ઉત્સવ

બેરોજગારી ભારતની વિકરાળ સમસ્યા

સમસ્યા -નરેન્દ્ર કુમાર

ભારત દેશમાં બેરોજગારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સરકાર પણ નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૨૨-૨૩માં પંદર વર્ષ અને તેથી વધુ વયના ભારતીયોમાં ૧૩.૪ ટકા બેરોજગારી હતી, જે અગાઉના વર્ષમાં લગભગ ૧૫ ટકા હતી. જો આપણે દેશમાં કુલ ગ્રેજ્યુએટ બેરોજગારોની વાત કરીએ તો વર્ષ ૨૦૨૨-૨૩માં તેમની સંખ્યા ૪૨.૩ ટકા હતી. દેશના રાજકારણીઓ માત્ર સરકારની ટીકા કરવામાં જ રચ્યાપચ્યા રહેતા હોય છે, પણ તેનો ઉકેલ લાવવાની કોઇ કોશિશ નથી કરતું. હવે એક વિરોધાભાસ જોઈએ. એક તરફ દેશમાં મોટી સંખ્યામાં બેરોજગારી છે તો બીજી તરફ માનવ સંસાધન વિકાસ ક્ધસલ્ટન્સી ફર્મ ટીમલીઝ સર્વિસના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૨-૨૩માં દેશમાં ૧૫ કરોડ કુશળ કામદારોની અછત ખૂબ જ ચિંતા ઉપજાવનારી હતી. હાલમાં દેશમાં કામ કરનારાઓની સંખ્યા પંચાવન કરોડથી વધુની છે, પણ તેમાંથી ૧૫ કરોડ કુશળ કામદારોની ભારે અછત છે, આથી અંદાજ લગાવી શકાય છે કે ભારત દેશમાં યોગ્ય અને અયોગ્ય કામદારો વચ્ચે કેટલો મોટો વિરોધાભાસ છે.

તાજેતરમાં એજ્યુકેશન ટેક્નોલોજી કંપની સ્કિલસોફ્ટેન આઇટી કાર્યક્ષમતા અને પગાર સર્વે-૨૦૨૩નાં તારણો બહાર પાડતાં કહ્યું છે કે દેશનું આઇટી ક્ષેત્ર તેની યોજનાઓ અને મહત્ત્વાકાંક્ષાઓને અનુરૂપ પ્રતિભા શોધવામાં ખૂબ મોટો સંકટનો સામનો કરી રહ્યું છે. નોંધનીય છે કે આ સંકટ સામાન્ય કામદારો સાથે સંબંધિત નથી, પરંતુ દેશની પ્રતિષ્ઠિત આઇઆઇટી અને અન્ય ટેકનિકલ સંસ્થાઓમાંથી પ્રતિભાની શોધ સાથે સંબંધિત છે. થોડા મહિના પહેલાં ઈન્ફોસિસના ભૂતપૂર્વ ચીફ એન. નારાયણ મૂર્તિએ પણ આ જ કહ્યું હતું કે દેશની આઈઆઈટીમાં માત્ર ૧૫ ટકા લાયક ઉમેદવારો જોવા મળે છે. બીજી બાજુ થોડાં વર્ષો પહેલાં માનવ સંસાધન વિકાસપ્રધાન જયરામ રમેશની માન્યતાને રદિયો આપતાં તેમણે કહ્યું હતું કે દેશની ટેકનોલોજિકલ સંસ્થાઓમાં પણ માત્ર ૨૦ ટકા કુશળ ઉમેદવારો જ તૈયાર થાય છે.

