પહેલી ટર્મથી જ હતો પણ તે સ્વપ્ન પૂરું નહીં થતા ફરીથી તે ચળવળ શરૂ કરી દીધેલ છે અને કહે છે કે ડેન્માર્કના આ સેટેલાઇટ ક્ધટ્રીને હાંસિલ કરવામાં તે મિલિટરી કે આર્થિક તાકાતનો ઉપયોગ કરી શકે છે. દુનિયાના સૌથી મોટો દ્વીપ ગ્રીનલેન્ડમાં રહેતા 57,000 લોકો માટે અત્યારે અસ્તિત્વની સમસ્યા સર્જી દીધી છે. જોકે અત્યારે તો ગ્રીનલેન્ડસ કહે છે કે ગ્રીનલેન્ડ ઇઝ નોટ ફોર સેલ પણ અંદરખાનેથી લોકો ડેન્માર્કના તાબામાં રહેવા કરતા અમેરિકાના શરણે જવાનું વધારે પસંદ કરતા દેખાઇ રહ્યાં છે.
Also read : દુબઈને હરણફાળ ભરાવીવડા પ્રધાન શેખ
ટ્રમ્પના ગ્રીનલેન્ડને ટેઇકઓવર કરવાના ઇરાદા પાછળ ઘણા કારણો છુપાયેલા છે જેમાં પ્રમુખ કારણો છે કે ગ્રીનલેન્ડમાં બરફના થરો પીગળી રહ્યાં છે અને કેટલીય જગ્યાએ તો બરફ પીગળી પણ ગયો છે જેના કારણે ગ્રીનલેન્ડના પેટાળમાં રહેલા મિનરલ્સ જેવા કે કોપર, લિથિયમ, નીકલ અને કોબાલ્ટ જેવા મિનરલ્સ ખાણોમાંથી બહાર કાઢી શકાય તેમ છે. આ બધા મિનરલ્સ આવતી કાલની દુનિયા માટે વીન્ડ ટર્બાઇન્ડ, ટ્રાન્સમિશન લાઇન્સ, ઇલેકિટ્રીક્લ વ્હિકલની બેટરી માટે જરૂરી રો મટિરિયલ્સ છે અને 2023માં ડેન્માર્ક સરકારે બહાર પાડેલ રિસર્ચ રિપોર્ટમાં આનો ઉલ્લેખ પણ કરવામાં આવેલ છે. આના કારણે ટ્રમ્પની દીલચસ્પી વધી ગયેલ છે. બીજુ કે અમેરિકાથી યુરોપ જવા માટે ગ્રીનલેન્ડ એક શોટેસ્ટ રૂટ છે અને અમેરિકાની સ્પેસ ફેસિલિટીનો મોટો હિસ્સો ગ્રીનલેન્ડમાં સ્થિત છે. ઓટોનોમી હોવા છતાં પણ ગ્રીનલેન્ડ એ ડેન્માર્કના તાબાનો એક ભાગ છે. તેથી ડેન્માર્ક તો ના લઇ શકાય પણ ગ્રીનલેન્ડ જરૂર હાંસિલ કરી શકાય તેની હિલચાલ અમેરિકન પ્રશાસન કરી રહ્યું છે.
પીગળતા બરફના થરોના કારણે વેસ્ટર્ન યુરોપથી ઇસ્ટ એશિયામાં જવા માટેના દરિયાઇ રૂટમાં સુએઝ કેનાલના રૂટને બદલે ડાયરેક જવામાં દરિયાઇ રસ્તામાં 40 ટકાનો ઘટાડો થઇ શકે છે. જેનાથી ભવિષ્યમાં અબજો ડૉલર્સની ઇંધણમાં, ફ્રેઇટમાં અને સમયમાં બચત થઇ શકે છે. અને પાછલા દશકોમાં આ ઑકટીક શિપ ટ્રાફિકમાં 37 ટકાનો વધારો થઇ ચુકયો છે.
ટ્રમ્પની વિચિત્ર માંગ છે કે ફ્રીડમ માટે ગ્રીનલેન્ડ ઉપર અમેરિકાનો અધિકાર ગ્રીનલેન્ડ અને અમેરિકાની સલામતી માટે જરૂરી છે અને અમેરિકા ગ્રીનલેન્ડસને ફ્રીડમ પ્રદાન કરી શકે છે. ગ્રીનલેન્ડ ટેઇકઓવર એ માઇટ ઇઝ રાઇટનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે.
Also read : વઢવાણના આ વેપારીએ દુબઈમાં ખોલી છે સોનાની સુપરમાર્કેટ
વિશ્વમાં અમેરિકન ડૉલર્સનુ એકચક્રી શાસન, બ્રીકસ દેશોને અમેરિકન ડૉલર્સ સામે બ્રીકસની નવી કરન્સી નહીં લાવવાની ધમકીઓ અને વર્લ્ડ નંબર વન સુપર મિલિટરી અને ફાઇનાન્શિયલ પાવર અને યુક્રેન વોર પછી પાછળ પડી ગયેલા રશિયાના કારણે અમેરિકન પ્રેશર રેઝિસ્ટ કરવું ઇમર્જિંગ ઇકોનોમી માટે ખરેખર મુશ્કેલ છે પણ આનો જવાબ પણ અમેરિકન જ આપશે. કારણકે મેઇડ ઇન અમેરિકા અને અમેરિકા ફર્સ્ટ સાથે ઇલીગલ ઇમ્રિગ્રન્ટની હકાલ પટી અમેરિકન ઇન્ડસ્ટ્રી સહન કરી શકે તેમ નથી કારણકે મોટા ભાગના બ્લુ કોર્લ્સ વૅકસ આજ ઇલીગલ ઇમિગન્ટ જ છે અને અમેરિકન લેબર કોસ્ટલી હોવાના કારણે અમેરિકન ઇન્ડસ્ટ્રિઆલિસ્ટ મેઇડ ઇન અમેરિકા પ્રોડક્ટ દુનિયાની એકસપોર્ટ માર્કેટમાં કોમ્પિટિટીવ રેટથી વેંચી નહીં શકે અને તેથી તેઓએ વિદેશમાં ગુડઝ અને સર્વિસીઝ માટે એકમો સ્થાપવા સિવાય કોઇ વિકલ્પ નહીં રહે. આ મલ્ટિપલ મોરચે એટેક કરી રહેલ ટ્રમ્પ સરકાર ભવિષ્યમાં કેટલી સફળ રહેશે તેની દુનિયા રાહ જોઇ રહી છે કારણકે ‘ફીલિંગ ઓફ સુપિરિયોરિટી ઓલવેઝ સ્ટેમ ફ્રોમ એન ઇલ્યુઝન.’