ઉત્સવ

આજે આટલું જ: સરિતાનું સતત, અવિરત વહેવું

  • શોભિત દેસાઈ

એક તો અમિતાભ બચ્ચન દ્વારા કેબીસીમાં ૨૦૦ નોટ આઉટના નામે કયું સમાચારપત્ર ઓળખાય છે એ સવાલ, જવાબ ‘મુંબઈ સમાચાર’, એ મુંબઈ સમાચાર દ્વારા ચાર મહાનુભાવોનું સલક્ષ્મીયોગ સન્માન અને મુકેશ પટેલ ઑડિટોરિયમનું પ્રેક્ષકોથી છલકાઈ જવું. એમાં ચમત્કાર એ થયો સરિતા જોશી અને અન્ય કલાકારોનાં અભિવાદન ઉત્સવની ઉજવણી વેળાએ કે સરિતા જોશી નામના જાદુગરની જોગણીએ વય વટાવી એવી રજૂઆત કરી, ખાવિંદ મહાનતમ પ્રવીણ જોશીને ગોપિત છતાં ખુલ્લાછમ્મ એવા સુંદર યાદ કર્યા, ગુજરાતી ભાષા ઘરમાં સંતાનો સાથે રોજ અડધો કલાક બોલવાની એવી કમનીય ભલામણ કરી, ૮૦ પ્લસની ઉમ્મરનાં છોતરાં ફાડીને અંગ-હોઠ અને આરોહ-અવરોહના મરોડ દ્વારા નટરાજને એવા સાક્ષાત રજૂ કર્યા અને આ સમગ્ર દરમ્યાન છલકાતી આંતરિક પ્રસન્નતાને એમ કાબૂમાં રાખી કે જાણે ડેવિડ કોપરફિલ્ડનો કોઈક શો ન જોતાં હોઈએ આપણે લાસ વેગાસમાં!!!

અને ક્યાં ક્યાંથી એમની જીવનસફરે વળાંક લીધા છે! સરિતા, પછી સરિતા ખટાઉ, પછી સરિતા જોશી, પછી પાછાં સરિતાબેન, વચ્ચે ખટાઉ અને જોશી દરમ્યાન સરિતા માવડી તો ખરાં જ અને અત્યારનાં સરિતા જોશીની અદ્ભુત સ્ક્રીન પ્રેઝન્સ અને એક પણ જગ્યાએ એમની કોશિશમાં એક ટકાની ઊણપ પકડી આપો તો મારે આવતી ક્ષણથી ગઝલ કાયમની હરામ.

આ પણ વાંચો: આજે આટલું જ: કોઈ તો જાગે કોઈ તો જાગે…

વાત સાચી ન માનતા હો તો જોઈ આવજો બારહવી પાસ. દાદી સરિતા જોશી ગયા બાદ થોડું ઘણું ઠીકઠાક મુવી લગભગ એક્સપેક્ટેડ અથવા ડલ અથવા ટાઢુંબોળ બની જાય છે.

આ પણ વાંચો: આજે આટલું જ : રમેશ પારેખ ૨૭મી નવેમ્બર ૧૯૪૦થી સદાકાળ…

કુમારની અગાશી, સપનાના વાવેતર, સંતુ રંગીલી, સખા સહિયારા, દો દીવાને શહર મેં, થેન્ક યુ કોકિલા, એકબીજાને ગમતાં રહીએ અને બીજાં કેટલાંય આટાપાટાભર્યાં આભનાં અજવાળાં આ અભિનવ અભિનેત્રીને લીધે ગુજરાતીઓને આત્મસાત થયાં !!!

આ પણ વાંચો: આજે આટલું જ : અભિનંદન મુબારકબાદી શુભેચ્છા…

પાછું આટલા વળાંકો અને પુલ અને વનવગડેથી ગુજરાતી ટ્રેનની સફર સાવ સીધી લાગે એવું અભિનય સામર્થ્ય! સાવ વિશેષણબાજ ન બની જઉંનું ભાન રાખીને સરિતાબેનને પૂરતું માન-સન્માન ધરવાનું ધ્યાન મારે રાખવાનું છે, માટે આજે છેલ્લે સરિતા પ્રવીણ જોશી તરફથી સાત કરોડ ગુજરાતીઓને આ ટહેલ…

આ પણ વાંચો: આજે આટલું જ: જાણતું નથી કોઈ એવી સમજમાં, સો ઉંદરો મારી બિલ્લી હજમાં…

नदी बोली समन्दर से, मैं तेरे पास आई हूँ।
मुझे भी गा मेरे शायर, मैं तेरी ही रुबाई हूँ ।।

मुझे ऊंचाइयों का वह अकेलापन नहीं भाया;
लहर होते हुये भी तो मेरा आँचल न लहराया;
मुझे बाँधे रही ठंडे बरफ की रेशमी काया ।
बडी मुश्किल से बन निर्झर, उतर आई मैं धरती पर,
छुपा कर रख मुझे सागर, पसीने की कमाई हूँ ।।

मुझे पत्थर कभी इन घाटियों के प्यार ने रोका;
कभी कलियों कभी फूलों भरे त्यौहार ने रोका;
मुझे कर्तव्य से ज्यादा किसी अधिकार ने रोका ।
मगर मैं रुक नहीं पाई, मैं तेरे घर चली आई;
मैं घडकन हूँ मैं अँगडाई, तेरे दिल में समाई हूँ ||

पहन कर चाँद की नथनी, सितारों से भरा आँचल;
नये जल की नई बूँदे, नये घुँघरू नई पायल;
नया झूमर नई टिकुली, नई बिंदिया नया काजल ।
पहन आई मैं हर गहना कि तेरे साथ ही रहना;
लहर की चूडियाँ पहना, मैं पानी की कलाई हूँ ।

-डो. कुंवर बेचैन

આજે આટલું જ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button