આ સમસ્યા ભૂતકાળમાં માત્ર ચિંતાઓ પૂરતી જ સીમિત રહી નથી, પરંતુ વર્તમાનમાં તે ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે, કારણ કે આગામી દાયકામાં વિશ્ર્વમાં જે ઔદ્યોગિક ચિત્ર સર્જાશે એમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ૬૦થી ૮૦ ટકા ભૂમિકા ભજવશે અને અહીં આ જ ચિંતા ઊપજાવે એવી છે. કારણ કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) એ ટેક્નોલોજીનું અદ્ભુત વિસ્તરણ હોઈ શકે છે, પરંતુ જ્યાં સુધી તેને ચલાવવા માટે કોઈ લાયક માનવી ન હોય ત્યાં સુધી તે પોતે કંઈ નથી. લાયકાત ધરાવતા માનવબળની ગેરહાજરીમાં એઆઇ એ એક સિદ્ધિ નથી પણ એક બોજ છે અને વિશ્ર્વભરના ટેક્નોલોજિસ્ટ ભારતના અંદાજિત વિકાસદરમાં જે સૌથી મોટી ખામી જુએ છે તે એ છે કે દેશમાં અકુશળ બેરોજગારોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. રોજગાર મેળવવા માટે કુશળ કામદારોની અછત છે.

રાજકારણીઓ તેમની સિદ્ધિઓ અને અપેક્ષાઓની ગણતરી કરતી વખતે ભલે આ અભાવ જોઈ શકતા નથી, પરંતુ વ્યાવસાયિકો આને વધુ સારી રીતે જાણે છે. રિકલ સોફ્ટ કંપનીએ દેશના ૫,૭૦૦ વ્યાવસાયિકોનો વિગતવાર સર્વે કર્યો છે અને આ સર્વેમાંથી તેમના મંતવ્યો બહાર આવ્યા છે. એટલે કે ૮૨ ટકાથી વધુ વ્યાવસાયિકો મહત્ત્વપૂર્ણ તાલીમથી વંચિત છે. જ્યારે એઆઇ ટેક્નોલોજીનો ઉપયોગ આપણા માટે ત્યારે જ શક્ય છે જ્યારે તેને નિયંત્રિત કરવા માટે આપણી પાસે લાયકાત ધરાવતા કામદારો હોય. કદાચ આનું સૌથી મોટું કારણ કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે જરૂરી રોકાણનો અભાવ છે. આમાં માત્ર સરકારની ભૂમિકા નથી, દેશની અગ્રણી ટેક્નિકલ સંસ્થાઓ જ નહીં, પરંતુ મોટા બજેટની કંપનીઓ પણ કામદારોની કુશળ તાલીમમાં રોકાણ કરતી નથી. સૌથી મોટી સમસ્યા ભ્રષ્ટાચારની છે. વર્ષ ૨૦૧૪થી ભારત સરકાર દ્વારા કૌશલ્ય પ્રશિક્ષણ પર ભાર મૂકવાના કારણે નાનાં શહેરોથી લઇને મોટા શહેરોના દરેક ખૂણેખાંચરે આવી સરકારી સહાયતા પ્રાપ્ત કરેલા ટેક્નિકલ તાલીમ આપતી સંસ્થાઓ ખોલવામાં આવી છે, જે નજીવી ફી લઇને કે પછી અન્ય માર્ગોથી માત્ર કુશળ હોવાના સર્ટિફિકેટ આપવાનું કામ કરે છે.

૧૦ વર્ષમાં તાલીમ પામેલા યુવાનોની વાત કરીએ તો માત્ર કાગળ પર તેમની સંખ્યા ૧૦ કરોડથી વધુ છે અને ઘણી જગ્યાએ તે ૧૮થી ૨૧ કરોડ હોવાનું કહેવાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કહેવાતા પ્રશિક્ષિત કામદારોની તાલીમની વાસ્તવિક કસોટી લેવામાં આવે તો તેમાં એક ટકા પણ પાસ થશે નહીં. આશ્ર્ચર્યની વાત એ છે કે ભારત વિશ્ર્વની સૌથી મોટી ક્ધઝયુમર માર્કેટ છે, પરંતુ આજે પણ ૯૦ ટકાથી વધુ ક્ધઝુયમર સેવાઓ લોકો દ્વારા કોઈપણ વ્યવસ્થિત તાલીમ વિના પ્રદાન કરવામાં આવી રહી છે. દેશમાં ૮૫ ટકાથી વધુ પ્લંબર અને ૮૫થી ૯૦ ટકા ઇલેક્ટ્રિશિયનોએ વ્યવસ્થિત રીતે પોતપોતાનાં ક્ષેત્રોમાં ટેકનિકલ તાલીમ મેળવી ન હતી, તેના બદલે તેઓએ કોઈ પણ જાણકારી વગર થોડા દિવસ હેલ્પર તરીકે કામ કરીને પોતાને કુશળ કારીગરો જાહેર કર્યા છે.

