UCC: કે. એમ. મુનશી તેમજ અન્ય બે ગુજરાતીઓ
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ
UCC નો મૂળ અર્થ એ નથી કે, ભારતમાં રહેતા તમામ સમુદાયોએ સરખા ઉત્સવો ઉજવવા પડશે, સરખી પ્રાર્થના પદ્ધતિ અપનાવવી પડશે, સરખી સંસ્કૃતિ, ભાષા કે જીવનશૈલી અપનાવવી પડશે. આ કોડની મૂળભૂત માન્યતા એ છે કે, ભારતના વિવિધ સમુદાયોમાં અમુક પરંપરાઓ જે લિંગ અસમાનતાને કાયમી બનાવી દીધી છે તેને બદલવાની જરૂર છે. ધર્મના આધારે કેટલીક પરંપરાઓ જાળવી રાખવામાં આવી, પરંતુ વાસ્તવમાં તે પરંપરા અયોગ્ય છે અને દેશમાં સમાનતાના ધ્યેયને પ્રાપ્ત કરવામાં અવરોધરૂપ છે.
ઈ.સ. ૧૯૬૭ જનસંઘ અને ઈ.સ. ૧૯૮૦માં ભાજપના ઘોષણાપત્રમાં પણ UCC કેન્દ્રમાં હતો. ભાજપની રાજનીતિમાં ત્રણ મુખ્ય મુદ્દાઓ – કલમ ૩૭૦ની નાબૂદ, રામ મંદિરનું નિર્માણ અને અમલીકરણ. એક સમાન નાગરિક સંહિતા. ભાજપ કલમ ૩૭૦ અને રામમંદિરનું નિર્માણના બે વચન પૂર્ણ કરી ત્રીજા વચનની પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે.
UCC નો ઈતિહાસ: ઈ.સ. ૧૭૮૦ના રેગ્યુલેટિંગ એક્ટ દ્વારા હિંદુ-મુસ્લિમ પર અંગ્રેજી કાયદો લાગુ કરવાની પ્રેક્ટિસ બંધ કરવામાં આવી. ભારતમાં અંગ્રેજો દ્વારા સમગ્ર દેશ માટે ફોજદારી સંહિતા બનાવી હતી. લોર્ડ મેકોલેએ ૧૮૩૦માં IPC નો અમલ કર્યો હતો. ઈ.સ. ૧૮૩૩ના એક્ટ દ્વારા ‘લો કમિશન’ બનાવવામાં આવ્યું. ઓક્ટોબર,૧૮૪૦માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક રિપોર્ટમાં તમામ ભારતીયો માટે એક સમાન કાયદો બનાવવાની વાત થઈ, પરંતુ અલગ-અલગ ધર્મના ‘પર્સનલ લો’ને તેનાથી બહાર રાખવામાં આવ્યા. ધર્મો અને સંપ્રદાયોના અંગત કાયદાઓ બદલાયા ન હતા. તેના બદલે તેઓને કાયદેસરતા આપવામાં આવી હતી. તે સમયે પ્રથમ વખતUCC ની ચર્ચા થઇ પરંતુ લાગુ થયું નહિ.
ધર્મના ‘પર્સનલ લો’ને UCC માંથી બહાર રાખવાનું કારણ ધાર્મિક કાયદાની કોમ્લેક્સ સિસ્ટમની જટિલતાને સમજવું કઠિન હતું એટલે તેના બદલે તેઓ વ્યાપાર અને નફા પર વિશેષ ધ્યાન આપવા માગતા હતા. ધીમે ધીમે રાજકીય સત્તા પ્રાપ્ત થતા ૧૮૭૩માં ક્રિશ્ર્ચિયન મેરેજ એક્ટ, ૧૯૩૬માં પારસી મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ, ૧૯૩૭માં મુસ્લિમ પર્સનલ લો અસ્તિત્વમાં આવ્યો. ૧૯૪૧માં સ્થપાયેલી હિંદુ લો કમિટીએ ૧૯૪૪માં હિંદુ કોડનો મુસદ્દો તૈયાર કર્યો હતો. પરંતુ આઝાદી પછી એક સમાન નાગરિક સંહિતા (UCC) બનાવવા માટે બંધારણ સભામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બંધારણના ભાગ-૪માં રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો કલમ ૩૬ થી ૫૧ સુધી આપવામાં આવ્યા છે. આ નિર્દેશાત્મક સિદ્ધાંતોમાં કલમ ૪૪ UCC વિશે વાત કરે છે. આ મુજબ દેશના તમામ નાગરિકો માટે સમાન નાગરિક કાયદો ગોઠવવો જોઈએ. બંધારણના ઘડવૈયાઓએ બંધારણની કલમ ૪૪માં ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન કાયદાની જોગવાઈ લાગુ કરવાની વાત કરી છે.
