સંબંધોના પ્રકાર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
પોતાના માણસને ગોળી મારનારો સરદાર
‘સરદાર, મેં તમારું નમક ખાધું છે.’
‘તો હવે ગોળી ખા.’
ધાંય! ધાંય! ધાંય! સરદારે પોતાના ત્રણ માણસોને ગોળી મારીને ખતમ કરી નાખ્યા. બિચારાઓએ આખી જિંદગી પોતાના સરકારની સેવા કરી, જી-હજુરી કરી. એક દિવસ એક નાની ભૂલ કરી એટલે સરદારે તેને મોતને ઘાટ ઉતારી દીધા. સારો સંબંધ નિભાવ્યો યાર! અનેરો સનકી સરદાર છે. આ લોકો તમારી સાથે પનારો પાડે છે કેવી રીતે? કોઈ દિવસે કોઈ વ્યક્તિ તમને ઊંઘમાં ગોળી મારી દેશે તો? આવી રીતે રોજ ત્રણ -ત્રણ વ્યક્તિને મારતા રહેશો તો અઠવાડિયામાં તો બધા લોકો મરણને શરણ થઈ જશે. આખરે તમારી પાસે છે કેટલી મોટી ફોજ.
માનો પ્રેમ આપનારો પિતા
ફિલ્મોની દુનિયામાં એક માથાભારે દીકરી હોય છે અને આ દીકરી જ્યારે પોતાના પિતાની વાત નથી સાંભળતી ત્યારે તેનો પિતા એક ડાયલોગ કાયમ બોલતો હોય છે કે ‘દીકરી, તારી માતા તું નાની હતી ત્યારે જ આપણને છોડીને દુનિયાથી જતી રહી હતી. મેં તને મા અને બાપ બંનેનો પ્રેમ આપીને મોટી કરી છે.’ પોતાની જુવાની ખરાબ કરી ચૂકેલો પિતા પોતાની વૃદ્ધાવસ્થામાં પસ્તાઈ રહ્યો હોય એવા દૃશ્યનો દર્શકો પર ઘણો પ્રભાવ પડતો હતો. આવા અભિશાપિત પિતાની ભૂમિકા ભજવવા માટે સ્વ. નઝીર હુસેન એક આદર્શ કલાકાર હતા. તેઓ પોતાની મોટા ભાગની ફિલ્મોમાં આ જ ડાયલોગ બોલવા માટે અભિશાપિત થઈ ગયા હતા. તેઓ દરેક ફિલ્મમાં પોતાની એકમાત્ર દીકરીને મા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો હતો અને કાયમ સદાબહાર રંડાયેલા રહ્યા હતા.
- શબ્દાંકન: વિપુલ વૈદ્ય