ઉત્સવ

સ્ટ્રગલરના પ્રકાર

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ

(ભાગ બીજો)
ફિલ્મોમાં પ્રવેશ મેળવવા માટે જે પોતાના ઘર-ગામ છોડીને મુંબઈમાં આવે છે અને મુંબઈ આવીને જે ભૂખ્યો-તરસ્યો રહીને નિર્માતાઓની ઓફિસના ચક્કર લગાવતો હોય છે તેને સ્ટ્રગલર કહેવામાં આવે છે. આ સ્ટ્રગલર ઘણા પ્રકારના હોય છે. જેન્યુઈન સ્ટ્રગલર, ગેરસમજનો ભોગ બનેલા સ્ટ્રગલર, ગરીબ સ્ટ્રગલર, શ્રીમંત સ્ટ્રગલર, ઘરેથી ભાગીને આવેલો સ્ટ્રગલર, ઘરેથી પરવાનગી લઈને આવેલો સ્ટ્રગલર વગેરે વગેરે.
જ્યારે દેશ આઝાદ થઈ ગયો ત્યારે આપણા યુવાનો સામે કોઈ મહાન ઉદ્દેશ બચ્યો નહોતો એટલે તેમાંથી મોટા ભાગના યુવાનોએ ફિલ્મ ઉદ્યોગ તરફ મીટ માંડી હતી. ભૂખ્યા રહ્યા, ધક્કા ખાધા અને ગર્વથી સ્ટ્રગલર કહેવાયા. ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા ન હોવા છતાં પણ તેઓ ફિલ્મી દુનિયાનો હિસ્સો હોય છે. ફિલ્મી સ્ટ્રગલર્સના નીચે જણાવ્યા મુજબના પ્રકાર હોય છે.

માસૂમ સ્ટ્રગલર
અખબારમાં એક જાહેરાત આવે છે કે ‘ફલાણી-ફલાણી કંપનીને પોતાની આગામી નવી ફિલ્મ માટે નવા ચહેરાઓની આવશ્યકતા છે. ઈચ્છુક ઉમેદવાર રૂ. ૫૦૦૦ના ડ્રાફ્ટ સાથે અરજી કરે.’
હવે આપણા દેશમાં એવા બેવકૂફ કોણ હશે જે રૂ. ૫,૦૦૦ જેટલી નાની રકમ માટે ફિલ્મ અભિનેતા બનવાની તક ગુમાવવા માટે તૈયાર હોય. ઢગલાબંધ લોકો રૂ. ૫૦૦૦ અને પોતાના ફોટા મોકલી આપે છે. ત્યાર બાદ તે ઉમેદવારોને કંપનીનો એક પત્ર આવે છે કે તેમનું સિલેક્શન થઈ ગયું છે અને આટલા- આટલા રૂપિયા આવા-આવા કામ માટે લઈને તત્કાળ મળે. બિચારા માસૂમ ઉમેદવાર ઘરવાળાઓને બેવકૂફ બનાવીને, મિત્રોની ફેરવેલ પાર્ટી અને શુભેચ્છાઓ લઈને મુંબઈ પહોંચી જાય છે અને બધા પૈસા નિર્માતાને આપ્યા પછી બે-ચાર દિવસ પછી ખબર પડે છે કે તેમની સાથે ઠગાઈ (છેતરપિંડી) થઈ છે. હવે તે લોકો પાછા જાય તો ક્યા મોંઢે જાય. મિત્રો પાસેથી ફેરવેલ પાર્ટી લઈને આવ્યા હતા. બિચારા આવા માસૂમ ઉમેદવારોને પછી મરજી વગર જ સ્ટ્રગલર્સ બનાવી દેવામાં આવે છે.

જેન્યુઈન સ્ટ્રગલર
એવું નથી કે બધા જ સ્ટ્રગલર્સ ખોટા જ હોય છે અને તેમની સ્ટ્રગલ નિષ્ફળ જતી હોય છે. કેટલાક જેન્યુઈન સ્ટ્રગલર્સ પણ હોય છે, જેમની સ્ટ્રગલ એક દિવસ રંગ દેખાડે છે. સુપર સ્ટાર ધર્મેન્દ્રથી લઈને ગોવિંદા સુધી અનેક લોકો આગળ જઈને અભિનેતા બન્યા છે. તેમના સંઘર્ષની વાતો સાંભળો તો ભલભલાની હિંમત જવાબ આપી દે. આનંદ બક્ષી અને જાવેદ અખ્તરના ફાકામસ્તી (ભૂખમરી)ના કિસ્સા સાંભળો તો મોં પર હાથ પહોંચી જાય. પોતાની કાબેલિયત સિદ્ધ કરવા માટે જે સંઘર્ષ કરવામાં આવે છે તેને આપણી સલામ છે. જોકે, એવા પણ સ્ટ્રગલર છે, જેમનામાં નથી કાબેલિયત કે નથી શકલ. ફક્ત ફિલ્મી દુનિયાની ઝાકઝમાળથી ખેંચાઈ આવે છે. ફૂટપાથો પર સૂઈ રહે છે અને હોટેલોમાં કામ કરે છે. આવા સ્ટ્રગલર્સ ત્રિશંકુની જેમ અભિશાપિત થઈને ધોબીના કૂતરાની હાલતમાં પહોંચી જાય છે, જે નથી ઘરનો રહેતો કે નથી ઘાટનો રહેતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button