UCC ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ હોવાનું કહેવાય છે. મૂળભૂત અધિકારો અને નીતિ નિર્દેશક સિદ્ધાંતો આદર્શ પરિસ્થિતિમાં એકબીજાના પૂરક હોવાનું કહેવાય છે, પરંતુ ઘણી વખત તેમની વચ્ચે તકરાર અને વિવાદની સ્થિતિ સર્જાઈ છે. વાસ્તવમાં આ એક સિક્કાની બે બાજુઓ છે. તેમની વચ્ચે સંતુલન જાળવવાનું કામ સરકારોનું છે. એક તરફ વધુ ધ્યાન આપવાથી બીજી બાજુ સંતુલન બગડે છે અને કેસ કોર્ટમાં પહોંચે છે. જેમાં નીતિના નિર્દેશક સિદ્ધાંતો વિરુદ્ધ મૂળભૂત અધિકારો માટે કેટલાક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ છે. ઉદાહરણ રૂપે ૧. ચંપકમ દોરાયરાજન વિ. મદ્રાસ રાજ્ય (૧૯૫૧)ના કેસમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે મૂળભૂત અધિકારો અને નિર્દેશક સિદ્ધાંતો વચ્ચેના કોઈપણ સંઘર્ષના કિસ્સામાં મૂળભૂત અધિકારો નીતિ નિર્દેશક સિદ્ધાંતો પર પ્રબળ રહેશે. ૨. ગોલકનાથ વિ. પંજાબ રાજ્ય (૧૯૬૭) કેસ, ૩. કેશવાનંદ ભારતી વિ. કેરળ રાજ્ય (૧૯૭૩) કેસ, ૪. મિનર્વા મિલ્સ વિ. યુનિયન ઓફ ઈન્ડિયા (૧૯૮૦)ના કેસમાં પણ સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતીના ચુકાદાને પુનરોચ્ચાર કર્યો હતો કે સંસદ બંધારણના કોઈપણ ભાગમાં સુધારો કરી શકે છે, પરંતુ તે બંધારણના “મૂળભૂત માળખાને બદલી શકતી નથી. આ નિર્ણયોના આધારે એમ કહી શકાય કે સંસદ નાગરિકોના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે, પરંતુ આ સુધારાથી બંધારણના મૂળભૂત માળખા કે મૂળભૂત માળખાને અસર થવી જોઈએ નહીં.
બંધારણ સભામાં આ મુદ્દો ક્યારે ઊભો થયો? ૨૩ નવેમ્બર, ૧૯૪૮ના રોજ પ્રથમ વખત બંધારણ UCC નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. બોમ્બે (હવે મુંબઈ)ના બંધારણ સભાના સભ્ય મીનુ મસાણી દ્વારા તેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કલમ ૩૫માં UCC વિશે વાત કરવામાં આવી અને આ મુદ્દે બંધારણ સભામાં જોરદાર ચર્ચા થઈ હતી.
UCC અને અને હંસા મહેતા: યુનિફોર્મ સિવિલ કોડને સૌપ્રથમ મહિલા સભ્યોનું સમર્થન મળ્યું. બંધારણ સભામાં ૧૫ મહિલા સભ્યો હતી. જેમાં હંસા મહેતાનો (વડોદરા,ગુજરાત) સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે કમિટીના સભ્ય તરીકે UCC માટે લોબિંગ કર્યું. બીજા કે. એમ. મુનશી અને ત્રીજા માનનીય
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઞઈઈ સમગ્ર દેશમાં લાગુ કરવાની તરફેણમાં છે. તેમના સિવાય રાજકુમારી અમૃતકૌર, ડો. ભીમરાવ આંબેડકર, મીનુ મસાણી, અલ્લાદી કૃષ્ણસ્વામી ઐય્યરે UCCના અમલને જોરશોરથી સમર્થન આપ્યું હતું અને તેની તરફેણમાં જોરદાર દલીલો કરી હતી.
હંસા મહેતા, રાજકુમારી અમૃત કૌર અને મીનુ મસાણી ઞઈઈ ને મૂળભૂત અધિકારોની શ્રેણીમાં રાખવાના પક્ષમાં હતા. ત્રણેયએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે UCCઈ એ ભારતને રાષ્ટ્રત્વ તરફ આગળ વધતા અટકાવ્યું. સંપ્રદાય આધારિત વ્યક્તિગત કાયદાઓએ રાષ્ટ્રને વિવિધ રંગો અથવા સ્વરૂપોમાં વહેંચી દીધું છે. અમારું માનવું છે કે, બંધારણના અમલના ૫-૧૦ વર્ષના સમયગાળામાં ભારતના લોકોને ઞઈઈ ની ગેરેંટી આપવી જોઈએ.
UCC અને અને કે. એમ. મુનશી : બંધારણ સભાની ચર્ચામાં કે. એમ. મુનશીએ દલીલ કરી હતી. દેશની એકતા જાળવવા અને બંધારણના બિનસાંપ્રદાયિક પાત્રને જાળવવા માટે ઞઈઈ જરૂરી છે. અત્યાર સુધી ચર્ચા મુસ્લિમોની ભાવનાઓ આધારિત છે પરંતુ હિંદુઓ પણ ઞઈઈ માટે સંવેદનશીલ છે. હું આ બંધારણ સભાના સભ્યોને પૂછું છું કે, હિંદુ સમાજમાં સમાન નાગરિક સંહિતા વિના ખાસ કરીને મહિલાઓના અધિકારોને લગતી બાબતોમાં સુધારો કેવી રીતે શક્ય બનશે.
મુનશીએ મુસ્લિમ સભ્યોને પૂછ્યું “વ્યક્તિગત કાયદાને વારસા, લગ્ન વગેરે સાથે શું લેવાદેવા છે? આ કાયદાથી જેટલા વધુ મુસ્લિમો પ્રભાવિત થશે તેટલુ તે હિંદુઓને પણ અસર કરશે. ઞઈઈ માં જોગવાઈ છે જે ખાસ કરીને તે જાતિ સમાનતા લાવશે.
દલીલમાં મુનશીએ ભારતમાં મુસ્લિમ શાસક અલાઉદ્દીન ખિલજીનું ઉદાહરણ આપી કહ્યું કે, ખિલજીએ પણ શરિયતમાં ઘણા ફેરફારો કર્યા. દિલ્હીના કાઝી-મૌલવીઓએ તેનો ખુલ્લેઆમ શરિયતનું ઉલ્લંઘન કરવા બદલ તેમનાથી ગુસ્સે થયા ત્યારે ખિલજીએ સીધો જવાબ આપ્યો કે, કદાચ હું અજ્ઞાની હોઈ શકુ, પરંતુ મેં દેશના સારા માટે કર્યું છે અને સર્વશક્તિમાન અલ્લાહ મને માફ કરશે.
મુનશીએ કહ્યું આ સંહિતા
લઘુમતીઓને અન્યાય ગણાવવામાં આવી રહી છે. કોઈપણ અદ્યતન મુસ્લિમ દેશમાં લઘુમતી જાતિના અંગત કાયદાઓ એટલા અચૂક માનવામાં આવતા નથી કે સમાન નાગરિક સંહિતા બનાવવા પર પ્રતિબંધ હોય. તુર્કી કે ઇજિપ્તમાં કોઇ લઘુમતીને આવા અધિકારો આપવામાં આવ્યા ન હતા. કેટલાક હિંદુઓ પણ UCC ઇચ્છતા નથી. ઉત્તરાધિકારના અંગત કાયદા વગેરે તેમના ધર્મનો ભાગ છે. આ રીતે તમે મહિલાઓને સમાનતા ન આપી શકો. મુનશીએ મુસ્લિમોને કહ્યું, આખા દેશ માટે એક સમાન કોડ કેમ નથી? મુસ્લિમ મિત્રોએ સમજવું જોઈએ કે, આપણે જેટલી જલ્દી અલગતાવાદની ભાવનાને ભૂલી જઈશું, તેટલું દેશ માટે સારું રહેશે રાષ્ટ્ર એ કેટલાય સ્વતંત્ર સાંપ્રદાયિક જૂથોનો સરવાળો નથી. અલગતાવાદ રાષ્ટ્રીય એકીકરણમાં અવરોધ છે. ત્યારે આખા દેશમાં એક જ દંડાત્મક કાયદો અમલમાં છે.
UCC અને નરેન્દ્ર મોદી: વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહ્યું હતું કે, જો ઘરમાં એક સભ્ય માટે એક કાયદો અને બીજા સભ્ય માટે બીજો કાયદો હોય તો શું ઘર ચાલી શકે? બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે? આપણે યાદ રાખવું જોઈએ કે, ભારતનું બંધારણ પણ નાગરિકોના સમાન અધિકારોની વાત કરે છે. સર્વોચ્ચ અદાલતે પણ ઘણી વખત કોમન સિવિલ કોડ લાગુ કરવા કહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે, ઞઈઈ એ દેશ હિતમાં છે. સુપ્રીમ કોર્ટ વારંવાર કહે છે કે, કોમન સિવિલ કોડ લાવો પરંતુ વિપક્ષ સુપ્રીમ કોર્ટનું પણ માનવા તૈયાર નથી.
બંધારણ સભાની ચર્ચાની શરૂઆતથી તેના અમલ કરાવવાના પ્રયત્નમાં એક કે.એમ. મુનશી અને બીજા બે ગુજરાતીઓના કેન્દ્રમાં UCC રહ્યું છે.
કાયદો રાષ્ટ્રીય જરૂરિયાતમાંથી જન્મે છે. અલબત્ત પરંપરા અને રિવાજોને પણ રાષ્ટ્રીય ઉપયોગિતા પ્રમાણે ધ્યાનમાં લેવાના હોય છે, પરંતુ સંસ્કૃતિ રાષ્ટ્રની ઘોતક છે. તેથી ભારત જેવા વિશાળ દેશમાં વિવિધતા છતાં સાંસ્કૃતિક એકતા છે. તેથી એક સમાન પદ્ધતિ જરૂરી છે. રાષ્ટ્રીય એકીકરણ માટે સમાન કાયદો જરૂરી છે. વિવિધતા એ ભારતનો સ્વભાવ છે અને એકતા એ ભારતીય જન ગણ મનની આકાંક્ષા છે. અલબત્ત વિવિધતામાં એકતા એ રાષ્ટ્રની પ્રકૃતિ છે.