ભારતને વિકસિત દેશ બનવામાં સૌથી મોટી અડચણ કૌશલ્યનો અભાવ છે. તે કારણ વિના નથી કે કોસ્ટ કટિંગના સંદર્ભમાં ચીન સમગ્ર વિશ્ર્વ માટે એક ચમત્કારિક રહસ્ય છે. હકીકતમાં આ કોયડાનું રહસ્ય તેના કુશળ કામદારોની વિપુલતા છે. પ્રશિક્ષિત ચીની કામદારો ભારતીય કામદારોની સરખામણીમાં ૨૦૦ ટકાથી વધુ સારું પ્રદર્શન આપે છે. કારણ કે એ લોકો પ્રશિક્ષિત છે. એક ભારતીય ખેડૂત એક પ્રશિક્ષિત ચીની ખેડૂત એક દિવસમાં એક ટ્રેક્ટર વડે ખેતી કરે છે, તે જ ટ્રેક્ટરથી તેનાથી અડધી જમીન પણ ખેડી શકતો નથી. દરેક બાબતમાં ભારતીય કામદારોની વિશ્ર્વના સૌથી ખરાબ કામદારોમાં ગણના થાય છે, કારણ કે ભારતમાં કુલ કામદારોમાંથી માત્ર ચાર ટકાએ જ ઔપચારિક અને અસરકારક તાલીમ પ્રાપ્ત કરી છે. તેથી જ ભારત વિશ્ર્વમાં સૌથી વધુ કાર્યબળ ધરાવતું હોવા છતાં ઉત્પાદનની દૃષ્ટિએ દુનિયામાં પાછળ રહેલા દેશોમાંનો એક છે.

વર્ષ ૨૦૨૧માં ભારતમાં ૩૪ ટકા વસતિ ૧૯ વર્ષથી ઓછી વયની હતી અને ૫૬ ટકા ૨૦થી ૫૦ વર્ષની વચ્ચેની હતી. તે સ્પષ્ટ છે કે ભારતમાં લગભગ ૭૫ કરોડ મેનપાવર છે અને નજીકના ભવિષ્યમાં આ સંખ્યામાં કોઈ ઘટાડો નહીં થાય. જોકે વસતિવિષયક ફેરફાર થશે, તે ૨૦૪૦-૪૧ પછી થશે. આનો મતલબ એ છે કે આગામી ૧૭-૧૮ વર્ષ માટે ભારત પાસે એવી તક છે કે આપણે વિશ્ર્વ માટે ઉત્પાદન હબ બની શકીએ અને જે સંપત્તિ અમેરિકાએ ૫૦ વર્ષમાં મેળવી, ચીને ૩૦ વર્ષમાં ઔદ્યોગિક ઉત્પાદન દ્વારા હસ્તગત કરી તે ભારત ઓછા હાંસલ કરી શકે છે. જો આપણી પાસે ૬૦-૭૦ ટકા કુશળ માનવબળ પણ હોય તો આ માત્ર ૧૫થી ૧૮ વર્ષમાં શકય છે, પણ વાસ્તવિકતા એ છે કે ભારતમાં માત્ર ચાર ટકાથી ઓછા કુશળ કામદારો છે, જ્યારે અર્ધ-કુશળ કામદારોની કુલ સંખ્યા ૧૫થી ૨૦ ટકા જ છે. આ જ કારણ છે કે ભારતમાં પુષ્કળ કામ હોવા છતાં ન તો ઉત્પાદન વધારે છે અને ન તો ગુણવત્તાનું ઉત્પાદન થાય છે. દેશ કોર્પોરેટ સેક્ટર બને અને સરકાર આ વાત જેટલી જલદી સમજે તેટલું સારું રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress