સિનેમામાં અંગના પ્રકાર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
(ભાગ બીજો)
ફિલ્મી ગીતોમાં નાયક નાયિકાની પ્રશંસા કરતો હોય છે. ધ્યાનથી સાંભળવામાં આવે તો એવું જાણવા મળે છે કે તે નાયિકાની નહીં તેના વાળની પ્રશંસા કરે છે, ગાલની પ્રશંસા કરે છે, આંખોની પ્રશંસા કરે છે વગેરે વગેરે.. આનો અર્થ એવો કરી શકાય કે નાયિકાના અંગોની પ્રશંસા કર્યા વગર તેની પ્રશંસા કરવાનું શક્ય નથી. કેટલાંક અંગોની પ્રશંસા વારંવાર કરવામાં આવી છે તો કેટલાંક અંગો પ્રત્યે ઉપેક્ષા કરવામાં આવી છે. ફિલ્મોનાં ગીતો અને સંવાદોમાં જે રીતે અંગોનું વર્ણન કરવામાં આવ્યું છે તેની જાણકારી આપણે હવે પછીના ભાગોમાં મેળવીશું.
હાથ
ફિલ્મોમાં પ્રેમના સંબંધોમાં જ્યારે હાથનો ઉલ્લેખ કરવામાં આવે તો ફક્ત એટલી જ વાર્તા છે કે નાયક નાયિકા પ્રત્યે પોતાનો નહાથ લંબાવેથ છે. નાયિકા તેના નહાથમાં પોતાનો હાથ સોંપીથ દેતી હોય છે. જ્યારે નાયક તેના બાપ પાસે તેનો નહાથ માગવાથ જાય છે ત્યારે નાયિકાનો બાપ નહાથ ઝટકીથ નાખતો હોય છે. નાયક નહાથ મસળતોથ રહી જાય છે.
નાયિકાનો બાપ નાયિકાના નહાથ પીળાથ કરવા માટે ખલનાયકની જ પસંદગી કરતો હોય છે, બીજી તરફ ખલનાયકના નહાથ કોઈનાં લોહીથી ખરડાયેલાંથ છે. આ રહસ્ય નાયકના નહાથમાં આવીથ જાય છે. જ્યારે તે આ રહસ્ય નાયિકાના પિતાને જણાવે છે ત્યારે તેમના નહાથનો પોપટ ઉડીથ જાય છે. તે ખલનાયકના નહાથની કઠપુતળીથ બનવાનો સ્પષ્ટ ઈનકાર કરી નાખે છે. જેને પગલે ખલનાયક તેને અને તેના આખા પરિવારને પોતાના અડ્ડા પર લઈ જઈને તેમના નહાથ બાંધીથ નાખે છે. નાયક આવા સમયે પ્રગટ થઈને ખલનાયક સાથે નબે બે હાથથ કરે છે. આમાં તે નાયકને નહાથે માર્યોથ જાય છે. નાયકને નનાયિકાનો હાથથ મળી જાય છે. હાથથી કાન પકડ્યો, પરંતુ સીધો ન પકડ્યો હાથને ફેરવીને પકડ્યો.
હોઠ
હોઠ એટલે કે લબ. ભારતીય ફિલ્મોમાં આંખો, વાળ, ગાલ અને કમરની જેમ જ હોઠના મામલામાં પણ નાયક નાયિકાથી હંમેશાં ઉતરતી શ્રેણીમાં જ આવે છે, સેંકડો માઈલ પાછળ રહી જાય છે. આમ તો કુદરતે નાયકને પણ હોઠ આપ્યા છે, પરંતુ તે નગણ્ય છે. તેની કોઈએ પ્રશંસા કરી નથી. નથી ક્યારેય કોઈએ તેને અન્ડરલાઈન કર્યા છે. જ્યારે ફિલ્મી ગીતોમાંથી તો નાયિકાના હોઠને કાઢી નાખો તો અડધાં ગીતો ભમ કરતા ગબડી પડશે.
ફિલ્મોમાં હોઠને ઘણા ચડાવ ઉતાર જોવા પડ્યા છે. શરીફ ગીતકાર હોઠનો ઉલ્લેખ કરે તો તેને ગુલાબ કહે છે. શાયરના હાથમાં આવી જાય તો તે શરાબ કે જામ બની જાય છે. સસ્તા સ્ક્રીન પ્લે લેખકના હાથે ચડી જાય તો તે અંગારા કહેવાઈ ગયા. પાછલા દિવસોમાં એક્શનમાં આવ્યા તો તે ચુમ્મા બની ગયા અને યુપી, બિહાર સમકક્ષ મોંઘા પણ થઈ ગયા.